મા-દીકરીનો સંબંધ ખૂબ પ્રેમાળ અને વહાલભર્યો હોય છે. દરેક મા ઈચ્છે છે કે તેની દીકરી તેની સાસરીમાં ખુશ રહે, જેા સંતાનમાં એકમાત્ર દીકરી જ હોય તો મા તેના ભવિષ્ય માટે થોડી વધારે ચિંતા કરે છે. આ જ કારણસર મા પોતાની દીકરીને બાળપણથી સારા સંસ્કાર આપે છે, પરંતુ પરિવર્તનશીલ સમાજમાં હવે માન્યતા બદલાઈ રહી છે. આજકાલ મોટાભાગના ઘર તૂટવાનું કારણ માતાપિતાનો દીકરીની ઘરગૃહસ્થીમાં બિનજરૂરી હસ્તક્ષેપ અને તેમના દ્વારા આપવામાં આવતું શિક્ષણ હોય છે. જેા દીકરી પોતાની સાસરીમાં ખુશ હોય, તેને પોતાના પતિ અને સાસરીના લોકો સામે કોઈ ફરિયાદ ન હોય તો માની ફરજ હોય છે કે તે પણ દીકરી અને તેની સાસરીના લોકો સાથે મજબૂત સંબંધ બનાવે.
ભાવનાત્મક લગાવ
સંતાનમાં એકમાત્ર દીકરી હોય તો તેના જન્મથી પોતાના ઘરની લાડકી હોય છે. આ જ કારણસર તેના પેરન્ટ્સ પોતાની દીકરી માટે ઓવર પ્રોટેક્ટિવ હોય છે. તેઓ તેની દરેક ઈચ્છાને શક્ય પૂરી કરવાનો પ્રયાસ કરે છે. આ દીકરી પોતાના પેરન્ટ્સ સાથે એટલી વધારે જેાડાયેલી હોય છે કે તે પોતાની સાસરીમાં જઈને પણ પૂરો સમય માબાપ માટે ટેન્શન અનુભવતી હોય છે. તેના માટે બીજા સાથે તાલમેલ બેસાડવો અને શેરિંગ કરવું મુશ્કેલ પડે છે. પોતાના ઘરે પેરન્ટ્સ પાસેથી તેમને વિશેષ ધ્યાન મળતું હતું, તેથી તે સાસરીમાં પણ એવી જ અપેક્ષા રાખવા લાગે છે અને ન મળતા મનની પીડા પોતાની માને કહેવા લાગી જાય છે. વીડિયોકોલ અથવા ઓડિયોકોલથી દીકરી દરેક પળની ખબર પોતાની મા સુધી પહોંચાડતી હોય છે અને માની આક્રોશિત પ્રતિક્રિયા તેના વ્યવહાર અને જીભમાં ભળીને વ્યક્ત થઈને એકબીજા સાથેના ઝઘડાનું કારણ અથવા આગળ જઈને સંબંધમાં કડવાશ પેદા કરી દે છે.
દીકરીની સમસ્યા
દીકરીની સમસ્યા સાંભળીને આરતી ખૂબ દુખી થઈ જતી. તેના ઘરના લોકો તેને સમજાવતા, પરંતુ હવે તેને પોતાનો જમાઈ વિલન લાગતો, કારણ કે લગ્ન કરીને તેના સપનાં પણ તૂટી ગયા હતા. તેને નાસ્તામાં આમલેટ જેાઈતી હતી, જ્યારે સીમાને કાંદાથી ચીડ હતી. ન તો સુકેશને સમય પર ચા મળતી હતી કે ન ખાવાનું, કારણ કે કાચની ઢીંગલી જેવી તેની પત્ની તો ઘરના કામ કરી શકતી નહોતી. આખરે નારાજ થઈને સુરેશે એક દિવસ ગુસ્સામાં તેની પર હાથ ઉપાડી લીધો. બસ પછી શું. આરતી બહાનાની શોધમાં હતી. તે પ્રેગ્નન્ટ દીકરીને પોતાના ઘરે લઈ આવી. જેાકે તેના સંબંધમાં કડવાશ તો લગ્નના દિવસથી શરૂ થઈ ગઈ હતી, પરંતુ સ્થિતિ એ હદે વણસી કે સમાધાન ન થઈ શક્યું. હવે સીમા એ ઘડીને દોષ આપે છે, જ્યારે તે માનો હાથ પકડીને પિયર આવી ગઈ હતી.
નોઈડાની સ્મિતાના લગ્નને ૨ વર્ષ જ થયા હતા. તેને એક દીકરો પણ છે. કોઈ સામાન્ય વાત પર તેનો પતિ સાથે ઝઘડો થયો ત્યારે તેણે તરત રાઈનો પહાડ કરતા માને ફરિયાદ કરી દીધી. જેાકે નાનીનાની વાતમાં બોલચાલ તો બધા પતિપત્ની વચ્ચે થતી હોય છે, પરંતુ સ્મિતાની રોજરોજની ફરિયાદ અને અણબનાવની વાત સાંભળીને તેની માએ તેને પોતાની પાસે બોલાવી લીધી અને તેના પતિ વિરુદ્ધ અત્યાચારનો કેસ દાખલ કરી દીધો. હકીકતમાં સ્મિતા સંયુક્ત પરિવારમાં નહોતી રહેવા ઈચ્છતી અને આ જ કારણસર ઘરમાં અવારનવાર ઝઘડા થતા રહેતા. તે દીકરાને લઈને પિયરમાં આવી ગઈ અને દહેજ તથા અત્યાચારનો આરોપ મૂકીને અદાલતમાં કેસ કરી દીધો.
આ રીતે લગ્ન પછી દીકરીના પરિવાર વેરવિખેર થવાના ૪૦ ટકા કિસ્સામાં છોકરીની માનો હસ્તક્ષેપનું મુખ્ય કારણ રહે છે. છેલ્લા ૪ વર્ષમાં મહિલા પરિવાર પરામર્શ કેન્દ્રમાં પહોંચેલા કેસમાં આ હકીકત સામે આવી છે. ૪ વર્ષમાં અહીં ૧૬૪૭ કેસ આવ્યા હતા, તેમાંથી લગભગ ૬૦૦-૭૦૦ કેસમાં છોકરીની માના હસ્તક્ષેપના લીધે વાત વધારે વણસી હતી. જેાકે કાઉન્સેલિંગ પછી કેટલાક પરિવાર તૂટતા બચી ગયા તો કેટલાક પરિવાર માના બિનજરૂરી હસ્તક્ષેપના લીધે વિખેરાઈ ગયા.
માતાપિતાનો હસ્તક્ષેપ
પરિવારમાં જેાવા મળે છે કે એકમાત્ર સંતાન એવી દીકરીની દરેક ઈચ્છા અથવા જરૂરિયાત પૂરી કરવાની પેરન્ટ્સ તમામ કોશિશ કરે છે, કારણ કે પોતાની દીકરી તેમના જીવનની સૌથી મહામૂલી મૂડી છે. બીજા ભાઈબહેન ન હોવાથી એકમાત્ર દીકરી પોતાના ખભા પર ખૂબ મોટો બોજ અનુભવે છે. પેરન્ટ્સ અને દીકરી બંને એકબીજા માટે ખૂબ ચિંતિત અને પરેશાન રહેતા હોય છે. એકમાત્ર સંતાન એવી દીકરીને માત્ર પોતાની જરૂરિયાત પર ધ્યાન આપવાની ટેવ હોય છે. આ સ્થિતિમાં બીજા માટે સહાનુભૂતિ અનુભવવામાં તેને મુશ્કેલી પડે છે. જેાકે માતાપિતા સતત તેમની સમસ્યાનું સમાધાન કરતા રહે છે, તેથી કોઈ પણ મુશ્કેલીના સમયમાં તેમની સલાહ માંગે છે, કારણ કે તેમને વસ્તુ સરળતાથી મળતી હોય છે, તેથી કોઈ પણ મુશ્કેલી આવતા ગભરાઈ જાય છે. એકમાત્ર સંતાન હોવાથી ઘરની તમામ વસ્તુ પર તેનો હક હોય છે, તેથી તેમના મનમાં ઠસી જાય છે કે જે ઈચ્છે તે મેળવવું તેનો અધિકાર છે. એકમાત્ર દીકરી પોતાના પેરન્ટ્સની આશા અને મહત્ત્વાકાંક્ષા માટે જીવવાના પ્રયાસમાં જેાડાયેલી રહે છે.
ગિફ્ટ્સ
ભેટ દરેકને ગમતી હોય છે, પરંતુ વધારે ભેટ આપીને તમે તમારી દીકરીની ટેવ બગાડી રહ્યા છો. જેા તેની સાસરીના લોકો તમારી દીકરીના શોખ પૂરા કરી શકતા ન હોય તો તમે તેને નાણાકીય મદદ ન કરો. આવી મદદ કરીને તમે તેના સાસરીના લોકોને નિમ્ન દર્શાવી રહ્યા છો અને પરસ્પરના સંબંધને બગાડવાની શરૂઆત કરી રહ્યા છો. તમારે દીકરીના ગૃહસ્થજીવનમાં હસ્તક્ષેપ ન કરવો જેાઈએ. જેા તમે દીકરીની સાસરીના લોકોને અને તમારા જમાઈને કંઈ પણ કહેવા નથી ઈચ્છતા તો એ રીતે કહો કે તેમને ખોટું ન લાગે, નહીં તો આ કારણસર તમારા અને તેમના સંબંધમાં કડવાશ આવી શકે છે. આ વાત સાંભળવામાં ભલે ને અટપટી લાગે, પરંતુ વાત ૧૦૦ ટકા સાચી છે કે માબાપ દ્વારા નાનીનાની વાતમાં ચંચુપાત કરવાથી પરિવાર ઝડપથી તૂટે છે. મનમોટાવ અને વાદવિવાદથી શરૂ થઈને સ્થિતિ ડિવોર્સ સુધી પહોંચે છે. મોટાભાગના કિસ્સામાં સંબંધ તૂટવાનું મુખ્ય કારણ દીકરીની ઘરગૃહસ્થીમાં તેની માનો બિનજરૂરી હસ્તક્ષેપ હોય છે. આ કારણસર દીકરી પણ પોતાની સાસરીની ઉપેક્ષા અને પિયર પ્રત્યે વધારે લગાવ રાખે છે. પિયર પ્રત્યે સમર્પિત એકમાત્ર સંતાન એવી લાડકી પતિ અને સંબંધીઓને માન આપવા નથી ઈચ્છતી.
દાનદહેજ લઈને આવેલી દીકરીના મનમાં એ વાત ઘર કરી જાય છે કે પતિ સાથે તેનો સંબંધ નથી બંધાયો, પરંતુ તેની ખરીદી કરવામાં આવે છે અને તેની પર માત્ર ને માત્ર તેના પતિનો હક છે. ત્યાર પછી તે પોતાની સાસરીમાં મનમરજી અને દુર્વ્યવહાર કરવાથી પણ દૂર રહેતી નથી અને આ વ્યવહાર વધતાંવધતાં ૭ ફેરાનું પવિત્ર બંધન કોર્ટકચેરીના ચક્કરમાં ફસાઈ જાય છે. પારિવારિક સંબંધમાં થઈ રહેલા નુકસાનના મુખ્ય કારણોમાં એક પતિપત્નીના દાંપત્યજીવનમાં માનો અનૈતિક હસ્તક્ષેપ જેાવા મળે છે.
– પદ્મા અગ્રવાલ.





