વાર્તા – પદ્મા અગ્રવાલ.
રવિવારનો દિવસ હતો. રાતથી જ વાદળ ખૂબ વરસી રહ્યા હતા. મોસમ ખુશનુમા હતો. નિયાએ પોતાના ફેવરિટ મૂળાના પરોઠા બનાવ્યા હતા અને નાસતો કરીને રજા માણવાના મૂડથી ઘસઘસાટ ઊંઘતી હતી. જ્યારે લગભગ ૩ વાગ્યે તેની આંખ ખૂલી તો પરિધિને તૈયાર થતા જેાઈને તેણે પૂછ્યું, ‘‘પરિધિ, શું વાત છે આજે કંઈક વધારે જ સજીધજી રહી છે? આ ડાર્ક લિપસ્ટિક, શોલ્ડર કટ ડ્રેસ કોઈની સાથે ડેટ પર જઈ રહી છે કે શું?’’
‘‘નિયા, આજે તું તારી ફ્રેન્ડના ઘરે નથી જવાની કે શું?’’
‘‘ના યાર, આજે તો હું પૂરો દિવસ ઊંઘીશ કે પછી મારી નોવેલ ગોન વિથ ધ વિંડ પૂરી કરીશ. વેરી ઈન્ટ્રેસ્ટિંગ નોવેલ છે.’’
‘‘પરંતુ આજે તો મારે રૂમમાંથી ૪ વાગ્યે જવું જ પડશે.’’ કહેતા તેના ચહેરા પર સ્માઈલ છવાઈ ગઈ.
‘‘કેમ, કોઈની સાથે ડેટ કરી રહી છે?’’
‘‘યસ માય ડિયર.’’
‘‘કોણ છે?’’
‘‘એ નહીં કહું?’’
પરિધિ?અને નિયા દિલ્લીની આસપાસની છે. એક ગાઝિયાબાદથી તો બીજી મેરઠથી છે. બંનેએ એમબીએ કર્યું અને ૧ વર્ષથી બેંગલુરુમાં રહે છે. બંને મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે. પહેલાં એક વુમન્સ લાઉન્જમાં રહેતી હતી. ત્યાં બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. ઢોસા, ઈડલી અને સંભાર ખાતાં ખાતાં પરેશાન થઈ ગઈ હતી. પછી ત્યાંના રૂલ્સ… રૂમમાં ભોજન લઈને નથી જઈ શકતી… મોડું થતા ચા-નાસ્તો નથી મળતા. પછી ડુંગળીલસણની પણ સમસ્યા હતી. તે લોકોને ત્યાંનું ભોજન નહોતું ગમતું. ૬ મહિના કોઈ રીતે સહન કર્યા પછી બંનેએ ફ્લેટ લઈને રહેવાનું નક્કી કર્યું.
બંને બધો ખર્ચ અડધોઅડધો વહેંચી લેતી. કામ પણ વહેંચી લેતી. કોઈ ઝઘડો નહીં. સાથે મૂવી જેાતી, એકબીજાનાં કપડાં શેર કરતી, પોતપોતાના બોસની વાતો કરીને ખૂબ હસતીરમતી… ઓફિસની?આખા દિવસની ગોસિપ કરતી.
નિયાને વાંચનનો શોખ હતો. નવરાસના સમયે તેના હાથમાં નોવેલ હોત તો પરિધિના હાથમાં મોબાઈલ. તે જુદાજુદા વીડિયો જેાયા કરતી.
આજે પહેલીવાર તેને પરિધિની વાતો નહોતી ગમી. તેણે મજાકિયા લહેકામાં કહ્યું, ‘‘એ જ તારો ચશ્મિશપોપુ આવી રહ્યો છે કે શું?’’
‘‘પરિધિ તું ખોટા રસ્તે ડગ માંડી રહી છે. જેા તારા ઘરવાળાને ખબર પડશે તો?’’
‘‘નિયા તું પણ વૃદ્ધ દાદી જેવી વાતો કરી રહી છે. ચાલ જલદી નીકળવાની તૈયારી કરીઐ ૪ વાગવાના છે… મારે રૂમ પણ ઠીક કરવાનો છે.’’
‘‘તારો ઈરાદો લગ્નનો તો છે નહીં.’’
તે નિયાનો હાથ પકડીને ઉઠાડતા બોલી, ‘‘લગ્ન માય ફૂટ… હું તો લાઈફને એન્જેાય કરી રહી છું.’’
‘‘તું પણ એક બોયફ્રેન્ડ બનાવી લે, જીવન હસીન થઈ જશે.’’
‘‘બસ કર તારી શિખામણ તારી પાસે રાખ… હું તને સીરિયસલી કહી રહી છું. આજે તો હું મોલમાં જઈને ભટકી લઈશ, પણ મારી સાથે રહેવું છે તો રૂમમાંથી બહાર ભલે જે કરે રૂમની અંદર કંઈ નહીં.’’
‘‘નીકળ, આજે તો જ… પછી હું જે થશે તે જેાઈશ.’’
‘‘એ તો જણાવ કે હું કેટલા સમયમાં પરત ફરું?’’
‘‘આજે સન્ડે છે, ડિનર તો બહાર જ કરવાનું છે.’’
નિયાએ પોતાની બેગમાં બુક મૂકી અને વિચારવા લાગી કે ક્યાં જાઉં. તે મોલમાં ગઈ. ત્યાં મલ્ટિપ્લેક્સમાં ‘અવેંજર’નું પોસ્ટર જેાઈને ટિકિટ લીધી અને હોલમાં જતી રહી. પિક્ચર જેાઈને બહાર આવી, તો ભૂખ લાગી હતી. તેણે પિઝા અને કોલ્ડ ડ્રિંક ઓર્ડર કર્યો.
તે પછી જ્યારે તે પોતાના રૂમમાં પહોંચી તો દરવાજેા અંદરથી બંધ હતો કારણ કે પરિધિનો બોયફ્રેન્ડ હજી પણ રૂમમાં હતો. તેણે નોક કર્યું તો પરિધિએ પોતાનાં કપડાં ઠીક કરતા દરવાજેા ખોલ્યો, પરંતુ પથારીની હાલત ત્યાં જે કંઈ થઈ રહી હતી તેની સાક્ષી આપી રહી હતી.
તેના બોયફ્રેન્ડે પરિધિને પહેલાં હગ કર્યું પછી કિસ. તે પછી નિયાને તેજ નજરથી જેાઈને બોલ્યો, ‘‘હેલો… આઈ એમ વિભોર. નિયા, યૂ આર વેરી સ્માર્ટ એન્ડ બ્યૂટિફૂલ.’’
‘‘થેંક્સ ફોર કોમ્પ્લિમેંટ?એન્ડ વિભોર નાઈસ ટૂ મીટ યૂ.’’
બંનેના ચહેરા પર સ્માઈલ છવાઈ ગઈ હતી. પરિધિના ચહેરા પર ફેલાયેલી પ્રસન્નતાનો અતિરેક તેના રોમરોમમાંથી છલકતો હતો. નિયા થાકેલી હતી. બેડ પર જઈને આડી પડી ગઈ. પરિધિ તેની પાસે આવીને આડી પડી અને વિભોરની વાતો કરવા લાગી.
વિભોર ખાનગી કોલેજમાંથી એન્જિનિયરિંગ કરીને આવ્યો હતો. તે મધ્યમ વર્ગના પરિવારમાંથી હતો. પરંતુ સપનાં મોટા ઊંચા જેાતો હતો. એક સ્ટાર્ટઅપ કંપનીમાં કામ કરી રહ્યો હતો. ૬ ફૂટ લાંબો, ગોરો સ્માર્ટ આકર્ષક યુવક. તેની વાત કરવાની સ્ટાઈલ પૈસાદાર પરિવાર જેવી હતી. તે અમેરિકન એસેંટમાં કડકડાટ અંગ્રેજી બોલીને બધાને પ્રભાવિત કરી લેતો હતો. પરિધિ પણ તેની વહાલી મીઠીમીઠી વાતોની જાળમાં ફસાઈ ગઈ હતી.
‘‘નિયા, હું કહી નથી શકતી કે આજે કેટલી મજા આવી… તું આટલી જલદી કેમ આવી ગઈ… વિભોર તો રાત્રે અહીં રોકાવા ઈચ્છતો હતો.’’ કહેતા તે તેને વળગી ગઈ.
નિયાએ તેના હાથને પોતાની ઉપરથી હટાવી દીધા અને પડખું ફેરવી લીધું, ‘‘પરિધિ તને ઘરવાળાનો ડર નથી રહ્યો કે શું? જ્યારે તેમને તારી હરકત ખબર પડશે તો વિચાર્યું છે કે શું થશે?’’
‘‘તું ચિંતા ન કર, અહીંની વાત ભલા તે લોકોને કોણ જણાવવાનું છે…’’
પરિધિની ખુશીથી નિયાને થોડી બળતરા થતી હતી પણ તેના નાના શહેરવાળા સંસ્કાર તે હજી ભૂલી નહોતી શકી.
પરિધિ પોતાના બેડ પર આડી પડેલી સતત ચેટિંગમાં વ્યસ્ત હતી કદાચ આ તેના આનંદની આફ્ટર ઈફેક્ટ ચાલી રહી હતી. નિયાની આંખોમાંથી ઊંઘે અંતર બનાવી લીધું હતું. તેને કંઈક વિચિત્ર ફીલિંગ થઈ રહી હતી.
હવે નિયા જ્યારે ઓફિસથી આવતી બંને પરસ્પરમાં ગુટુરગૂ કરતા મળતા. તેના આવતા જ કોફી કે ભોજનની વાત થવા લાગતી કે પછી વિભોર કહેતો, ‘‘ચાલો, આઈસક્રીમ ખાઈને આવીએ.’’
૧ મહિનાથી વધારે સુધી આ નાટક ચાલતું રહ્યું. પછી એક દિવસે પરિધિએ કહ્યું, ‘‘મેં બીજેા ફ્લેટ જેાઈ લીધો છે. હું તેમાં શિફ્ટ થઈ રહી છું.’’
‘‘પરિધિ હું તને વોર્ન કરી રહી છું. લિવ ઈન દગો છે.’’
‘‘તું ૧૮મી સદીની વાતો ન કર. મને લાઈફને એન્જેાય કરવા દે. તું કોઈ બીજા સાથે રૂમ શેર કરી લે.’’
નિયાને ગુસ્સો આવી ગયો, પણ આ રોજરોજના ફિલ્મી લવ સીનથી તો તેને છુટકારો મળે.
પ્રેમમાં ડૂબેલી પરિધિએ બ્રોકર સાથે વાત કરીને ઉતાવળમાં ૧ લાખ સિક્યોરિટી મની આપીને વન રૂમ ફ્લેટ લઈ લીધો. તેણે વિચાર્યું હતું કે વિભોર સિક્યોરિટી મની તો આપશે જ પણ અંતિમ સમયમાં તે બોલ્યો, ‘‘સોરી યાર, મારું તો કાર્ડ રૂમમાં જ રહી ગયું.’’
હવે બંને પ્રેમી લિવ ઈનમાં રહેવા લાગ્યા હતા. વિભોર સવારે તેના માટે બેડ ટી બનાવીને લઈ આવતો અને તે તેના ખોળામાં બેસીને ચાની મજા લેતી. બંને મળીને નાસ્તો બનાવતા પછી પોતપોતાની ઓફિસ જતા રહેતા.
વિભોરને કુકિંગનો શોખ હતો અને તે સારું જમવાનું બનાવી લેતો હતો. તેથી તે કંઈક તો બનાવતો રહેતો.
એક દિવસે પરિધિ ઓફિસથી આવીને બોલી, ‘‘આજે ખૂબ ભૂખ લાગી છે.’’
‘‘ડાર્લિંગ, ફિકર નોટ હું આજે ડિનરમાં તને લચ્છા પરોઠાં અને શાહીપનીર ખવડાવવાનો છું.’’ અને એક્સપર્ટ કુકની જેમ તેણે ડિનર બનાવવાનું શરૂ કરી દીધું. તે હેલ્પ માટે ગઈ તો તેણે પ્રેમથી તેને પોતાની આગોશમાં લઈને ચુંબન લેતા કહ્યું, ‘‘માય લવિંગ શોના, આજે નો એન્ટ્રિનું બોર્ડ લાગ્યું છે. તું આરામથી મૂવી જેા… બસ તારો શેફ હાજર છે.
પરિધિ તો પોતાના નિર્ણય પર ખુશીથી ઝૂમતી હતી કે વિભોર સાથે લિવ ઈન માટે તેણે પહેલાં કેમ ન વિચાર્યું. તે વિભોરની આગોશના ઝૂલામાં ખુશીથી ડૂબકી મારી રહી હતી.
સમય ને તો જાણે પાંખો લાગી હતી. તે નાસ્તો બનાવતી તો વિભોર કોફી બનાવી દેતો, જ્યાં સુધી ઓફિસ માટે તૈયાર થતી તે ફટાફટ કિચનની સફાઈ અને વાસણ પણ ધોઈ નાખતો.
પરિધિને તેનું આટલું કામ કરવું ઘણીવાર નથી ગમતું અને તે પણ પરેશાન થઈ જતી, તેથી તેણે વોચમેનને કહીને બબિતા (સહાયિકા)ને રાખી લીધી.
હવે બંને જ્યારે બબિતા કોલબેલ વગાડતી ત્યારે જ ઊઠતા. તે કચરાપોતાં કરીને તે બંને માટે નાસ્તો બનાવી દેતી. બપોરમાં બંને ઓફિસમાં લંચ લેતા હતા.
પરિધિ મનોમન વિચારતી હતી કે ઘરના ખર્ચમાં વિભોર વધારે કંઈ નથી કરતો. મોટાભાગે બધું તેણે જ કરવું પડી રહ્યું છે પરંતુ તે તેની સાથે કંઈ કહી નથી શકતી. નિયાનો સાથ હતો તો બરાબર ખર્ચ કરીને તેની પાસે સારું એવું બેંક બેલેન્સ ખર્ચ કરીને તેની પાસે સારું બેંક બેલેન્સ ભેગું?થયું હતું. પરંતુ વિભોરની મીઠીમીઠી વાતોમાં તે બધું ભૂલી જતી અને વિચારતી કે વિભોર ગ્રોસરી તો ગમે ત્યારે ઓર્ડર કરતો જ હતો. મોટાભાગે મોટો ખર્ચ તે જ કરતી. તે ફળ અને નાસ્તા લાવતી તો વિભોર બ્રેડ કે શાકભાજી લઈને આવતો. ભાડું, વીજળીનું બિલ, બહાર ડિનર કે થિયેટર વગેરેના સમયે વિભોર ક્યાંય કંઈ જ ન ખર્ચતો.
મહિનો પૂરો થતાં જ ભાડું આપવાનું હતું. વિભોર કમને ઉદાસ ચહેરા સાથે ઓફિસથી પાછો આવ્યો હતો.
‘‘ડિયર, મારા માથામાં ખૂબ દુખાવો છે, સણકા જેવું લાગે છે.’’
સ્વાભાવિક હતું કે પરિધિએ તેના માથામાં બામ લગાવ્યો. ટેબ્લેટ ખવડાવીને કોફી બનાવીને પિવડાવી. ત્યાં સુધી રાતના ૯ વાગી ગયા હતા. તે થાકી ગઈ હતી, તેથી તેણે જમવાનું ઓર્ડર કરી દીધું.
‘‘વિભોર, કંઈક ખાઈશ?’’
‘‘ના, મને ઊંઘવા દે.’’
હંમેશાં હસતી અને ખડખડાટ હસતી રહેતી પરિધિ દુ:ખના અંધકારમાં ગરકાવ થઈને માનસિક દર્દી બનતી જઈ રહી હતી. એક ખોટા નિર્ણયથી તે જીવનને પતનની ગર્તામાં પહોંચાડી દીધું હતું. આખરે શું ભૂલ કરી હતી તેણે…
સવારે જ્યારે ઊંઘીને ઊઠી તો તેને કિચનમાં આમલેટ બનાવતા જેાઈ બોલી, ‘‘બબિતા આવતી જ હશે.’’
‘‘પ થી વહાલી પરિધિ આજે બબિતા નહીં આવે, પોતાના ફોન પર મેસેજ બોક્સમાં જુઓ… ડોન્ટ વરી માય લવ યોર ફેવરિટ આમલેટ ઈઝ રેડી.’’
પરિધિ વિભોર સાથે મનોમન સુખદ ભવિષ્યના મીઠાં સપનાં ગૂંથતી રહેતી.
‘‘પરિધિ હું તો બિલકુલ મધ્ય પરિવારમાંથી છું, મારી એક બહેન પણ છે, જેના લગ્ન પપ્પાએ પોતાના ખેતર ગિરવે મૂકીને કરાવ્યા હતા. છોડ હું પણ નકામા મારા દુખડા તને સંભળાવવા બેસી ગયો. સમયની સાથે બધું ઠીક થઈ જશે, કેટલાક મહિનાની વાત છે.’’
પરિધિએ સંવેદના વ્યક્ત કરતા કહ્યું, ‘‘તું ચિંતા ન કર, તારા પપ્પાને પૈસા મોકલી દે. તેમના ખેતર છૂટા થશે. હવે આપણે બંને મળીને કમાઈશું તો ઘરની તમામ સમસ્યા દૂર થશે.’’ કહેતા પરિધિએ પ્રેમથી તેને પોતાની આગોશમાં લઈને ચૂમી લીધો. પછી બંને જીવનની રંગીનીમાં ડૂબી ગયા.
પરિધિ ઘરનો પૂરો ખર્ચ ખુશીખુશી ઉઠાવી રહી હતી. કોઈ મહિનામાં તો તેણે સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા કાઢવા પડતા હતા, પરંતુ તે અંતરંગ સંબંધોના આનંદમાં ગળાડૂબ પોતાના સોનેરી ભાવિનાં સપનાં જેાતી હતી.
સેટરડે ઓફ હતો, તેનું પ્રમોશન થયું હતું. તે મેનેજર બની ગઈ હતી. તેની ટીમ મેકર્સ પાર્ટી માંગતા હતા. તેણે ટીમ મેમ્બર્સ માટે કોકટેલ પાર્ટી અરેન્જ કરી. તે વિભોરને લઈને પાર્ટીમાં ગઈ તો પોતાના લગ્નની પાર્ટીના સપનામાં ખોવાયેલી બધાની સાથે તેણે પણ એક પેગ લીધો. ત્યાં ડાન્સ ફ્લોર પર આગોશમાં લઈને બંને ખૂબ મોડા સુધી ડાન્સ કરતા રહ્યા. ત્યાં સુધી કે પ્રીશાએ તો તેને ચુપચાપ વિભોર જેવા બોયફ્રેન્ડ માટે ધન્યવાદ પણ આપ્યા. તે ખડખડાટ હસીને થેંક્યૂ બોલી.
ત્યારે વિભોરે આવીને તેની હથેળીઓ પર ચુંબન લઈને તેને પ્રેમથી પોતાની છાતીએ લગાવી લીધી.
પરિધિ તો એવો પ્રેમી મેળવીને અભિભૂત થઈ ગઈ હતી. જ્યારે વિભોરે પોતાના ઘૂંટણીયે બેસીને તેની હથેળીઓ પકડીને કહ્યું, ‘‘મારી જીવનસાથી બનીશ?’’
પૂરો હોલ તાળીઓથી ગુંજી ઊઠ્યો. તેને વિશ્વાસ નહોતો બેસતો કે વિભોર જેવો પરફેક્ટ જીવનસાથી આટલી સહેલાઈથી તેને મળી શકે છે.
તે વિભોરને ગળે મળી. પૂરો હોલ તાળીઓથી ગુંજી ઊઠ્યો હતો. તે ખુશીથી અભિભૂત થઈ રહી હતી. પાર્ટી પૂરી થઈ ગઈ હતી. તે ગાઢ નિંદ્રામાં પોઢી ગઈ હતી.
થોડી નશાની ખુમારી, સપનાં સાચા પડવાના અહેસાસ હોવાની ખુશીમાં ડૂબેલી તે સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ હતી.
તે?અને વિભોર ખૂબ ઊંચા પહાડ પર ગયા છે અને વિભોર તેને એકલી મૂકીને ક્યાંક જાય છે… તે જેારજેારથી ચીસો પાડી રહી છે. વિભોર… વિભોર… મને એકલી મૂકીને ન જા… પ્લીઝ… વિભોર…
ત્યારે વિભોરે તેને જગાડી દીધી. પરિધિ કોઈ ખરાબ સપનું જેાતી હતી?
‘‘હા વિભોર મને છોડીને તું ક્યારેય ન જતો.’’ કહેતા તેણે તેને પોતાની આગોશમાં જકડી લીધી.
‘‘કેવી વાત કરે છે? હું પણ તારા વિના નથી રહી શકતો. તું તો મારી જાન છે મારો લવ છે.’’ કહેતા તેની પર ચુંબનનો વરસાદ કરી દીધો.
પ્રેમમાં ડૂબેલી પરિધિની આંખો છલકાઈ ગઈ. બંનેને સાથે રહેતા લગભગ ૬ મહિના થઈ ગયા હતા. પરિધિ હવે વિભોર સાથે લગ્ન કરીને સેટલ થવા ઈચ્છતી હતી.
એક દિવસે વિભોર ઉદાસ ઓફિસથી પાછો આવ્યો અને પોતાનો સામાન સમેટવા લાગ્યો. તેની આંખો છલોછલ ભરેલી હતી. તેણે ડિનર તૈયાર કર્યું અને પરિધિની રાહ જેાવા લાગ્યો. જ્યારથી તે મેનેજર બની હતી, તે સાંજે મોડી આવવા લાગી હતી.
પરિધિ જ્યારે પાછી આવી તો અચાનક વિભોરને પેક સામાન સાથે જેાઈને તે ચોંકી ગઈ. સવારે તો બધું ઠીક હતું. પૂછ્યું, ‘‘શું થયું?’’
‘‘હું મારા ઘરે જાઉં છું, મારી મમ્મીને કેન્સરની શંકા છે, તેથી તેમને લઈને ટાટા કેન્સર હોસ્પિટલ જવું પડશે… પરિધિ જે સ્ટાર્ટઅપ માટે હું રાતદિવસ મહેનત કરી રહ્યો હતો. તેના ફાઈનાન્સરે હાથ ઊભા કરી દીધા. અમારી સેલેરી પણ ગઈ. મન તો થાય છે કે પંખા સાથે લટકી જાઉં.’’ કહેતા પોતાનું મોં ફેરવી લીધું. કદાચ તે પોતાના આંસુ છુપાવવા ઈચ્છતો હતો, ‘‘હું પપ્પાની સામે કયા મોઢે જઈશ. મારી પાસે તો કંઈપણ નથી.
‘‘હું તારા પૈસા પણ પાછા ન આપી શક્યો. હું ખૂબ નાલાયક છું… પપ્પા આશા રાખીને બેઠા છે કે દીકરો કમાઈને પૈસા લઈને આવશે તો મમ્મીનો ઈલાજ મોટી હોસ્પિટલમાં કરાવશે.’’
‘‘પરિધિ, જેા હું જીવિત રહ્યો તો તારા પૈસા જરૂર પાછા આપીશ નહીં તો આવતા જન્મમાં.’’ આટલું કહેતા તે ઝડપથી ઊઠીને ઊભો થયો.
પરિધિ અસમંજસની સ્થિતિમાં વિભોરની વાતો પર તરત વિશ્વાસ નહોતી કરી શકતી. આ કેવી દુવિધાની ઘડી તેના જીવનમાં આવી પડી. વિભોર માટે તેના દિલમાં અપ્રતિમ પ્રેમ હતો. તે તેના પ્રેમમાં ગળાડૂબ હતી. તેના પોતાના જીવનની કલ્પના કરતા જ ગભરાઈ ગઈ.
થોડીક ક્ષણો સુધી વિચાર્યા પછી બોલી, વિભોર, તું પૈસા માટે મારુંતારું કેમ કરી રહ્યો છે? તારી મમ્મી આખરે મારી પણ મા થઈ. જે કંઈપણ મારું છે. તે આપણા બંનેનું જ છે… મા બીમાર છે તો મારે પણ તારી સાથે આવવું જેાઈએ. હું રજા માટે અરજી કરું છું.’’
વિભોર ગભરાઈને બોલ્યો, ‘‘આ સમયે તારું જવું શું યોગ્ય રહેશે? બધા લોકો એમ પણ ચિંતિત છે, તું નવી મુસીબત ઊભી કરવાની વાત કરી રહી છે… મારો જીવ તો એમ પણ ગળામાં અટક્યો છે. એક અઠવાડિયાથી પોતાના પૈસા મળવા માટે દરેક પ્રકારે પ્રયાસ કરી રહ્યો હતો પણ બધી મહેનત નકામી ગઈ. ૩ મહિનાથી એક પૈસો નથી મળ્યો પરંતુ મળવાની આશા તો હતી. આજે તો તે આશા પણ તૂટી ગઈ.’’ વિભોરના ચહેરા પર નિરાશા, હતાશા અને ઉદાસી છવાયેલી હતી, ‘‘પરિધિ, મેં તારા માટે ડિનર બનાવ્યું છે.’’ કહેતા પોતાની બેગ ઉઠાવતા તે રડમશ થઈ ગયો.
‘‘બાય…’’ કહેતા બેગ ઉઠાવીને ચાલવા લાગ્યો તો પરિધિને લાગ્યું જાણે તેનું બધું લૂંટાતું જઈ રહ્યું છે. તે દોડતી આવી અને તેના ગળામાં પોતાના હાથ નાખીને તેની છાતીએ વળગીને બોલી, ‘‘મારા એકાઉન્ટમાં માત્ર ૧ લાખ રૂપિયા છે. હું ટ્રાન્સફર કરી દઉં છું. તું મમ્મીના ઈલાજ માટે પૈસા મોકલી દે. હું આજે મારે ત્યાં હાયરિંગ માટે તારા નામને રિકમેન્ડ કરીશ.’’
‘‘મારું જવું જરૂરી છે પરિધિ… હું તારું આ અહેસાન આખી જિંદગી નહીં ભૂલું.’’ કહેતા તેને પોતાના આલિંગનમાં સમેટીને તેના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા પછી બેગ ઉઠાવીને પાણી ભરેલી આંખોથી ઝડપથી બહાર આવી ગયો.
પરિધિએ નિયાને ફોન કર્યો અને કેટલીય વાર સુધી વાત કરતી રહી પરંતુ વિભોરના જવાની વાત ન કહી. તેની આંખોની ઊંઘ ઊડી ગઈ હતી. એક બાજુ વિભોર જતો રહ્યો હતો તો બીજી બાજુ તેણે ભાવુક થતાં પોતાની બચતના બધા પૈસા તેને આપી દીધા હતા.

થોડાક દિવસ પહેલાં જ્યારે પપ્પાએ તેને પૂછ્યું હતું કે પરિધિ તારાં લગ્ન માટે છોકરો જેાઈ રહ્યા છીએ તો તેણે કહી દીધું હતું, ‘‘તમારે ચિંતા કરવાની જરૂર નથી, મારી ઓફિસમાં એક છોકરો મને ગમે છે. હું જલદીથી તમારા લોકો પાસે લઈને આવીશ.’’
તે ફોન કરતી તો તેનો ફોન બંધ આવતો. તેની આંખોની ઊંઘ ઊડી ગઈ હતી. તે તેના ગામ-ઘર વિશે કંઈ નહોતી જાણતી. ન તેનું મન ઓફિસમાં લાગતું હતું કે ન ફ્લેટમાં. તે રાતદિવસ પાણી વિનાની માછલીની જેમ તરફડતી હતી. વારંવાર ફોન કરતી, પરંતુ તેનો ફોન બંધ આવતો.
તે પોતાની મૂર્ખામી પર ક્યારેક રડતી તો ક્યારેક નારાજ થઈને પોતાના પગ પછાડતી, ‘‘આવવા દે… એટલું સંભળાવીશ કે તે પણ યાદ રાખશે કે તેનો કોની સાથે સામનો થયો છે.’’
હવે તેના ચહેરા પર સ્માઈલ છવાઈ ગઈ હતી, પરંતુ તરત જ તેના ચહેરા પર ચિંતાની રેખા ખેંચાઈ ગઈ.
તે હતાશાનિરાશાની ખીણમાં ડૂબી ગઈ. ક્યાંક એવું તો નથી કે વિભોર તેને દગો આપીને ક્યાંક જતો રહ્યો છે. પછી તે જાતને કહેતી, એવું ન બની શકે. તે તેને ખૂબ પ્રેમ કરે છે… દગો ન આપી શકે…
પૂરા ૫ દિવસ પછી રાતના ૧૦ વાગ્યે તેનો ફોન આવ્યો, ‘‘પરિધિ, આપણું સપનું પૂરું થવાનું છે.’’
તે છૂટતા જ બોલી, ‘‘પહેલાં એ જણાવ તારો ફોન કેમ બંધ આવતો હતો? હું ખૂબ નારાજ છું… મારે કંઈ નથી સાંભળવું.’’
‘‘હું કાન પકડીને માફી માંગી રહ્યો છું. પહેલાં ખુશખબરી સાંભળી લે પછી નારાજગી બતાવજે.’’
‘‘મમ્મીને કેન્સર નહોતું. બીજી ખુશખબરી મારી જેાબ ઓસ્ટ્રેલિયામાં ફાઈલ થઈ ગઈ છે. હવે અમે બંને સાથેસાથે ઓસ્ટ્રેલિયા જઈશું.’’
‘‘હું કેવી રીતે જઈશ…’’
‘‘હું કોઈ કાચો ખેલાડી નથી. મેં કોર્ટમાં લગ્નની એપ્લિકેશન કરી રાખી છે. તું મારી પત્ની બનીને મારી સાથે આવજે.’’
‘‘તું ક્યારે આવે છે?’’
‘‘દરવાજેા તો ખોલો.’’ અંદર આવતા જ તેણે પરિધિને પોતાના આલિંગનમાં લઈને ચુંબનોનો વરસાદ કરી દીધો અને પછી બંને એકબીજામાં સમાઈ ગયા. પરિધિની તમામ ફરિયાદ વાદળના ટુકડાની જેમ હવાની લહેરમાં ઊડી ગઈ.
‘‘માઈ લવ, તારા રૂપિયાએ મારી આબરૂ બચાવી લીધી નહીં તો પપ્પા પાસેથી મને કેટલીય ગાળો મળતી…’’
‘‘અરે યાર, પૈસા તો હાથનો મેલ છે.’’
‘‘આઈ એમ સો લકી માય ડિયર.’’ કહેતા પોતાની બેગમાંથી લાલ રેશમી કાપડમાં બંધાયેલી એક જેાડી બેંગલ્સ કાઢીને તેના ખાલી હાથમાં પહેરાવી દીધી, ‘‘આ બેંગલ્સ ચુપકેથી અમ્માએ પોતાની વહુ માટે આપ્યા છે.’’
પરિધિ બેંગલ્સ પહેરીને ભાવુક થઈ ગઈ અને પછી પોતાના પ્રિયતમને ગળે મળી.
‘‘પરિધિ, માય ડિયર, ડોન્ટ વરી હું તારા પૂરા પૈસા ચૂકવી દઈશ.’’
પરિધિએ તેના હોઠ પર પોતાની આંગળી મૂકી દીધી. પછી બંને એકબીજામાં ખોવાઈ ગયા.
૧-૨ દિવસ જ વીત્યા હતા તે બોલ્યો, ‘‘ભલી મુસીબત છે, બધા ફ્રેન્ડ્સ પાર્ટી માંગી રહ્યા છે.’’
‘‘સાચું જ તો કહે છે… પાર્ટી તો બને જ છે. ચાલો તું પણ શું કહીશ… હું તારા માટે પાર્ટી સ્પોંસર કરી દઉં છું.’’
જલદીથી પાર્ટી યોજાઈ. ખૂબ ધમાલ થઈ… પાર્ટીને યાદગાર બનાવવા માટે પરિધિએ જાણીતા સિંગર કૃષ્ણનને બોલાવ્યા હતા. સંગીતની ધૂન પર શોરબકોર, ડાન્સ અને ડ્રિન્કની મસ્તીમાં બધા ડૂબેલા હતા. અડધી રાત સુધી પ્રોગ્રામ ચાલતો રહ્યો.
એકબીજાની આગોશમાં તે બંને મસ્તીમાં નાચતા રહ્યા. થોડોક નશાનો જામ અને થોડી ખુશીની મસ્તી… બંને ભાન ભૂલી બેઠા હતા. તે ખાસ દિવસ માટે પરિધિએ હોટલમાં હનીમૂન સૂટ બુક કર્યો હતો. આજની રાત્રે તે પોતાના જીવનની મધુરજનીની જેમ જીવી લેવા ઈચ્છતી હતી. રૂમની બહાર ડૂ નોટ ડિસ્ટર્બનું કાર્ડ લગાવી દીધું હતું.
પરિધિ ની જ્યારે આંખ ખૂલી તો બપોરના ૧૧ વાગી ગયા હતા. તેણે પોતાની ચારેબાજુ નજર દોડાવી તો વિભોર ક્યાંય નહોતો દેખાતો, તેનું માથું અસહ્ય દુખાવાથી ફાટી રહ્યું હતું પરંતુ રાતની સુખદ પળોને યાદ કરીને તેના ચહેરા પર સ્મિત લહેરાઈ ગયું. વોશરૂમ જેાયું તો ખાલી હતું. તેનાં કપડાં પણ ક્યાંય નહોતા દેખાતા તો જલદીથી તે પોતાનાં કપડાં પહેરીને તૈયાર થઈ, આ ગાળામાં તે વારંવાર વિભોરનો નંબર ડાયલ કરતી રહી પણ નંબર ન મળ્યો. તે પરેશાન થઈ ગઈ. રૂમમાં આવી તો ત્યાં વિભોરની બેગ ન જેાઈને મન આશંકાથી ઘેરાઈ ગયું. તેણે વિભોરના ફ્રેન્ડ કાર્તિકને ફોન કર્યો તો હકીકત સાંભળતા જ તે ગમ ખાઈને પડી ગઈ.
‘‘વિભોર તો ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટમાં બેસી ગયો હશે.’’ આ સાંભળતા જ તરત વિશ્વાસ જ ન કરી શકી. કાર્તિકે જણાવ્યું કે તેના વિઝા બનીને આવી ગયો હતો. આ તમામ પ્રોસેસ તો કેટલાય દિવસથી ચાલી રહી હતી. શું વિભોરે તને કંઈ પણ નહોતું જણાવ્યું?
આ બધું સાંભળીને તેના હાથમાંથી મોબાઈલ પડી ગયો. તે ગુસ્સે થઈને પોતાનો સામાન ઉઠાવી ઉઠાવીને ફેંકવા લાગી હતી. પછી નિરાશ થઈને પોતાના બેડ પર બેભાન થઈને પડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. પરંતુ ક્ષણવારમાં જ તે ગુસ્સે થઈને ચીસ પાડવા લાગી.
હવે આ તો તે સમજી ગઈ હતી કે વિભોરે પોતાના પ્રેમની મીઠીમીઠી વાતોની જાળમાં ફસાઈને તેને દગો આપ્યો. વિભોર ચાલબાજ છે… તેને પોતાની ચારેબાજુ અંધારું છવાતું દેખાતું હતું. તેણે પોતાનો સામાન પેક કર્યો અને રજાનો મેલ લખીને ફ્લાઈટમાં બેસીને પોતાના ઘર મેરઠ પહોંચી ગઈ.
જ્યારે તેની મમ્મી સવિતાએ અચાનક કોઈ પૂર્વ સૂચના વિના તેને આવતી જેાઈ તો વિચાર્યું આ તે છોકરાને લઈને?આવી છે. પરંતુ જ્યારે સવિતાએ તેના ઉદાસ અને ઊતરેલા ચહેરાને જેાયો તો તેની પર વરસી પડી, ‘‘તારો આશિક તને છોડીને ભાગી ગયો. હું તો પહેલાંથી જ જાણતી હતી.’’ હવે રડ તારા કર્મો પર…
‘‘તારી મૂર્ખામીના લીધે જાણીતા પરિવારનો આટલો સારો છોકરો હાથમાંથી નીકળી ગયો. મારા તો કર્મ જ ફૂટેલા છે જે આવી નાલાયક છોકરી પેદા થઈ. તું નોકરી કરવા ગઈ હતી કે ઈશ્ક લડાવવા?’’
‘‘અમે પહેલાં જ કહી દીધું હતું કે પૈસા જેાડીને રાખો… લગ્નમાં કામ લાગશે… તારા અભ્યાસમાં જ લાખો ખર્ચ થઈ ગયો… ૨ વર્ષથી નોકરી કરી રહી છે, કેટલા પૈસા છે તારા એકાઉન્ટમાં?’’
‘‘બસ ચૂપ થઈ જા મમ્મી…’’
‘‘તું આટલા દિવસથી નોકરી કરી રહી હતી કે ઘાસ કાપતી હતી?’’
તેણે પોતાનો રૂમ ધડામ કરતો બંધ કરી લીધો અને પછી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી કે તે શું કરે? ક્યાં જાય? પોતાની પીડા કોની સાથે શેર કરે? તેણે રાત્રે જમવાનું પણ ન ખાધું, પણ જ્યારે પપ્પાએ તેને સમજાવી કે જીવન અટકી જવાનું નામ નથી… ચાલતા રહેવાનું નામ જીવન છે… જેમ કે સવાર પછી સાંજ ચોક્કસ આવે છે તે જ રીતે જીવનમાં સુખ અને દુખ આવતાજતા રહે છે. પપ્પાની વાતોથી મનને આશ્વાસન મળ્યું પરંતુ રાત આવતા જ વિભોરના આલિંગનની તડપથી તેની આંખોની ઊંઘ ઊડી ગઈ. તેણે લેપટોપથી ટિકિટ બુક કરી અને બેગ પેક કરીને ફરીથી બેંગલુરુના પોતાના રૂમમાં આવી ગઈ. તે વિભોરને ભૂલીને ફરીથી પોતાની જિંદગીની નવી શરૂઆત કરવા ઈચ્છતી હતી.
નિરાશાહતાશાની ગર્તામાંથી તે ખૂબ જલદી બહાર આવી ગઈ પરંતુ તેણે મનોમન નિશ્ચય કરી લીધો કે જેમ કે વિભોરે તેને દગો આપ્યો છે. હવે તે પણ આ રીતે છોકરાઓ સાથે પ્રેમનું નાટક કરીને તેમની સાથે મોટી રેસ્ટોરન્ટમાં ડિનર કરશે, ડાન્સ કરશે અને તેમના પૈસા પર એશ કરશે. તેણે નિતનવા છોકરાઓ સાથે મિત્રતા કરીને સંબંધ બનાવવાનું શરૂ કરી દીધું. તે મોટીમોટી ગાડીઓવાળા પૈસાદારને જેાઈને તેમની સાથે મિત્રતા કરતી. તેમની સાથે બારમાં બેસીને જામ છલકાવતી પછી હાથમાં હાથ નાખીને ડાન્સ કરતી.
બીજાને દગો આપતાંઆપતાં તે ક્યારે જાતે નશાની શિકાર બનતી ગઈ. તે જાણી જ ન શકી. સવારે આંખ ખોલતા જ ચાની જગ્યાએ જામની તલપ લાગવા લાગી. આ જ કારણ હતું કે તે આખો દિવસ નશામાં ધૂત રહેવા લાગી.
નવા મિત્રો સાથે મસ્તી કરવા છતાં વિભોરની યાદો તેનો પીછો નહોતી છોડતી. તેના જીવનમાં જે ખાલીપો હતો તે નહોતી ભરી શકતી.
તેના જીવનનો શૂન્યાવકાશ દૂર નહોતી કરી શકતી. તેનું મન દરેક ક્ષણે બેચેન રહેતું. વિભોર સાથે વિતાવેલી ખુશનુમા પળો તેની આંખો સામે નાચવા લાગતી.
ઓફિસ કામમાં તેનું મન નથી લાગતું. તે ઘણીવાર ભૂલ કરી બેસતી. બોસ નારાજ થતા. તેને વોર્નિંગ મળી ગઈ હતી. તે હંમેશાં ખોવાયેલી ખોવાયેલી રહેતી… ઊંડા આઘાતની શિકાર થઈ હતી. હવે તેની નોકરી પણ છૂટી ગઈ. ફ્લેટનું ભાડું ક્યાંથી આપે? હવે શું કરે? ક્યાં જાય?
મા નો તો કોઈ સહારો જ નહોતો. તે ક્યારેય તેને સમજી જ નહોતી શકી… તે તો તેની નોકરીની વિરુદ્ધ જ હતી. તેથી હંમેશાં ઠપકો આપતી રહેતી.
હસતીરમતી પરિધિ હવે દુ:ખના અંધારામાં ડૂબીને માનસિક રોગી બનતી જઈ રહી હતી. એક ખોટા નિર્ણયે તેના જીવનને પતનની ગર્તામાં પહોંચાડી દીધું હતું. જ્યારે તે કેટલાય દિવસથી રૂમમાંથી બહાર નથી નીકળી, દૂધની કેટલીય થેલીઓ બહાર મૂકેલી જેાઈને ફલેટની શેઠાણીએ જ્યારે પોલીસને બોલાવી તો તે પોતાના બેડ પર નશામાં ધૂત બેભાન પડેલી હતી, તેની ચારેબાજુ ખાલી બોટલ મૂકી હતી. પોલીસે તેના મોબાઈલથી તેના પપ્પાના નંબર પર કોલ કર્યો. તેમણે નિયાનો નંબર કાઢીને તેને બોલાવી. તે દોડતી આવી અને પોતાની હસતીરમતી ફ્રેન્ડની સ્થિતિ જેાઈ તેની આંખો વરસી પડી. પરિધિને જ્યારે ભાન આવ્યું તો તે નિયાને જેાઈને લથડાતા અવાજમાં બોલી, ‘‘તું સાચું કહી રહી હતી કે લિવ ઈન દગો છે.’’ <<<<<.





