વાર્તા - પદ્મા અગ્રવાલ.
રવિવારનો દિવસ હતો. રાતથી જ વાદળ ખૂબ વરસી રહ્યા હતા. મોસમ ખુશનુમા હતો. નિયાએ પોતાના ફેવરિટ મૂળાના પરોઠા બનાવ્યા હતા અને નાસતો કરીને રજા માણવાના મૂડથી ઘસઘસાટ ઊંઘતી હતી. જ્યારે લગભગ ૩ વાગ્યે તેની આંખ ખૂલી તો પરિધિને તૈયાર થતા જેાઈને તેણે પૂછ્યું, ‘‘પરિધિ, શું વાત છે આજે કંઈક વધારે જ સજીધજી રહી છે? આ ડાર્ક લિપસ્ટિક, શોલ્ડર કટ ડ્રેસ કોઈની સાથે ડેટ પર જઈ રહી છે કે શું?’’
‘‘નિયા, આજે તું તારી ફ્રેન્ડના ઘરે નથી જવાની કે શું?’’
‘‘ના યાર, આજે તો હું પૂરો દિવસ ઊંઘીશ કે પછી મારી નોવેલ ગોન વિથ ધ વિંડ પૂરી કરીશ. વેરી ઈન્ટ્રેસ્ટિંગ નોવેલ છે.’’
‘‘પરંતુ આજે તો મારે રૂમમાંથી ૪ વાગ્યે જવું જ પડશે.’’ કહેતા તેના ચહેરા પર સ્માઈલ છવાઈ ગઈ.
‘‘કેમ, કોઈની સાથે ડેટ કરી રહી છે?’’
‘‘યસ માય ડિયર.’’
‘‘કોણ છે?’’
‘‘એ નહીં કહું?’’
પરિધિ?અને નિયા દિલ્લીની આસપાસની છે. એક ગાઝિયાબાદથી તો બીજી મેરઠથી છે. બંનેએ એમબીએ કર્યું અને ૧ વર્ષથી બેંગલુરુમાં રહે છે. બંને મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે. પહેલાં એક વુમન્સ લાઉન્જમાં રહેતી હતી. ત્યાં બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. ઢોસા, ઈડલી અને સંભાર ખાતાં ખાતાં પરેશાન થઈ ગઈ હતી. પછી ત્યાંના રૂલ્સ... રૂમમાં ભોજન લઈને નથી જઈ શકતી... મોડું થતા ચા-નાસ્તો નથી મળતા. પછી ડુંગળીલસણની પણ સમસ્યા હતી. તે લોકોને ત્યાંનું ભોજન નહોતું ગમતું. ૬ મહિના કોઈ રીતે સહન કર્યા પછી બંનેએ ફ્લેટ લઈને રહેવાનું નક્કી કર્યું.
બંને બધો ખર્ચ અડધોઅડધો વહેંચી લેતી. કામ પણ વહેંચી લેતી. કોઈ ઝઘડો નહીં. સાથે મૂવી જેાતી, એકબીજાનાં કપડાં શેર કરતી, પોતપોતાના બોસની વાતો કરીને ખૂબ હસતીરમતી... ઓફિસની?આખા દિવસની ગોસિપ કરતી.
નિયાને વાંચનનો શોખ હતો. નવરાસના સમયે તેના હાથમાં નોવેલ હોત તો પરિધિના હાથમાં મોબાઈલ. તે જુદાજુદા વીડિયો જેાયા કરતી.
આજે પહેલીવાર તેને પરિધિની વાતો નહોતી ગમી. તેણે મજાકિયા લહેકામાં કહ્યું, ‘‘એ જ તારો ચશ્મિશપોપુ આવી રહ્યો છે કે શું?’’
‘‘પરિધિ તું ખોટા રસ્તે ડગ માંડી રહી છે. જેા તારા ઘરવાળાને ખબર પડશે તો?’’
‘‘નિયા તું પણ વૃદ્ધ દાદી જેવી વાતો કરી રહી છે. ચાલ જલદી નીકળવાની તૈયારી કરીઐ ૪ વાગવાના છે... મારે રૂમ પણ ઠીક કરવાનો છે.’’
‘‘તારો ઈરાદો લગ્નનો તો છે નહીં.’’





