અવારનવાર બનતી બળાત્કારની ઘટના આપણને હચમચાવી નાખે છે, પરંતુ આપણે તેને અટકાવવા માટે કંઈ ખાસ નથી કરી શકતા. સરકાર અને પોલીસ પણ આવી ઘટના અટકાવી નથી શકતી. ગૂગલ, યૂટ્યૂબ પર મોટી સંખ્યામાં વલ્ગર વીડિયો, અભદ્ર ફિલ્મો, જાહેરાત, અયોગ્ય ઉછેર, પૌરુષત્વને સાબિત કરવાની પ્રબળ ઈચ્છા, બદલો, દુશ્મની, ઠેરઠેર નશાની દુકાનો, મોડર્ન માનસિકતા દર્શાવીને છોકરા પર આંધળો ભરોસો કરતી છોકરીઓ, દ્વિઅર્થી સંવાદ, નિમ્ન માનસિકતા, ઘટતી માનવતા વગેરે. એક અન્ય મહત્ત્વનું અને મોટું કારણ છે છોકરાઓની મર્દાનગીની મજાક ઉડાવવી અથવા તો તેમને ઉશ્કેરવા, જેમાં ક્યારેક મિત્ર, ક્યારેક સગાંસંબંધી તો ક્યારેક સ્વયં છોકરીઓ પણ સામેલ હોય છે. ‘અરે, આ તો મૂછોવાળું બાળક છે’, તેના હજી દૂધના દાંત પણ તૂટ્યા નથી, ‘ક્યાંક થર્ડ જેન્ડર તો નથી ને...’ વગેરે. આવા ઘૃણાજનક વાક્યોથી છોકરાઓની મર્દાનગીને ઠેસ પહોંચે છે, જે તેમના માટે અસહ્ય બની જાય છે. તેનાથી દુખી થઈને તેઓ પોતાની મર્દાનગીને સાબિત કરવા માટે બળાત્કાર જેવા ગેરકાનૂની, અનૈતિક તેમજ ઘૃણાસ્પદ પગલાં ભરે છે.
કઢંગી વાત
બાળપણથી છોકરાઓના મગજમાં એ વાતને મજબૂત રીતે ઠસાવવામાં આવે છે, ‘તું છોકરી નથી પુરુષ છે, શક્તિશાળી છે’, ‘છોકરા થોડા રડે, રડે છે તો છોકરીઓ’. તેનો અર્થ એ છે કે તમે વધારે લાગણીશીલ કે ભાવુક પણ નથી થઈ શકતા. છોકરાઓ ઘરમાં પણ પોતાની બહેન, મા, ફોઈ, કાકી જેવી મહિલાને જેાતા હોય છે કે તેમને મોડી રાતે ક્યાંય પણ બહાર જવા દેવામાં નથી આવતી, કારણ કે બહાર તેમને પુરુષોથી જેાખમ હોય છે, કોઈ તેમની સાથે જબરદસ્તી કરી શકે છે, પરંતુ બીજી તરફ છોકરાઓને કોઈ ડર નથી, કારણ કે તેઓ પુરુષ છે.
સામાજિક દષ્ટિકોણથી પણ છોકરાઓ ભવિષ્ય બાબતે નિશ્ચિંત હોય છે, કારણ કે પોતાના જ ઘરપરિવારમાં માનસન્માન સાથે હંમેશાં રહેવાનું છે. તે જાણે છે કે તેમને પોતાના ઘરેથી વિદાય લઈને બીજે ક્યાંય નથી જવાનું. તેઓ ઘરપરિવારના વારસ છે. તેઓ દિલથી સાહસિક અને શરીરથી બળવાન પણ હોય છે, તેથી જન્મથી તેમને શારીરિક, માનસિક અને સામાજિક એમ તમામ પરિસ્થિતિને જેાતા મજબૂત, સ્વતંત્ર અને ભારતીય સમાજમાં શરૂઆતથી છોકરીઓથી ઊંચા સ્થાન પર મૂકવામાં આવે છે. આ સ્થિતિમાં તેઓ જ્યારે કિશોર, યુવાન થવા લાગે છે ત્યારે કોઈને જેા તેની મર્દાનગી બાબતે શાબ્દિક પ્રહાર કરવામાં આવે તો તે જખમી થઈ જાય છે ત્યારે તે ઉશ્કેરાઈને પોતાની મર્દાનગી સાબિત કરવા માટે ગમે તે કરે છે. ત્યાં સુધી કે કોઈ પણ ઉંમરની, કોઈ પણ છોકરી કે મહિલા પર બળાત્કાર જેવું હીન કૃત્ય પણ કરી બેસે છે.





