આ જેા મીનલે લાઈટ બ્લૂ કલરનો સુંદર ડિઝાઈનર સૂટ પહેર્યો હતો જે તેણે મોલમાં કેટલીય શોપ્સ ફરીને શોધ્યો હતો. તેની પાસે ડ્રેસ ખરીદવાની પતિએ આપેલી ૫૦૦ની માત્ર ૪ નોટ હતી. તેથી તેણે ભાવતાલ કરીને ૧,૮૦૦માં આ ડ્રેસ લઈ લીધો હતો. બાકીના બસ્સોમાં મેચિંગ સેન્ડલ ખરીદી લીધા હતા. જ્યારે તે ખૂબ શોખથી પહેરીને પોતાની સાહેલીઓની દિવાળી પાર્ટીમાં પહોંચી તો અનુભા અને વિશાખાનો સ્ટાઈલિશ ડ્રેસ જેાઈને તેની આંખો પહોળી થઈ ગઈ. અનુભાએ બ્લેક કલરની સિંગલ સોલ્ડર્ડ મિડી પહેરી હતી જેની પર સિલ્વર વર્ક હતું તો ત્યાં વિશાખા ગોલ્ડન વર્કવાળા મરૂન કલરના ડિઝાઈનર ગાઉનમાં ચમકતી હતી. તેમને જેાઈને મીનલને પોતાનો ડ્રેસ ખૂબ સિમ્પલ અને ઓલ્ડ ફેશનનો લાગવા લાગ્યો. તેને મનોમન અનુભા અને વિશાખાની ઈર્ષા થવા લાગી. બંનેના હસબન્ડ ખૂબ પૈસાદાર કુટુંબના હતા. તેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી અને તેની ઝલક તેમનાં કપડાંમાં દેખાતી હતી. મીનલના ચહેરાની સ્માઈલ ફીકી પડી ગઈ અને ઈર્ષાના ભાવ ચહેરા પર સ્પષ્ટ દેખાવા લાગ્યા. શાલિની સવારથી પોતાની નણંદ નિશાના ફોનની રાહ જેતી હતી. નિશાએ ૨ મહિના પહેલાં જ જાહેરાત કરી હતી કે આ વખતની દિવાળીમાં પૂરો પરિવાર તેના ઘરે ભેગો થશે. શાલિનીના પતિ ૨ ભાઈ હતા. ૨ પિતરાઈ ભાઈ પણ હતા. નિશાએ આ વખતે બધાને બોલાવવાનો પ્લાન બનાવ્યો હતો. બપોરે નિશાએ શાલિનીને મેસેજ કરીને ઈન્વાઈટ કરી. શાલિની તૈયારી કરવા લાગી. તેને એ વિચારીને ખોટું લાગ્યું કે નિશાએ તેને કોલ ન કર્યો માત્ર મેસેજ કરી દીધો.
પાર્ટીનો આનંદ
ત્યારે તેની દેરાણીનો ફોન?આવ્યો. તેણે જણાવ્યું કે નિશાએ ફોન કરીને તેના પૂરા પરિવારને ઈન્વાઈટ કર્યો છે. શાલિનીએ તરત પોતાની બીજી દેરાણીને ફોન કર્યો અને પૂછ્યું કે નિશાએ ફોન કર્યો હતો કે મેસેજ. તેણે પણ જ્યારે જણાવ્યું કે નિશાએ ફોન કરીને ખૂબ પ્રેમથી બોલાવી છે તો શાલિનીનું મોં ઊતરી ગયું. તેને નિશા પર ગુસ્સો?આવવા લાગ્યો કે તેણે એક તેને જ ઈગ્નોર કરી છે. તેને ફોન ન કરીને મેસેજ કર્યો. આ વાત શાલિનીના મનમાં ખટકી?અને તે નિશાને ત્યાં પહોંચીને પણ દિવાળી પાર્ટીનો આનંદ ન માણી શકી. તેના મનમાં નિશા પ્રત્યે નારાજગી હતી. ઓફિસમાં દિવાળી પાર્ટી દરમિયાન કોન્ફરન્સ હોલમાં દરેક ડિપાર્ટમેંટના લોકો ભેગા થયા હતા. પ્રભાને થોડા સમય પહેલાં જ સારા પર્ફોર્મન્સ માટે એક એવોર્ડ મળ્યો હતો. તેના એક આર્ટિકલને એક મોટા મેગેઝિનમાં સ્પેસ પણ મળી હતી અને તેની યૂ-ટ્યૂબ ચેનલનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. કહેવાનો અર્થ એ કે અત્યારે તો તેણે ખૂબ પ્રશંસનીય કામ કર્યા હતા અને તેની સાહેલી માનસી લોકો સમક્ષ મોટાભાગે તેની પ્રશંસા પણ કરતી રહેતી હતી.
આજે પણ તે માનસી સાથે જ હતી. બીજા ડિપાર્ટમેન્ટની એક નવી આવેલી છોકરી નિભા સાથે પ્રભાનો પરિચય કરાવતા માનસી બોલી કે આ પ્રભા છે. તેને તાજેતરમાં બેસ્ટ જર્નાલિસ્ટનો એવોર્ડ પણ મળ્યો છે. તેની આગળ તે જણાવવા ગઈ ત્યાં સુધીમાં નિભા ઓકે નાઈસ કહીને આગળ વધી ગઈ. પ્રભાને નિભાના આ એટિટ્યૂડથી ખૂબ ઠેસ પહોંચી. નિભાએ તેને બિલકુલ ભાવ નહોતો?આપ્યો જ્યારે બીજા લોકો તો દિલ ખોલીને તેની પ્રશંસા કરી રહ્યા હતા. તે પછી પ્રભાના હોઠ પરથી હાસ્ય ગાયબ થઈ ગયું અને તેની જગ્યાએ નિભા સામે એક ચિડથી જેાવા લાગી.
જેથી મજા ખરાબ ન થાય
આજે સવાર સવારમાં નમિતાનો પોતાના હસબન્ડ સાથે ઝઘડો થઈ ગયો. ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે અને બંને એ ડિસાઈડ નહોતા કરી શકતા કે આ ફેસ્ટિવલમાં નમિતાની બેસ્ટ ફ્રેન્ડને ત્યાં જવાનું છે કે તેના હસબન્ડના ચાઈલ્ડહૂડ ફ્રેન્ડના ઘરે. હકીકતમાં, નમિતાની સાહેલીએ ૧૫ દિવસ પહેલાં જ તે બંનેને પોતાને ત્યાં આમંત્રિત કર્યા હતા જ્યારે આ ગાળામાં તેના હસબન્ડના મિત્રે પણ ઘરે આવીને તેમને પોતાને ત્યાં આવવાનું નિમંત્રણ આપ્યું. હવે અંતિમ સમયમાં બંને પોતાના મિત્રના ઘરે જવાની જિદ્દ પર અડેલા હતા. પરિણામ એ આવ્યું કે બંને વચ્ચે વાતચીત જ બંધ થઈ ગઈ અને ફેસ્ટિવલ સેલિબ્રેશનની મજા બગડવા લાગી. સત્ય છે કે આ પ્રકારના કેટલાંય સામાન્ય કારણ હોઈ શકે છે જેા ફેસ્ટિવલ જેવા ખુશનુમા પ્રસંગે પણ તમારા ટેન્શનનું કારણ બની જાય છે. પરંતુ આ બધાથી શું મળે છે? માત્ર મનમાં અશાંતિ, ગુસ્સો, ક્ષોભ, નારાજગી અને ઉદાસી વધે છે. આ રીતે તમે તમારા મનની શાંતિ અને ફેસ્ટિવલ્સના ઉત્સાહની હત્યા કરી દો છો. તમે તમારી જાત સાથે અને પ્રિયજનોથી નારાજ રહેવા લાગો છો.
શું તમે જાણો છો
શું તમે જાણો છો કે દુનિયાના સૌથી ખુશહાલ દેશમાં આપણું ભારત નથી આવતું. તાજેતરમાં વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બહાર પાડ્યો જેના પ્રમાણે, ફિનલેંડ, ડેનમાર્ક, આઈસલેંડ, સ્વીડન અને નોર્વે જેવા દેશ વિશ્વના સૌથી ખુશહાલ દેશ છે. ઈન્ટરનેશનલ હેપીનેસ રિપોર્ટમાં ભારત ૧૨૫મા ક્રમાંક પર છે. એટલે કે ભારત ખુશીની બાબતમાં ૧૨૫મા સ્થાન પર આવે છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાન (૧૦૮), મ્યાનમાર (૭૨), નેપાળ ( ૭૮), બાંગ્લાદેશ (૧૦૨) અને ચીન (૬૪)ને લિસ્ટમાં ભારતથી ઉપર મૂકવામાં આવ્યા છે એટલે કે અમારાથી વધારે ખુશહાલ તો પાકિસ્તાનના લોકો માનવામાં?આવ્યા છે. દુનિયાના સૌથી ખુશહાલ દેશોમાં યુરોપિયન દેશ જ સામેલ છે અને ટોપ ૨૦ ખુશહાલ દેશની યાદીમાં એક પણ એશિયન દેશ નથી. વર્લ્ડ હેપીનેસનો આ રિપોર્ટ ગેલપ વર્લ્ડ પોલનાં?આધારે તૈયાર થાય છે. આ રિપોર્ટ તૈયાર કરતી વખતે વિભિન્ન દેશના લોકોની લાઈફસ્ટાઈલ, ત્યાંનો જીડીપી, સોશિયલ સપોર્ટ, ઓછો ભ્રષ્ટાચાર?અને એકબીજા પ્રત્યે બતાવેલા પ્રેમને આધાર બનાવવામાં આવે છે.
થોડું વિચારો
થોડું વિચારો, આપણે હેપી કેમ નથી રહેતા? આપણામાં આ ગુસ્સો?અને ક્ષોભ કેમ ભરાયેલો રહે છે? આપણે વધારે સમય વ્યગ્ર, ચિંતિત, દુ:ખી અને તાણમાં કેમ રહીએ છીએ? નાની-નાની વાત પર ઝઘડો કેમ કરીએ છીએ. એકબીજાને મળવાથી ખચકાઈએ છીએ. આ ચક્કરમાં જીવનની ખુશીથી દૂર રહેવા લાગીએ છીએ. તેનું કારણ શું છે? કેમ બીજા દેશની સરખામણીમાં આપણો હેપીનેસ ઈંડેક્સ આટલો પાછળ છે? ક્યાંક ને ક્યાંક તે આપણે ત્યાંના ધાર્મિક, સામાજિક અને જાતીય ભેદભાવનું પરિણામ છે. આપણે સમાજમાં બધાને સમાન નથી માનતા. અસ્પૃશ્યતા?અને ભેદભાવનાં દશ્યો દરેક જગ્યાએ મળી જાય છે અને સરકાર પણ તેને પ્રોત્સાહન જ આપે છે. સરકાર સામાન્ય નાગરિક સુવિધાઓ પણ યોગ્ય રીતે ઉપલબ્ધ નથી કરાવી શકતી. ભીડ વધારે છે પણ મેનેજમેન્ટ યોગ્ય નથી. જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ જામ છે. ક્યાંક બહાર નીકળો તો પાછા ફરવામાં કલાકો લાગી જાય છે. પોકેટ મારી, લૂંટ, ભ્રષ્ટાચાર અને છેડતીના કિસ્સા પણ સામાન્ય છે. મોંઘવારી અને બેરોજગારી અલગ મોં ફાડીને ઊભી છે. ત્યારે આપણે ખુશ નથી રહી શકતા. સંબંધોમાં વિશ્વાસ નથી રાખી શકતા.
આ સ્થિતિમાં તહેવાર આપણી જિંદગીમાં ઉલ્લાસ અને ખુશી લઈને આવે છે. તે આપણને બીજાને મળવા, પ્રિયજનો સાથે સમય વિતાવવા અને મસ્તી કરવાની તક આપે છે. હકીકત તો એ છે કે તહેવાર આપણને એકબીજા સાથે મળીને રહેવા અને એકબીજાની કેર લેતા શીખવે છે. તે તમારા જીવનમાં બીજાની હાજરીની જરૂરનો અહેસાસ કરાવે છે. બીજા સાથે મળીને નાની-નાની ખુશીઓને સેલિબ્રેટ કરતા શીખવે છે. તમને વિનમ્ર બનાવે છે. જીવન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે.
″તહેવાર આપણા જીવનમાં ઉલ્લાસ અને ખુશી લઈને આવે છે. તે આપણને બીજા સાથે મળવા, પ્રિયજનો સાથે સમય વિતાવવા અને મસ્તી કરવાની તક આપે છે. સત્ય તો એ છે કે તહેવાર આપણને એકબીજા સાથે મળીને રહેવા અને એકબીજાની કેર કરવાનું શીખવે છે. તે તમારા જીવનમાં બીજાની હાજરીની જરૂરનો અહેસાસ કરાવે છે…″
ખુશીઓ લઈને આવે છે તહેવાર
જ્યારે આપણે જિંદગીની દોડધામથી પરેશાન થઈએ છીએ તો આપણામાં નેગેટિવ એનર્જી જમા થવા લાગે છે. તેની અસર એ થાય છે કે ધીમેધીમે આપણી અંદરનો પ્રેમ અને મનની ખુશી ઓછી થવા લાગે છે. આપણે સ્વાર્થી અને આત્મકેન્દ્રિત થવા લાગીએ છીએ. આપણા કામથી કામ રાખતા શીખી જઈએ છીએ. આ સ્થિતિમાં તહેવાર આપણામાં રહેલી નેગેટિવિટી?અને મનનાં?અંધકારને દૂર કરીને એક નવી જિંદગી અને પ્રકાશ તરફ લઈ જાય છે. આપણામાં સકારાત્મકતાનો પ્રકાશ ફેલાવે છે. જ્યારે આપણે તહેવાર દરમિયાન લોકોને મળીએ છીએ, ઉત્સવ ઊજવીએ છીએ તો આપણામાં રહેલી એકલતા, દુ:ખ કે દ્વેષના ભાવ ઓછા થઈ જાય છે. એક નવી આશા અને ઉત્સાહનો સંચાર થાય છે.
સામાન્ય રીતે આપણા દૈનિક જીવનમાં સતત પ્રેશર અને ટેંશન વધતું રહે છે. જિંદગીની દોડધામમાં?આપણે દિવસરાત તાણ સહન કરીએ છીએ. દરરોજ આપણે કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરવો જ પડે છે. એક સમસ્યાનો ઉકેલ કાઢો તો બીજી સામે આવી જાય છે. ક્યારેક પોતાના માટે દુ:ખી થઈએ છીએ તો ક્યારેક કોઈ પોતાના માટે, જરૂરિયાતો અને જવાબદારીઓમાં એ રીતે ગૂંચવાઈ જઈએ છીએ કે આપણી જિંદગી એક વિસ્ફોટક પોઈન્ટ સુધી પહોંચી જાય છે. આ સ્થિતિમાં તહેવાર જ તે હલચલ અને પ્રકાશ છે જે આપણને આ સ્થિતિમાંથી બહાર કાઢે છે. આપણે અંદરથી ઉત્સાહિત અનુભવીએ છીએ. તમામ સમસ્યા?અને તાણને ભૂલીને આપણે તહેવારની તૈયારી કરીએ છીએ. તહેવારો આપણા મનની સ્થિતિને બગડતા અટકાવે છે. તહેવારો આપણી જિંદગીને બગડતા રોકે છે. તહેવાર આપણા જીવનમાં ઉત્સાહનો સંચાર કરે છે. પ્રેશર?અને તાણને ઓછી કરે છે. તહેવારના બહાને કંઈક નવાપણાનો અહેસાસ થાય છે. જિંદગીમાં આનંદનું આગમન થાય છે અને તાણથી મુક્તિ મળે છે.
અભ્યાસ, ઓફિસનું કામ, બિઝનેસનું ટેંશન, ઘરના રોજિંદા કામ વગેરે પછી થોડા દિવસ માટે તહેવાર તાણ દૂર કરવા, મગજને આરામ આપવા અને મેળમિલાપ વધારવાનો સમય છે. પરિવારની સાથે તહેવાર ઊજવવો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે અદ્ભુત કામ કરી શકે છે. તહેવારો દેશના અલગઅલગ ભાગમાં અલગઅલગ પરંપરા સાથે ઊજવવામાં આવે છે પરંતુ લાગણી મૂળ તો એક જ રહે છે અને તે છે તમામ ચિંતાઓને ભૂલી જવી અને તહેવારની ખુશીઓમાં ડૂબી જવું. આ તમારા પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે જેાડાવા અને તમામ ગેજેટ્સ અને ક્યારેય જેનો અંત નથી એ દૈનિક કામોમાંથી રજા લેવાની પણ સુંદર તક હોય છે. ત્યારે જ તો તહેવાર રોજિંદી તાણને દૂર કરવા અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. રંગોઅને ઉત્સવોની આપણા મગજ પર હંમેશાં હકારાત્મક અસર થાય છે. રંગ, મીઠાઈ, રોશની અને મેળમિલાપ મનમાં?ખુશીની લાગણી ભરે છે.
″તહેવાર પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાની તક આપે છે. રોજિંદી નીરસ દિનચર્યાથી અલગ કંઈક મસ્તી કરવા મળે છે. આજના સમયમાં એમ પણ જીવન ખૂબ અલગ છે. બધા વ્યસ્ત છે પણ આ તહેવાર તમને એકસાથે લાવે છે અને પોતાનાપણા, ખુશી અને ઉત્સવની લાગણીની અનુભૂતિ કરાવે છે જે માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે… ″
માટીના દીવાનો ઉપયોગ
દિવાળીમાં તમારા ઘરને સજાવવા માટે લાઈડની વણઝાર અને લાઈટો ગમે તેટલી કેમ ન લગાવી દો પરંતુ પરંપરાગત માટીના દીવાની વાત જ જુદી છે. આ વખતે દિવાળી પર ભગવાન આગળ દીવો પ્રગટાવવાની સાથે જ ઘરે સજાવવા માટે પણ માટીના દીવાનો ઉપયોગ કરો. આ રીતે ન માત્ર તમે વાતાવરણની સુરક્ષા કરશો પરંતુ તે લોકલ કારીગરોને પણ મદદ કરી શકશો જે આ દીવા દ્વારા પોતાની જીવન ગુજરાન ચલાવે છે.
ઓર્ગેનિક રંગોથી બનાવો રંગોળી
દિવાળી જે રીતે દીવા વિના અધૂરી છે બરાબર તે જ રીતે રંગોળીના રંગો વિના પણ દિવાળીની ખુશી પૂરી નથી થતી. ઘરને ફેસ્ટિવલ લુક આપવા માટે મોટાભાગના લોકો ઘરમાં એકથી એક ચડિયાળી રંગોળી બનાવે છે પરંતુ રંગોળી બનાવતી વખતે કેમિકલવાળા રંગોનો ઉપયોગ કરવાના બદલે ઓર્ગેનિક કલર્સ જ યૂઝ કરો. તમે ઈચ્છો તો ફૂલોમાંથી પણ રંગોળી બનાવી શકો છો.
અન્યનાં ચહેરા પર સ્માઈલ લાવો
ઘરની સાફસફાઈમાં એવી કેટલીય વસ્તુ મળતી હશે જે તમારા માટે બિનઉપયોગી હશે, જેમ કે રમકડાં, કપડાં, પુસ્તકો. આ જૂની વસ્તુ જરૂરિયાત મંદ લોકોને આપો.
નીરસ દિનચર્યાથી મુક્તિ
તહેવાર પરિવારનાં સભ્યો સાથે સમય વિતાવવાની તક આપે છે. દરરોજની નીરસ દીનચર્યાથી અલગ થોડી મસ્તી કરવા લાગે છે. આજના સમયમાં એમ પણ જીવન ખૂબ અલગ છે. બધા ખૂબ વ્યસ્ત રહે છે પણ આ તહેવાર તમને એકસાથે લાવે છે?અને પોતાનાપણા, ખુશી અને ઉત્સવની લાગણીની અનુભૂતિ કરાવે છે જે માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. કુલ મળીને ધૂમ મચાવવી અને આનંદપૂર્ણ સમય વિતાવવો ખૂબ સુખદ છે.
-ગરિમા પંકજ.





