યૌન ઉત્પીડનને એક અનિચ્છિત વ્યવહારના રૂપે પરિભાષિત કરવામાં આવ્યું છે. કાર્યસ્થળ પર યૌન ઉત્પીડન દુનિયાભરમાં એક વ્યાપક સમસ્યા છે. પછી ભલે ને તે વિકસિત રાષ્ટ્ર હોય, વિકાસશીલ હોય કે પછી અવિકસિત, મહિલાઓ વિરુદ્ધના અત્યાચાર દરેક જગ્યાએ સામાન્ય થઈ ગયા છે. તે પુરુષ અને મહિલા એમ બંને પર નકારાત્મક પ્રભાવ પાડનાર એક સાર્વજનિક સમસ્યા છે. આ મહિલાઓ વિરુદ્ધનો અપરાધ છે, જેને સમાજનો સૌથી નબળો વર્ગ માનવામાં આવે છે, તેથી તેને કન્યા ભ્રૂણ હત્યા, માનવ તસ્કરી, પીછો કરવો, યૌન શોષણ અને યૌન ઉત્પીડનથી લઈને સૌથી જઘન્ય અપરાધ બળાત્કાર સુધ્ધા સહન કરવા પડે છે. આમ પણ કોઈ વ્યક્તિને તેના લિંગના લીધે પરેશાન કરવા ગેરકાનૂની છે. યૌન ઉત્પીડન એક અનિચ્છિત યૌન વ્યવહાર છે, જેનાથી કોઈ વ્યક્તિ જખમી, અપમાનિત થાય અથવા ડરી જાય. તે શારીરિક, મૌખિક અને લેખિત પણ હોઈ શકે છે.

કાર્યસ્થળ છોડવાનું મુખ્ય કારણ
સપ્ટેમ્બર, ૨૦૨૨ માં બહાર પાડવામાં આવેલ યુએનડીપી વસ્તીગણતરીના આંકડા અનુસાર, ભારતમાં કામ કરતી મહિલાઓની ટકાવારી ૨૦૨૧ માં લગભગ ૩૬ ટકાથી ઘટીને વર્ષ ૨૦૨૨ માં ૩૩ ટકા થઈ હતી. કેટલાક પ્રકાશનોએ કેટલાક મૂળ કારણોની ઓળખ કરી, જેમાં મહામારી, ઘરેલુ જવાબદારીમાં વૃદ્ધિ અને લગ્ન એક અડચણ રૂપે સામેલ છે, પરંતુ શું આ જ કારણ છે? ના, જેા અંતર્નિહિત કારણો પર વિચાર કરવામાં મોટાભાગે આપણે નિષ્ફળ રહીએ છીએ, તેમાંથી એક કાર્યસ્થળ પરનું ઉત્પીડન છે, જેથી મહિલાઓ કામ છોડી દે છે. જેાકે મહિલાઓએ આર્થિક રીતે સ્વતંત્ર બનીને, સરકારી, ખાનગી અને એનજીઓ જેવા વિસ્તારમાં કામ કરીને સમાજના માપદંડોને તોડવાની કોશિશ કરી છે, જ્યાં તેમને માલિકો, સહકર્મી અને ત્રીજા પક્ષ દ્વારા થતા ઉત્પીડનનો સામનો કરવો પડે છે.

આંકડા શું કહે છે
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો ૨૦૨૧ ના રિપોર્ટ અનુસાર, કાર્યસ્થળ અથવા કાર્યાલયમાં યૌન ઉત્પીડનના ૪૧૮ કેસ નોંધાયા હતા, પરંતુ આ સંખ્યા માત્ર એક ઉત્પીડન તરફ ઈશારો કરે છે. મોટાભાગનાં લોકોનું માનવું છે કે કાર્યસ્થળ પરનું ઉત્પીડન માત્ર યૌન પ્રકૃતિનું હોઈ શકે છે, પરંતુ વાસ્તવમાં વિભિન્ન પ્રકારના ઉત્પીડન સંબંધિત વિભિન્ન શ્રેણી છે, જેા તમામ કર્મચારીઓને માનસિક રીતે પ્રભાવિત કરે છે, જેનાથી અપમાન અને માનસિક પીડા થાય છે. તેના પરિણામસ્વરૂપ તેમની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે અને કામ છૂટી જાય છે. કેટલીક મહિલાઓ આજે પણ કાર્યસ્થળ પર ઉત્પીડન વિરુદ્ધ અવાજ ઉઠાવવાથી ડરે છે. યૌન ઉત્પીડનની નીચેની ઉલ્લેખનીય ફરિયાદો જે રાષ્ટ્રીય સમાચારમાં આવી.
રૂપન દેવ બજાજ (આઈએએસઅધિકારી), ચંદીગઢ એ ‘સુપર કોપ’ કેપીએસ ગિલ વિરુદ્ધ ફરિયાદ કરી.
દેહરાદૂનમાં પર્યાવરણ મંત્રી વિરુદ્ધ અખિલ ભારતીય લોકતાંત્રિક મહિલા સંઘની એક કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવી.
મુંબઈમાં પોતાના સહયોગી મહેશકુમાર લાલા વિરુદ્ધ એક એરહોસ્ટેસે કંપ્લેન કરી.
ફરિયાદ કેવી રીતે નોંધાવી શકો છો
ફરિયાદ ઘટનાના ૩ મહિનાની અંદર લેખિત રૂપે થવી જેાઈએ. ઘટનાની શૃંખલાના કિસ્સામાં પાછળની ઘટનાના ૩ મહિનાની અંદર રિપોર્ટ તૈયાર કરવો જેાઈએ. કાયદેસર પરિસ્થિતિ પર સમયસીમાને વધારે ૩ મહિના સુધી વધારી શકાય છે.
ફરિયાદકર્તાના આગ્રહ પર તપાસ શરૂ કરતા પહેલાં સમિતિ સમાધાનમાં મધ્યસ્થતા કરવા માટે પગલાં ભરી શકે છે. શારીરિક (માનસિક અક્ષમતા, મૃત્યુ અથવા બીજી કોઈ સ્થિતિમાં કાનૂની ઉત્તરાધિકારી મહિલા તરફથી ફરિયાદ કરી શકે છે.
ફરિયાદકર્તા તપાસની સમયસીમા દરમિયાન સ્થાનાંતરણ (સ્વયં અથવા પ્રતિવાદી માટે) ૩ મહિનાની રજા અથવા અન્ય રાહત માટે કહી શકે છે.
ફરિયાદના દિવસથી ૯૦ દિવસની સમયસીમામાં તપાસ પૂરી થવી જેાઈએ. તપાસમાં ચૂક અવમાનના બદલ સજાપાત્ર બને છે.
- નિકિતા ડોગરે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....