મા બનવાનો અહેસાસ દરેક મહિલા માટે ખાસ હોય છે. એક મહિલાથી મા બનવાના આ ૯ મહિનાની સફરમાં મહિલાઓ અનેક માનસિક અને શારીરિક પરિવર્તનમાંથી પસાર થાય છે. શિશુના જન્મ લીધા પછી કેટલીય મહિલાઓ સ્તનપાન કરાવવાથી ડરે છે. તેમને એવું લાગે છે કે સ્તનપાન કરાવવાથી શરીરનો આકાર બગડી જાય છે, જ્યારે આ માત્ર ભ્રમ છે. સ્તનપાન મા અને શિશુ બંને માટે ફાયદાકારક છે. સ્તનપાનથી માને શારીરિક અને માનસિક તાણથી મુક્તિ મળે છે. આવો, જાણીએ ડોક્ટર સુષ્મા, સ્ત્રીરોગ નિષ્ણાતથી શિશુ અને મા માટે બ્રેસ્ટ ફીડિંગ કેમ જરૂરી છે :
શિશુ માટે માનું દૂધ જરૂરી છે
બ્રેસ્ટ ફીડિંગના ફાયદા મા અને શિશુ બંને માટે લાભદાયક છે. શિશુ માટે માનું દૂધ ખૂબ જરૂરી છે. એવું કહેવાય છે કે બ્રેસ્ટ ફીડિંગ એટલે સ્તનપાન શિશુ માટે સુરક્ષિત, સ્વાસ્થ્યપ્રદ ભોજન છે, જેાકે પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે અને તે શિશુને ઈંફેક્શનલ અને અનેક બીમારીથી બચાવે છે. ડોક્ટર સુષ્મા જણાવે છે કે માનું દૂધ શિશુને જન્મના ૧ કલાકની અંદર આપવું જેાઈએ અને ત્યાર પછી શિશુને શરૂઆતના ૬ મહિના સુધી દૂધ પિવડાવવું જેાઈએ. જેા શિશુનો સમય પહેલાં જન્મ થાય છે એટલે પ્રીમેચ્યોર બેબી તેમના માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. શિશુના જન્મ પછી માના સ્તનમાંથી ગાઢ પીળા રંગનો પદાર્થ નીકળે છે, જેને કોલોસ્ટ્રમ કહેવાય છે. જેા શિશુને જરૂરી પોષણ આપવાની સાથેસાથે રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે. તે શિશુના શારીરિક અને માનસિક વિકાસમાં સહાયક હોય છે. તેમાં રોગપ્રતિરોધક ક્ષમતા પણ હોય છે.
આવો જાણીએ માનું દૂધ શિશુ માટે કેમ લાભપ્રદ છે :
શિશુ માટે માનું દૂધ એન્ટિબોડીનું કામ કરે છે. જન્મ લીધા પછી ૬ મહિના સુધી શિશુને પાણી અથવા અન્ય પદાર્થ ન આપવા જેાઈએ. ૬ મહિના સુધી શિશુ માટે માનું દૂધ જરૂરી હોય છે. જે શિશુમાં ન્યુમોનિયા થવાનું જેાખમ ઘટાડે છે.
શિશુ જન્મના તરત પછીથી લઈને થોડા દિવસ સુધી માના સ્તનમાંથી નીકળતું પાતળું ઘટ્ટ દૂધ કોલોસ્ટ્રમ કહેવાય છે. જે પીળા રંગનું દૂધ હોય છે. આ દૂધને લોકો અંધશ્રદ્ધાના લીધે ગંદું અને ખરાબ દૂધ કહીને નવજાતને નથી આપતા, જ્યારે ડોક્ટર સુષ્માનું કહેવું છે કે કોલોસ્ટ્રમ બાળક માટે સૌથી વધારે ફાયદાકારક હોય છે અને તેમાં સંક્રમણથી બચાવતા તત્ત્વો હોય છે. જે વિટામિનથી પણ ભરપૂર હોય છે તેમજ તેમાં ૧૦ ટકાથી વધારે પ્રોટીન હોય છે.
માનું દૂધ સુપાચ્ય હોય છે, જેને શિશુ સરળતાથી પચાવી શકે છે.
માનું દૂધ શિશુના મગજના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. તેનાથી શિશુની બૌદ્ધિક ક્ષમતા પણ વધે છે.
શિશુને બોટલથી દૂધ પિવડાવવાથી તેને સ્વચ્છ દૂધ નથી મળતું. બ્રેસ્ટફીડ કરાવવાથી માને પણ દૂધ ગરમ કરવું, બોટલ ધોવી, સ્ટરીલાઈઝ કરવા જેવા કામ નથી કરવા પડતા. બ્રેસ્ટ ફીડિંગથી શિશુને સંપૂર્ણ પોષણ મળે છે.
બ્રેસ્ટ ફીડિંગ મા માટે લાભપ્રદ
બ્રેસ્ટ ફીડિંગ માત્ર શિશુ માટે જરૂરી નથી, પરંતુ મા માટે પણ ફાયદાકારક છે. ડોક્ટર સુષ્મા જણાવે છે કે બ્રેસ્ટ ફીડિંગ સાથે જેાડાયેલી મહિલાઓના મગજમાં કેટલાય પ્રકારની માન્યતા છે, જેથી તે બ્રેસ્ટ ફીડિંગથી ડરે છે. મોટાભાગની મહિલાઓનું માનવું છે કે બ્રેસ્ટ ફીડિંગથી બ્રેસ્ટ લટકી જાય છે, બ્રેસ્ટ ફીડિંગથી શરીરનો આકાર બદલાઈ જાય છે, બ્રેસ્ટ ફીડ કરાવતી વખતે પીડા થાય, બીમારીમાં ફીડ ન કરાવવું જેાઈએ વગેરે. આ બધી વાતો મમ્મીમાં બ્રેસ્ટ ફીડિંગ વિરુદ્ધ ભ્રમ પેદા કરે છે, જ્યારે હકીકત જુદી જ છે, હકીકતમાં પ્રેગ્નન્સી દરમિયાન અને વધતી ઉંમરના લીધે બ્રેસ્ટ લચી જાય છે ન કે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી. બ્રેસ્ટ ફીડિંગથી શરીરના આકારમાં કોઈ પરિવર્તન નથી આવતું. જે મહિલાઓનું માનવું છે કે બ્રેસ્ટ ફીડિંગ સમયે બ્રેસ્ટમાં પીડા થાય છે તો એવું બિલકુલ નથી. મા શિશુને સારી રીતે ફીડ કરાવે છે તો પીડા નહીં થાય. મા બીમાર છે તો શિશુને તેના કરતા પહેલાં ખબર પડી જાય છે કે તે બીમાર છે.
માનું દૂધ શિશુ માટે એન્ટિબોડી હોય છે જે તેને બીમારીથી બચાવે છે. શિશુ બીમાર થાય છે ત્યારે આ દૂધથી તેની બીમારી ઠીક થાય છે. માને તાવ અથવા શરદી થાય તો પણ તે શિશુને ફીડ કરાવી શકે છે. મા ત્યારે શિશુને ફીડ નથી કરાવી શકતી જ્યારે તેને એચઆઈવી, ટીબી જેવી ગંભીર બીમારી થાય.
માને થતા લાભ
બ્રેસ્ટ ફીડિંગથી માને ગર્ભાવસ્થા પછી થતી ફરિયાદોથી મુક્તિ મળે છે. તેનાથી તાણ ઓછી થાય છે અને ડિલિવરી પછી થતા રક્તસ્રાવ પર નિયંત્રણ મેળવી શકો છો.
બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી હોર્મોન્સનું સંતુલન જળવાય છે.
માને સ્તન અથવા ગર્ભાશયના કેન્સરનું જેાખમ ઓછું થઈ જાય છે.
બ્રેસ્ટ ફીડિંગથી મહિલાઓ જલદી પ્રેગ્નન્ટ નથી થતી, કુદરતી ગર્ભનિરોધક ઉપાય છે.
મહિલાઓમાં લોહીની ઊણપથી થતા રોગ એનીમિયાનું જેાખમ ઓછું થાય છે.
મા અને શિશુ વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત થાય છે. શિશુ પોતાની માને જલદી ઓળખવા લાગે છે.
આ પ્રાકૃતિક રીતે વજન ઓછું કરવા અને સ્થૂળતાથી બચવામાં મદદ કરે છે.
બ્રેસ્ટ પંપનો ઉપયોગ
દરેક મા પોતાના શિશુને યોગ્ય પોષણ આપવા માંગે છે. માનું દૂધ શિશુ માટે શરૂઆતના સમયમાં જરૂરી હોય છે, પરંતુ કેટલીય વાર મા પોતાના બાળકને બ્રેસ્ટ ફીડ કરાવવામાં અસહજ અનુભવે છે. કેટલીય મહિલાઓ નોકરિયાત હોય છે, જેથી તે શિશુને યોગ્ય સમયે ફીડ નથી કરાવી શકતી. એવામાં બ્રેસ્ટ પંપ તે મા માટે કોઈ ભેટથી કમ નથી. બ્રેસ્ટ પંપની મદદથી મા પોતાના દૂધને એક બોટલમાં કાઢી શકે છે. આ દૂધને રેફ્રિજરેટરમાં રાખી શકો છો અને જરૂર પડતા શિશુને માનું દૂધ સરળતાથી આપી શકો છો.
ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખો
માત્ર પ્રેગ્નન્સી દરમિયાન નહીં, પરંતુ ડિલિવરી પછી પણ મા અને શિશુ બંનેની હેલ્થનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. મા ઘણી વાર શિશુનું ધ્યાન રાખવામાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે પોતાની હેલ્થને નજરઅંદાજ કરવા લાગે છે. શિશુને જન્મ આપવો અને તેને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું બંને કામ એક માના શરીર માટે ખૂબ સ્ટ્રેસ ફુલ હોય છે. તેથી આ સમયમાં માએ પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ. શરીરને જરૂરી તમામ પોષકતત્ત્વો ડોક્ટરની સલાહ મુજબ અચૂક લેવા જેાઈએ. આવો, જાણીએ બ્રેસ્ટ ફીડિંગ કરાવનાર માએ પોતાના ડાયટમાં શું શું સામેલ કરવું જેાઈએ :
વિટામિન-એ : વિટામિન-એ એન્ટિઓક્સિડેન્ટ છે. જે ઈમ્યૂનિટીને મજબૂત કરે છે અને ઈંફેક્શન્સ સામે લડવામાં મદદ કરે છે. તે આંખ માટે ફાયદાકારક છે. વિટામિન-એ માટે સંતરા, શક્કરિયા, પાલક, કેળાં વગેરેનું સેવન કરી શકો છો.
આયર્ન : શિશુને દૂધ પિવડાવનાર માના શરીરમાં આયર્નની કમી હશે તો તેને હંમેશાં થાક લાગશે, શરીરમાં એનર્જી ઓછી રહેશે, વાળ વધારે ખરશે, નજર કમજેાર પડશે. કેટલીય વાર મહિલાઓને ખબર નથી હોતી કે તે એનીમિયાથી પીડિત છે અને તેમના શરીરમાં આયર્નની કમી છે. કેટલીય વાર પ્રેગ્નન્સી દરમિયાન પણ એનીમિયા થાય છે. આયર્નની કમી પૂરી કરવા માટે તમે લીલા શાક, ઈંડા, ફણગાવેલી દાળ વગેરેનું સેવન કરો.
વિટામિન-ડી : તે તમારા હાડકાંના વિકાસ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. તે શરીરના કેલ્શિયમના અવશોષણમાં મદદ કરે છે. તડકો વિટામિન ડીના ઉત્પાદનમાં શરીરની મદદ કરે છે, પરંતુ મોટાભાગની મહિલાઓને સૂર્યના કિરણો નથી મળી શકતા, જેથી પૂરતા પ્રમાણમાં વિટામિન ડી બની શકે. વિટામિન ડી માટે તમે સંતરા, દલિયા, માછલી, મશરૂમ, દાળનું સેવન કરો.
કેલ્શિયમ : કેલ્શિયમ માટે તમે જેમ કે દૂધ અને અન્ય ડેરી ફૂડ, માછલી, લીલા શાક, બદામ કે પછી કેલ્શિયમ ફોર્ટિફાઈડ ભોજન જેમ કે જ્યૂસ, સોયા અને ચોખાનું ઓસામણ અને બ્રેડનું સેવન કરી શકો છો.
– મોનિકા ગુપ્તા.





