સામગ્રી
૧ કપ સિંગ દાણા
૧ મોટી ચમચી વેસણ
૧ નાની ચમચી આદું ઝીણું સમારેલું
૧ નાની ચમચી લીલું મરચું સમારેલું
૧ નાની ચમચી કોથમીર સમારેલી
ચપટી હળદર
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧ નાની ચમચી ધાણા પાઉડર
૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર
તેલ જરૂર મુજબ
મીઠું સ્વાદ મુજબ.

રીત
સિંગ દાણા અને તેલ સિવાયની સામગ્રી મિક્સ કરો. જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. પેનમાં તેલ ગરમ કરો. સિંગ દાણાને ખીરામાં લપેટીને મધ્યમ ગેસ પર ક્રિસ્પી થવા સુધી તળો. લીલી ચટણી સાથે પીરસો.

વધુ વાંચવા કિલક કરો....