વાર્તા – મથુરા મૌર્યા.
લગ્નપહેલાં અમારા મેડમ એક ઓફિસમાં ઓફિસ આસિસ્ટન્ટ હતા પણ શહેર બદલાવાના કારણે તેમણે નોકરી છોડવી પડી. પછી પહેલું બેબી એક વર્ષમાં જ થઈ ગયું. હવે તે ૪ વર્ષની છે, થોડું કામ જાતે કરી લે છે, તેથી મેડમ પાસે કામ ઓછું અને સમય વધારે હોય છે. તેથી એક દિવસે બોલ્યા, ‘‘સાંભળો શૈલેષ.’’
‘‘શું છે માધવી?’’
‘‘હું આજકાલ ઘરમાં ખૂબ કંટાળી જાઉં છું. અહીં મારી પાસે કામ જ કેટલું છે. કામ વિના નવરા બેસી રહેવું તો મૂર્ખતા છે. હું?ઈચ્છુ છું કે થોડા પૈસા કમાઉં. આપણા ઘરની આર્થિક સ્થિતિ પણ સારી નથી.’’ માધવી બોલી.
‘‘કેમ, શું થયું આપણી આર્થિક સ્થિતિને? બધું ઠીક તો છે. હું જેટલા પૈસા કમાઈ રહી છું તેમાં આપણે લોકો સુખચેનથી રહીએ છીએ. બીજું શું જેાઈએ.’’
‘‘ના, હું ઈચ્છુ છું કે મારો પણ ફાળો હોય. જ્યારે હું પણ કમાઈ શકું છું તો કેમ ન કમાઉં. ડબલ ઈન્કમનો અર્થ છે ડબલ બચત.’’
‘‘તે તો ઠીક છે, પણ ઘરને ચલાવવામાં તારો મોટો ફાળો છે. મારા એકલાના વશની વાત નથી કે નોકરી પણ કરું, બાળકોને પણ જેાઉં અને ઘર પણ સંભાળું. સુચારુ રીતે ઘર ચલાવતી રહે, એટલું પૂરતું છે.’’
‘‘ના, હું નોકરી કરવા ઈચ્છુ છું.’’
‘‘ઘર કોણ જેાશે અને પછી આ શહેરમાં તને કોણ નોકરી આપશે?’’
‘‘તેની પાછળ તો આટલા દિવસોથી હું તારી સાથે વાત કરવામાં ખચકાતી હતી. તું જ કોઈ ઉપાય જણાવ?’’
‘‘હું શું કહું, આ નિર્ણય તો તારે જ લેવો પડશે.’’
‘‘કેમ ન એક આયા રાખી લઈએ, પછી હું કોઈ મોલમાં સેલ્સગર્લનું કામ તો કરી જ શકીશ.’’
‘‘કોઈ આયા મા ની જેમ તો બાળકોને ન જેાઈ શકે ને અને પછી જેટલું તું કમાઈશ તે આયા લઈ જશે અને જેા સમસ્યા થશે તે અલગથી. સેલ્સગર્લ્સને તો ૧૨-૧૨ કલાક ઊભા રહેવું પડે છે. હવે તું ૩૫ વર્ષની થવાની છે, ૨૦-૨૧ વર્ષની છોકરીઓ સામે શું ટકીશ?’’ શૈલેષે કહ્યું.
‘‘તો હું ઘરે રહીને પણ કમાઈ શકું છું.’’
‘‘તું ઘર પણ ચલાવ અને કમાણી પણ કર, તેમાં મને શું તકલીફ હોઈ શકે. મને તો ખુશી થશે, પણ શું કરીશ?’’
‘‘વિચારીને જણાવીશ.’’ કહીને માધવી ચુપ થઈ ગઈ.
‘‘મેં વિચારી લીધું છે કે હું કન્ટેન્ટ રાઈટર બનીશ.’’ ૮-૧૦ દિવસ પછી માધવીએ શૈલેષને કહ્યું.
‘‘વાહ, શું વાત છે. રાઈટર બનીને પૈસા તો કમાઈશ જ ખ્યાતિ અલગથી મળશે. શું લખીશ?’’
‘‘ઓનલાઈન કેટલીય કંપનીઓ કન્ટેન્ટ રાઈટર માંગે છે. હું તેમને મારો બાયોડેટા મોકલી દઉં છું.’’
૨ દિવસ પછી માધવી ફરી બોલી, ‘‘શૈલેષ, મને ક્રેડિટ કાર્ડ આપજેા, રૂપિયા ૨૦૦૦ની ડિપોઝિટ એક કન્ટેન્ટ કંપનીને મોકલવી છે. તે કહે છે કે તેમના મૂળ કન્ટેન્ટનો મિસયૂઝ ન થાય એટલે તે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ માંગે છે.’’
‘‘ખૂબ મોટા પાયા પર શરૂઆત કરી રહી છે?’’ શૈલેષે કહ્યું.
ઘરમાં ૨-૩ દિવસ શાંતિ રહી. માધવી દિવસમાં ૪-૫ વાર કમ્પ્યૂટર ખોલીને જેાતી કે કોઈ મેલ તો નથી આવ્યો. પછી એક દિવસે બોલી, ‘‘તે મને ઓનલાઈન ઈન્ટરવ્યૂ માટે બોલાવે છે પણ મારે તેમનું એપ ડાઉનલોડ કરવું પડશે, જેની ફી રૂ. ૨૦૦૦ છે.’’
શૈલેષના ૨૦૦૦ રૂ. બીજા ગયા.
૫ દિવસ પછી તેને પીડીએફ ફાઈલ મળી જેમાં કદાચ ૫૦૦ પાનાં હતાં. તેણે તેનું સંક્ષિપ્તમાં ઈંગ્લિશમાંથી હિન્દીમાં અનુવાદ કરવાનો હતો.
‘‘સાંભળો, આ ખૂબ મુશ્કેલ કામ છે. કમ્પ્યૂટર પર વાંચવામાં મુશ્કેલી પડે છે. ફોન્ટ ખૂબ નાના છે. તેની પ્રિન્ટ કરાવી લાવો.’’ માધવી બોલી.
શૈલેષ પ્રિન્ટ કરાવી લાવ્યો પણ કમ્પ્યૂટર પર માધવી હિન્દી ટાઈપિંગ ન શીખી શકી. તેણે હાથથી લખ્યું તો શૈલેષ પણ તેને ન વાંચી શક્યો. તેને સ્કેન કરીને મોકલવાનો લાભ શું હતો. તેથી એક સાઈબર કેફેને હિન્દીમાં લખેલ પાના દીઠ પૈસા આપીને ટાઈપ કરાવવા માટે આપ્યું. તેને પાના દીઠ રૂ. ૪૦૦ મળતા હતા તેથી તેને આ ખર્ચ વધારે ન લાગ્યો.
પરંતુ ૫ દિવસ પછી મેલ આવ્યો કે કામ પૂરું કરવાનો સમય ૭ દિવસનો હતો તેથી રૂ. ૨૦૦૦ જપ્ત કરવામાં આવે છે અને આગળથી કામ નહીં મળે. રૂ. ૪૦૦૦ આ કંપનીને ગયા, રૂ. ૧૫૦૦ પ્રિન્ટ કરાવવામાં લાગ્યા અને ૧૦ દિવસ પછી હિન્દી ટાઈપ કરનાર પોતાના પૈસા જબરદસ્તી લઈ ગયો અને મેલમાં હિન્દી ફાઈલ મોકલી દીધી.
શૈલેષે ઉત્સુકતાવશ તેને ખોલીને જેાઈ તો ખબર પડી કે એક તો અનુવાદ ખોટો હતો અને બીજું ટાઈપ કરનારે હજાર ભૂલો છોડી હતી. કામના ચક્કરમાં ૧ મહિનાની શાંતિ પણ ગઈ અને પૈસા પણ બરબાદ થયા.
માધવી બોલી, ‘‘એક દિવસે ચોક્કસ કંઈક કરીને બતાવીશ.’’
‘‘ચોક્કસ, ચોક્કસ.’’
‘‘હજી તાજેતરમાં મેં પૈસા કમાવાનો બીજેા સ્રોત શોધી કાઢ્યો છે.’’
‘‘રૂ. ૧૦૦૦ તો ગુમાવી ચૂકી છે. હવે શું ઈરાદો છે?’’
‘‘તારી આ કંજૂસીને જેાતા તો મેં પૈસા કમાવાનું નક્કી કર્યું છે. મેં નક્કી કરી લીધું છે કે હું બાળકોનાં કપડાંનો બિઝનેસ કરીશ.’’
‘‘તું ક્યાંથી કપડાં લાવીશ.’’ શૈલેષે પૂછ્યું.
માધવી બોલી, ‘‘મેં હોલસેલ માર્કેટ શોધ્યું છે. ત્યાં ૮૦ ટકા ડિસ્કાઉન્ટ મળે છે તેને વેચીશ તો પૈસા જ પૈસા.’’
ઘરની બહાર એક બોર્ડ લગાવી દીધું, ‘નવી ફેશનનાં બાળકોનાં કપડાં.’
શૈલેષ બોલ્યો, ‘‘તારી યુક્તિ બરાબર છે. ચાલ, લઈ આવીએ રૂ. ૫૦,૦૦૦નાં કપડાં.’’
‘‘હા, કેટલીક નવી ડિઝાઈનનાં ફ્રોક વગેરે… મેં એક સ્ટોરમાં લગ્ન પહેલાં સેલ્સગર્લનું કામ કર્યું હતું. મને આ લાઈનનો અનુભવ છે.’’ આ વાત વારંવાર પુનરાવર્તિત કરતી.
બીજા દિવસે સાંજે શૈલેષ ઘરે પાછો ફર્યો તો ડ્રોઈંગરૂમમાં કપડાં વિખેરાયેલાં પડ્યાં હતાં અને ઘરનાં બધા ગ્લાસ?આમતેમ પડેલા હતા.
અન્ય મહિલાઓને કામ કરતા જેાઈ મને પણ લાગ્યું કે કંઈક કરવું જેાઈએ. તે માટે વર્ષોથી દબાવી રાખેલા શોખને જ હથિયાર બનાવવાનું વિચાર્યું પરંતુ આ શું, મારાં આ પગલાંથી પતિને ઈર્ષા થવા લાગી અને પછી તે જ થયું જેની આશા નહોતી.
માધવી બોલી, ‘‘જૂની ડિઝાઈનનાં કપડાં લઈ આવ્યાં. ૧૦-૨૦ મહિલાઓ આવી, ચા પણ પીધી અને બધાં કપડાં ખોલાવીને જતી રહી. એક પૈસાની કમાણી ન થઈ. ૪-૫ પોતાનાં બાળકોને પહેરાવીને જેાવા લઈ ગઈ છે.’’
શૈલેષ બોલ્યો, ‘‘પહેલા જ દિવસે રૂ. ૧૦ હજારનો ચૂનો લાગી ગયો. અચ્છા, મારી છોકરીને આ ફ્રોક ફિટ આવશે તો માનીશ કે તારો ટેસ્ટ સારો છે.’’
માધવીએ પહેરાવીને જેાયું ટાઈટ હતું અને ખેંચતા ફાટી ગયું.
ત્યારે કોઈ ખરીદદાર આવ્યો જે ૫-૬ કપડાં લઈ ગયો હતો તેને પાછા આપી ગયા કે સાઈઝ પણ ઠીક નથી, કપડાં પણ ખરાબ છે અને ડિઝાઈન પણ નથી સારી.

બંટી એ પણ એક પણ કપડું પહેરવાની ના પાડી દીધી. મેડમને આપવાનો પ્રયાસ કર્યો તો બોલી, ‘‘મેડમ, આ જે વસ્તુ રૂ. ૫૦૦માં તમે વેચી રહ્યા છો, અમારે ત્યાં મંગળવાર બજારમાં રૂ. ૫૦માં વેચાય છે.’’ અને તેણે મફતમાં પણ લઈ જવામાં ના પાડી દીધી કે તે તેનું શું કરશે.
થોડા દિવસ પછી માધવીએ ફરી શૈલેષને કહ્યું, ‘‘સાંભળો.’’
‘‘તું આમ સાંભળો ન બોલ, મારું દિલ બેસી જાય છે. મને લાગે છે તું પૈસા કમાવાનું નવો સાહસિક ધંધો શરૂ કરવાની છે.’’ શૈલેષ ગભરાઈને બોલ્યો.
‘‘તમે સાંભળો તો ખરા.’’
‘‘સાંભળો.’’
‘‘આ કપડાં વેચવાનો વેપાર મારાથી નહીં થાય.’’
‘‘મોડા મોડા પણ સમજાયું ખરું.’’
‘‘તમે બોલો, મારું પેઈન્ટિગ કેવું છે?’’
‘‘મારી દીકરીની ડ્રોઈંગ કોપીમાં તને ડ્રોઈંગ કરતા જેાઈને કહી શકું છું કે તું પેઈન્ટિંગમાં નિપુણ છે.’’
‘‘પેઈન્ટિંગનું કામ કરું તો કેવું રહેશે. આજકાલ તો પેઈન્ટિંગ કરોડોમાં વેચાય છે.’’
‘‘સારું રહેશે. લોકો પોતાના ઘરમાં?આર્ટિસ્ટનાં પેઈન્ટિંગ્સ લગાવડાવવા ઈચ્છે છે. શરૂઆત કરી દે બનાવવાની.’’ શૈલેષે જીવ બચાવવા માટે કહ્યું.
‘‘પહેલાં સામાન લાવી આપો. પછી શરૂ કરીશ.’’
‘‘સામાન?’’
‘‘હા, પેઈન્ટિંગ્સનો સામાન. લખી લો.’’
‘‘તે તો ખૂબ મોંઘો હશે.’’
લિસ્ટ શું પૂરો કિચનનો રોલ હતો. કોઈ ૨૦૦ આઈટમ્સ હતી.
‘‘તો શું થયું એક પેઈન્ટિંગ વેચાતા લાભ જ લાભ છે.’’
‘‘કેટલા થશે?’’
‘‘માત્ર રૂ. ૪૦ હજારની આસપાસ. હું પૂછીને આવું છું.’’
‘‘બાપ રે, ના બાબા આ તો મારી બધી બચત મૂડી છે. તું ઓછામાં જ શરૂ કર.’’
‘‘નાના પાયે શરૂ કરીને કોઈ કંઈ ન બની શકે?’’
‘‘ના, હું મારી મૂડી ખર્ચ ન કરી શકું. ૧૦-૨૦ હજાર રૂપિયા મૂડી બમણી થઈ જશે.’’
‘‘બીજા વર્ષ સુધી તમારી મૂડી બેગણી થઈ જશે.’’
‘‘ના.’’
‘‘જુઓ, સાંભળો તો ખરા.’’
‘‘બિલકુલ નહીં.’’
‘‘આ તને શું થઈ ગયું છે. આ રીતે ઘરમાં અશાંતિ કરવાથી શું લાભ.’’
‘‘૧ મહિનાથી તું તમાશો કરી રહી છે. હું કોઈ કરોડપતિ નથી જે તારા શોખ માટે લાખો રૂપિયા ખર્ચ કરી દઉં.’’
‘‘હું મારા શોખ માટે સામાન નથી માંગતી… હું થોડા પૈસા કમાઈશ, એટલે તમને મારી ઈર્ષા આવે છે.’’
‘‘મને ઈર્ષા કેમ થવા લાગી. તું જ વિચાર, જેા તારાં પેઈન્ટિંગ્સ નહીં વેચાય તો બધા પૈસા પાણીમાં જતા રહેશે. ક્યારેક પૈસાની જરૂર પડી તો શું કરીશું?’’
‘‘સારું તમારા પૈસા પર સાપ બનીને કુંડળી મારીને બેસી રહો. હું મારા ગળાની ચેન વેચીને સામાન લઈ આવું છું.
‘‘એટલે તને એટલો વિશ્વાસ છે કે પેઈન્ટિંગ્સ વેચાઈ જ જશે તેથી ગળાની ચેન સધ્ધાં વેચવા તૈયાર છે?’’
‘‘તમારા જેવા માણસ સાથે પાલો પડ્યો છે તો બીજું શું કરી શકાય.’’
‘‘ગળાની ચેન ન વેચ. કાલે બેંકમાંથી લોન લઈ લઈશું.’’
હવે આપણા ઘરની તમામ દીવાલો પર પેઈન્ટિંગ્સ છે, પડદા પર રંગ લાગેલા છે, ટ્યૂૂબ, શીશીઓ આમતેમ વિખેરાયેલા પડ્યા છે. ડ્રોઈંગરૂમનો એક ખૂણો માધવીએ પડાવી લીધો જ્યાં તેનો સામાન પડેલો રહેતો અને ૩૦-૪૦ કેન્વાસ અડધાઅધૂરા પડ્યા છે કારણ કે માધવી ગલગોટાના ફૂલ અને પહાડ પર ઝૂંપડીથી આગળ ન વધી શકી. હા, આજકાલ તેણે પોતાના ડ્રેસ આર્ટિસ્ટવાળા કરી લીધા છે.
હવે તે મેકઅપ નથી કરતી. વાળ વિખેરાયેલા રહે છે. કોટનની સાડી પહેરી રાખે છે. નખ પર પેઈન્ટિંગ લાગી રહે છે.
કોઈપણ આવે છે તો શૈલેષ ખોટું બોલે છે કે માધવીને એક હોટલમાં ૫૦ રૂમ માટે પેઈન્ટિંગનો ઓર્ડર મળ્યો છે. જેવો હોટલ માલિક પેઈન્ટિંગ ખરીદી લેશે તે ચેક મોકલી દેશે. માધવી ડ્રોઈંગરૂમમાં ઊંઘે છે અને શૈલેષ ડબલ બેડ પર આરામથી ઊંઘે છે.
‘‘વેચાયું કંઈ નહીં?’’
‘‘મારી પૂરી ફેક્ટરીમાં માત્ર એક જ એવો માણસ હતો જેને તેં બનાવેલ એક પેઈન્ટિંગ ગમ્યું. બાકી ન વેચાયા. બધા પૈસા પાણીમાં જતા રહ્યા.’’
‘‘થોડું મન લગાવીને વેચતા તો ચોક્કસ વેચાઈ જતા. પેઈન્ટિંગ એટલા ખરાબ તો નહોતા?’’
‘‘હા, પૂરો દોષ મારો જ છે. તું તેમાં જ સંતુષ્ટ હોય તો એ ભલે.’’
‘‘કેટલાય રૂપિયાનું નુકસાન થઈ ગયું છે ને. મને ખૂબ ખરાબ લાગી રહ્યું છે.’’
‘‘ચાલો, જે થયું તે ઠીક. હવે પહેલાં જેવી અર્થવ્યવસ્થા પર ચાલીએ એટલે કે હું કમાઉં અને તું ખર્ચ કરતી રહે. જેા આ રીતે તું પણ કમાતી રહી તો ભીખ માંગવાની સ્થિતિ આવી જશે.’’
‘‘ચાલો, મજાક ન કરો. એક વાત સાંભળો.’’
‘‘ક્યારેય નહીં. હવે હું કંઈ નહીં સાંભળું અને હું એ સ્થિતિમાં છું જ નહીં કે કંઈ સાંભળી શકું.’’
‘‘શું લખો છો’’
‘‘તારી લેખનસામગ્રીનો સદુપયોગ કરી રહ્યો છું. વાર્તા લખી રહ્યો છું.’’
‘‘અચ્છા, કેવી કહાણી છે?’’
‘‘ઘરેલુ કહાણી છે.’’
‘‘મને પણ સંભળાવો.’’
‘‘પૂરી થવા દે, વાંચી લેજેા.’’
‘‘છપાઈ જશે?’’
‘‘આ વાર્તાને વાંચીને તો કઠોરમાં કઠોર સંપાદક પણ ઓગળી જશે. છપાવાની પૂરી
આશા છે.’’ <<<<<.





