વાર્તા - પૂનમ અહમદ

‘‘હાય, આ કેટલો હેન્ડસમ છે યાર. તેની કિલર સ્માઈલ. કોઈ છોકરો આટલો હેન્ડસમ કેવી રીતે હોઈ શકે છે. દિલ તેને જેાઈને ગાર્ડન ગાર્ડન થઈ ગયું. ક્યાંક કોઈ દિવસ તેને જેાઈને મારું હાર્ટ ફેલ ન થઈ જાય. જેા ક્યાંક હું કોલેજમાં જ તેને એકીટશે જેાતા મારો જીવ આપી દઉં ને, તો મારા ઘરવાળાને કહી દેજેા કે તમારી છોકરી પ્રેમમાં શહીદ થઈ ગઈ.’’
હા... હા... મેં કદાચ આજે થોડો વધારે ડ્રામા કરી દીધો હતો. મારી બેસ્ટી પૂજાએ પીઠ પર ધોલ મારતા કહ્યું, ‘‘તું કેટલી બકવાસ કરે છે. રોહન ઘણો સારો છોકરો છે. કેટલો સોબર છે. જેા, તું સુધરી જા. એકદમ જેન્ટલમેન છે.’’
મને તારી કે કોઈની કોઈ વાતથી ફરક નથી પડતો. મેં કહ્યું, ‘‘કુછ કુછ હોતા હૈ પૂજા, તું નહીં સમજે.’’
‘‘તું મૂવી ઓછી જેાવાનું રાખ, બધા ડાયલોગ અમારે સાંભળવા પડે છે.’’
‘‘શું કરું યાર.’’ કહેતા હું ગણગણી, ‘‘તેને ન જેાઉં તો મારા મનને શાંતિ નથી થતી, એક તેના સિવાય દિલને કોઈ ગમતું જ નથી, ક્યાંક મને પ્રેમ તો નથી થઈ ગયો.’’
અમારી સાથે ચુપચાપ બેસેલી અનીતાએ પોતાના કાન પર હાથ મૂકતા કહ્યું, ‘‘યાર, તારી પરથી તેનો નશો કેવી રીતે ઉતારીએ. રોહનને ખબર જ નહીં હોય કે તેના પ્રેમમાં આપણે કેવાકેવા નાટક જેાઈએ છીએ. સાંભળ સોનિકા, તું રોહન પાસે જા, તેને તારા દિલની વાત બિન્ધાસ્ત કહી દે, પછી તું જાણે ને તે જાણે.’’ કહી, ‘‘હમ બોર હો ચૂકે સનમ...’’ તેણે પણ ગણગણાવ્યું. અમે એકબીજાને ગીતમાં જવાબ આપીએ છીએ.
રોહન હાલમાં તેના મિત્ર શિવિન સાથે કેન્ટીનમાં ચા પી રહ્યો હતો અને હું મારી સાહેલીઓ પૂજા અને અનીતા સાથે એક ખૂણામાં બેસીને સમોસાનો આસ્વાદ માણી રહી હતી. અમે આ કોલેજમાં બી.એ. ના ફ્રેશર્સ હતા અને રોહન અમારાથી ૧ વર્ષ સીનિયર હતો. જેાકે અમારું વચ્ચેવચ્ચે રેગિંગ થતું રહેતું હતું, સીનિયર ગમે ત્યારે અચાનક આવી જતા. વધારે નહીં, ઈન્ટ્રોડક્શન લેવા માટે આવે છે, એવું કહેતા પણ અમારી પાસે ઘણું બધું કરાવી લેતા હતા. ૨-૩ દિવસમાં જ જ્યારે સીનિયર અમને મળવા આવ્યા, તે સીનિયરમાંથી એક રોહન પણ હતો. બસ હું તો તેને જેાઈને જ ઘાયલ થઈ ગઈ. તે સમયથી સાહેલીઓની ગાળો ખાઈ રહી છું, પણ કોઈ ફરક ન પડ્યો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....