લગ્નેતર સંબંધ કાગળનાં ફૂલ મહેકતાં નથી

પતિપત્નીના શારીરિક સંબંધ દાંપત્યજીવનમાં પ્રેમસંબંધનો એક મજબૂત સ્તંભ માનવામાં આવે છે, જ્યારે બીજી તરફ લગ્નેતર સંબંધમાં મહિલા અથવા પુરુષના શારીરિક સંબંધ અનેક પ્રકારની સમસ્યા અને અપરાધનું કારણ બનતા હોય છે. વર્ષ ૨૦૧૧નો એનઆરઆઈ નિરંજની પિલ્લેનો તેના પતિ સુમીત હાંડા દ્વારા હત્યાનો કેસ જૂનો થઈ ગયો છે. પોતાની પત્નીને પથારી પર કહેવાતા પુરુષ મિત્ર સાથે વાસનાત્મક શારીરિક સંબંધની સ્થિતિમાં જેવી સુમીત માટે આઘાત સમાન હતું, સાથે સહનશક્તિની બહાર હતું. ઈર્ષા, ક્રોધ અને દગાના અહેસાસે તેના હાથે પોતાની પત્નીની હત્યા કરાવી દીધી. નોઈડાના રહેવાસી મિશ્રાને પોતાની પત્ની પર શંકા હતી કે તેના પરપુરુષ સાથે સંબંધ છે. જેાકે મિશ્રાએ પુષ્ટિ કરવી જરૂરી ન સમજી અને આ શંકાના આધારે તેણે પોતાની પત્નીની હત્યા કરી દીધી. આ જ રીતે એક માના લગ્નેતર શારીરિક સંબંધની જાણ તેના ૨૦ વર્ષના દીકરાને થઈ. પછી જ્યારે આ સંબંધનો તેણે વિરોધ કર્યો, ત્યારે માએ પોતાના આ સંબંધને જાળવી રાખવા સગા દીકરાની સોપારી આપીને તેની હત્યા કરાવી દીધી. અહીં લગ્નેતર સંબંધની વાસના પર માની મમતા ભોગ બની ગઈ.

સમસ્યાથી પેદા થયો અસંતોષ
આ સંબંધો સાથે જેાડાયેલા આ પ્રકારના અનેક અપરાધ વિશે અવારનવાર સાંભળવા મળે છે. હત્યા સિવાય આવા સંબંધોના લીધે ડિવોર્સ અને સેપરેશનના કેસ પણ થતા હોય છે, જેની કોઈ જ ગણતરી થતી નથી. અનેક પરિવાર એવા પણ છે જે સામાજિક પ્રતિભા અથવા બાળકોના લીધે મહોરું લગાવીને જીવી રહ્યા હોય છે, પરંતુ આ સમસ્યામાંથી પેદા થયેલો અસંતોષ તેમને મનોમન કોરી ખાતો હોય છે. જેા આપણે આપણા વર્તુળમાં અવલોકન કરીએ તો ઘણા બધા દંપતીમાં આ સમસ્યા જેાવા મળે છે. ભાવનાનો પતિ ભમરો છે. કોણ જાણે તેનામાં વાસનાની એટલી ભૂખ છે કે પછી એટલો અસંતોષ કે તેના એક નહીં અનેક છોકરીઓ સાથે અનૈતિક સંબંધ છે. એક જ સમયે તે ૧ કરતા વધારે છોકરીઓ સાથે સંબંધ બનાવવા પણ ઉત્સુક રહે છે. જેાકે આ વાતનો ભાવનાએ વિરોધ પણ ખૂબ કર્યો અને સહન પણ ખૂબ કર્યું. આખરે એ જ થયું જેનો અંદેશો ખૂબ પહેલાંથી દેખાઈ રહ્યો હતો. મનની શાંતિ માટે અને પોતાના બાળકોને સ્વસ્થ વાતાવરણ આપવા ભાવના પતિથી અલગ થઈ ગઈ. સૂરજની પત્નીએ અનિચ્છાએ પણ સૂરજના બીજી મહિલા સાથેના સંબંધ સ્વીકારી લીધા. સૂરજે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તે બીજી મહિલા સાથેના સંબંધને તો ચાલુ જ રાખશે. પત્ની ઈચ્છે તો સાથે રહી શકે અને ઈચ્છે તો અલગ પણ થઈ શકે છે. જેાકે તે કોઈ પણ હાલતમાં સૂરજથી અલગ થવા ઈચ્છતી નહોતી. જરા વિચારો તેણે આ વિવશ સ્વીકૃતિથી કેટલી પીડા સહન કરી હશે?

પરિવાર વિખેરાઈ જાય છે
ભાવના અને સૂરજ સિવાય પણ અનેક આ પ્રકારના ઉદાહરણ જેાવા મળી જાય છે. જેા આ બધાનું વર્ણન કરવામાં આવે તો ગ્રંથના ગ્રંથ લખવા પડે. જેાકે અહીં પ્રશ્ન એ પેદા થાય છે કે જ્યારે લગ્ન રૂપે શારીરિક સંબંધને સામાજિક માન્યતા પ્રાપ્ત થઈ જાય છે તો પછી ક્યારેક પુરુષ તો ક્યારેક મહિલા કેમ લગ્ન બહાર છુપાઈને સંતુષ્ટિ અથવા તૃપ્તિ શોધવા લાગે છે? બધા જાણે છે કે આવા લગ્નેતર સંબંધને કોઈ સામાજિક માન્યતા નથી મળતી અને તે જાહેર થતા સુખી પરિવારના બધા સુખસન્માન નષ્ટ થઈ જાય છે. મધુર દાંપત્ય સંબંધમાં કડવાશ આવી જાય છે. આ વાતની જાણ હોવા છતાં અવારનવાર આ પ્રકારના સંબંધ બનતા રહે છે. આવા સંબંધના લીધે કેટલાય પરિવાર વેરવિખેર થઈ જાય છે, અનેક સમસ્યા પેદા થતી હોય છે અને ઘણા બધા અપરાધ પણ જન્મ લે છે. વિચાર કરીએ તો અનેક કારણ એવા હોય છે, જેના લીધે લગ્નેતર સંબંધ બનતા હોય છે. તેમાંથી ઘણા કારણ એવા હોય છે જેને ખૂબ ખોખલા કહી શકાય. જેમ કે નિરંકુશતા, વિલાસિતા, અહમ્ વગેરે. આ બધા એવા કારણ છે જેને કોઈ પણ પ્રકારની કસોટી પર ચકાસો, તો તેને નૈતિકતાનું અધ:પતન કહેવાશે.

સન્માન ગુમાવવાનો ભય
આ શ્રેણીના પુરુષ અથવા મહિલાને સમાજ ચારિત્ર્યહીન કહેતો હોય છે. આવા લોકોને ન સમાજમાં સન્માનયોગ્ય માનવામાં આવે છે કે ન પરિવારમાં. આ શ્રેણીના મોટાભાગના લોકો નિર્લજ્જ હોય છે. આ લોકો બધું ખુલ્લેઆમ કરતા હોય છે અથવા જે પોતાના સંબંધને છુપાવવામાં સક્ષમ હોય છે, તેમને સંબંધ જાહેર થવાનો કોઈ ભય નથી હોતો. નિરંકુશતા અને વિલાસિતા તેમની પ્રાથમિકતા હોય છે. પછી ભલે ને તેના માટે ગમે તેટલા અપમાન જ કેમ ન સહન કરવા પડે. આ સંબંધો પાછળ સંસ્કારહીનતા, શિક્ષણનો અભાવ, નૈતિકતાનો અભાવ, ખોટું વાતાવરણ, ખોટા મિત્રો કે આસપાસના લોકો તેમજ ખોટા દષ્ટિકોણ જેવા કારણ તેમના પાયામાં હોય છે. આ સિવાય પણ બીજા કેટલાક કારણ હોય છે, જેને આ ખોખલા કારણોથી અલગ રાખીને જેાઈ શકાય છે, જેમ કે અસંતોષ, અલગાવ, વિવશતા, બ્લેકમેલિંગ, ભાવનાત્મક લગાવ, આકર્ષણ, અસંયમ વગેરે.

શારીરિક સંતુષ્ટિની ઈચ્છા
વૈવાહિક જીવનમાં પતિપત્નીના એકબીજા સાથેના શારીરિક સંબંધ લગ્નજીવનનું ખૂબ જરૂરી અંગ હોય છે. આ સંબંધની પતિ અને પત્ની બંનેને જરૂર હોય છે, પરંતુ ક્યારેક પતિ પત્નીથી અથવા પત્ની પતિથી અથવા બંને આ અંગત સંબંધમાં અસંતુષ્ટ રહેતા હોય છે. પછી સમય જતા આ અસંતુષ્ટિ જ બીજા સાથીમાં શારીરિક સંબંધ પ્રત્યેની ઈચ્છાના અભાવમાંથી પેદા થાય છે અને કોઈ એક સાથીમાં અત્યાધિક એટલે કે સામાન્ય કરતા ખૂબ વધારે શારીરિક ભૂખથી પણ. પછી નૈતિકતાની દષ્ટિએ અનિચ્છાએ પણ બંને અથવા કોઈ એક સાથી શારીરિક ભૂખની સંતુષ્ટિ માટે લગ્નેતર સંબંધ બનાવી લે છે. કેટલાક સંબંધમાં ભાવનાત્મક અલગાવ પણ લગ્નેતર સંબંધનું કારણ બની જાય છે. ઘણી વાર પરિવારજનોના દબાણથી અથવા કોઈ પ્રકારની લાલચના લીધે એક વાર લગ્ન થઈ જાય છે, પરંતુ પતિપત્નીમાં ભાવનાત્મક સ્તરે પ્રેમ સંબંધ નથી બની શકતા. તેનું કારણ હોય છે બંને વચ્ચે બૌદ્ધિક સ્તરની ભિન્નતા, પરસ્પર સમજણનો અભાવ, દષ્ટિકોણનો અભાવ અથવા આર્થિક સ્તર અને લાઈફસ્ટાઈલમાં વધારે અંતર વગેરેમાંથી ગમે તે હોઈ શકે છે. આ જ રીતે એકબીજા પ્રત્યેનો અલગાવ અને અરુચિ પણ મોટાભાગે તેમની દિશા બદલી નાખે છે.

ભાવનાત્મક અથવા શારીરિક આકર્ષણ
ભાવનાત્મક અલગાવની જેમ ભાવનાત્મક લગાવ પણ મોટાભાગે લગ્નેતર સંબંધનું કારણ બની જાય છે. લગ્ન પહેલાંના પ્રેમીપ્રેમિકાના બીજે ક્યાંક લગ્ન થયા પછી પણ એકબીજાને ભૂલી નથી શકતા ત્યારે જાણેઅજાણે તેમનો ભાવનાત્મક લગાવ તેમને એકબીજની નજીક લઈ આવતો હોય છે. પછી આ નિકટતા ધીરેધીરે તેમને એટલી નજીક લાવી દે છે કે તેઓ સામાજિક સીમા ભૂલીને એકબીજામાં ખોવાઈ જાય છે. ઘણી વાર પતિનું પરસ્ત્રી પર અથવા અથવા પત્નીનું પરપુરુષ પર મુગ્ધ અને આકર્ષિત થવું પણ લગ્નેતર સંબંધને સ્થાપિત કરે છે. એકતરફી આકર્ષણ પણ ક્યારેક-ક્યારેક સામેની વ્યક્તિને એક ચુંબકની જેમ આકર્ષિત કરી લે છે અને જેા આ આકર્ષણ બંને તરફથી હોય તો પરિણામ મોટાભાગે આવા સંબંધમાં પરિવર્તિત થઈ જાય છે. હવે આકર્ષણનું કારણ શારીરિક સૌંદર્ય પ્રભાવશાળી વ્યક્તિત્વ, વાકચાતુર્ય, આર્થિક સ્તર અથવા ઉચ્ચ પદ વગેરે ગમે તે હોઈ શકે છે.

આ બધા કારણ ઉપરાંત પણ લગ્નેતર સંબંધના બીજા અનેક કારણ હોય છે, જેમ કે બોસે પ્રમોશનની લાલચ આપીને અથવા રિપોર્ટ બગાડવાની ધમકી આપીને કોઈને વિવશ કર્યા હોય, તો ક્યારેક પોતાની મરજીથી લૂંટાયા હોય. કોઈ કોઈએ આર્થિક વિવશતાથી પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ આ અનૈતિક કાર્ય કરવા વિવશ થવું પડે છે. ક્યારેક-ક્યારેક પરિસ્થિતિ બે પ્રેમી અથવા બે લોકોને એવી સ્થિતિમાં મૂકી દે છે કે તેમને અનિચ્છાએ પણ એકાંતમાં એકબીજાની સાથે એકસાથે સમય પસાર કરવો પડે છે. આ સ્થિતિમાં એકાંત વાતાવરણ મળતા કેટલાક લોકો પોતાની પર નિયંત્રણ નથી રાખી શકતા અને તેમની વચ્ચે લગ્નેતર સંબંધ બંધાઈ જાય છે. લગ્નેતર સંબંધ બનાવતી વખતે એ વાતનું જરૂર ધ્યાન રાખો કે બીજે સંબંધ બાંધી લીધા પછી પણ પતિ અથવા પત્ની સાથેના સંબંધ તોડવા એટલા સરળ નથી હોતા. ફેબ્રુઆરી, ૨૦૨૨ માં કેરળ હાઈકોર્ટે એક કેસમાં ડિવોર્સ ગ્રાન્ટ કર્યા હતા, કારણ કે પતિની મનાઈ છતાં તેની પત્ની પોતાના પ્રેમીને ફોન કરતી હતી, પરંતુ આ વિવાદ શરૂ થયો હતો વર્ષ ૨૦૧૨ માં. આ કિસ્સામાં ૧૦ વર્ષ પછી ડિવોર્સ મંજૂર કરવામાં આવ્યા હતા. જેાકે પત્નીએ હેરેસમેન્ટનો કેસ વર્ષ ૨૦૧૨ માં દાખલ કર્યો હતો.
જેાકે કારણ અને પરિસ્થિતિ ગમે તે હોય, આવા સંબંધ બનવાના અને તેના જાહેર થવાના પરિણામ વિનાશકારી હોય છે. પરિવારોનું તૂટવું, સામાજિક પ્રતિભા ખરડાવી, બાળકોની નજરમાં માતાપિતાની ઈજ્જત ન રહેવી, બાળકો માટે સમાજમાં અપમાનજનક પરિસ્થિતિ પેદા થવી, લગ્નેતર સંબંધથી જન્મેલા બાળકોની મુશ્કેલી, સંપત્તિ માટેના ઝઘડા, અલગાવ, તાણ, વાદવિવાદ, ડિવોર્સ, સેપરેશન, હત્યા વગેરે ઘણી બધી સમસ્યા ડગલે ને પગલે કાંટા બનીને ખૂંચવા લાગે છે. તેમાં પણ સૌથી વધારે સહન કરવું પડે છે તો વિખેરાઈ ગયેલા અથવા તાણગ્રસ્ત પરિવારના બાળકોએ.

પરિણામ વિશાનકારી હોય છે
જેકે આજના યુગમાં સામાજિક માન્યતા ખૂબ બદલાઈ ગઈ છે, તેમ છતાં જ્યારે ઉત્સાહનો તાવ ઊતરે છે ત્યારે વ્યક્તિ ભલે ને પુરુષ હોય કે મહિલા સ્વયંને એકલા પડી ગયેલા અનુભવવા લાગે છે. આમ પણ ૨ નાવમાં સવાર વ્યકિત ડૂબે જ છે. લિવ ઈન રિલેશનશિપમાં કોઈ ખાતરી કે વચન નથી હોતા, તેમ છતાં દગો દુખી કરતો હોય છે, જેાકે સુરક્ષા અને વિશ્વાસનું બીજું નામ લગ્ન છે. તેથી લગ્નને પૂરી ઈમાનદારીથી નિભાવવાનું વચન આપીને આ બંધનમાં બંધાવ. મુક્ત સામાજિક વાતાવરણનો અર્થ લગ્નેતર સંબંધ નથી, તેથી સંબંધને જેાડતા પહેલાં ખૂલીને પોતાના ભાવિ સાથી સાથે ચર્ચા કરી લો અને એકબીજાથી પોતાની આશા તથા કમજેારી ન છુપાવો અને બંને સાથીએ એકબીજાને સારી રીતે પારખી લેવા જેાઈએ કે બંને એકબીજા માટે યોગ્ય છે કે નહીં. આ રીતે સમસ્યાનો અંત ભલે ને શક્ય ન હોય, પરંતુ સમસ્યામાં ઘટાડો ચોક્કસપણે શક્ય છે.
– રીટા ગ્રોવર.

પૈસા અને સંબંધ વચ્ચે આ રીતે તાલમેલ બેસાડો

એક જૂની કહેવત છે કે જ્યારે ગરીબી દરવાજા પર આવે છે ત્યારે પ્રેમ બારીમાંથી કૂદીને ભાગી જાય છે.’ ખરેખર કહેનારે સાચું જ કહ્યું છે. સંબંધમાં સમર્પણ, શ્રદ્ધા અને ઈમાનદારી પ્રેમના લીધે જ હોય છે, પરંતુ આ પ્રેમનો પૈસાના અભાવે અંત આવી જાય છે. એક સમય એવો પણ હતો જ્યારે સંબંધ અને તેની સંવેદનશીલતાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવતા હતા. સંબંધ સ્થપાતા પૈસાના ત્રાજવે તોલ્યા પછી અને સંબંધ બાંધવાની કોશિશ શરૂ કરતા પહેલાં તેમાં એકબીજાના સ્ટેટસ સિમ્બોલ પહેલા પારખવામાં આવે છે. ત્યાં સુધી કે પોતાના સગાંસંબંધી સાથે ભવિષ્યમાં સંબંધ જાળવી રાખવા બંનેના આર્થિક સ્તરને પહેલા તોલવામાં આવે છે.

જિંદગી જીવવા માટે જરૂરિયાત અને સુવિધાની વસ્તુ મેળવવામાં પૈસા કામ લાગે છે. તમામ વસ્તુની કિંમત પૈસાના બદલામાં તોલવામાં આવે છે. સમયની સાથે વ્યક્તિના મૂલ્યને પણ પૈસાથી આંકવામાં?આવે છે. સ્પષ્ટ છે કે સંબંધના તાણાવાણા પણ હવે તેની આજુબાજુ ફરવા લાગે. આ વાત જાણવા છતાં કે જીવન જીવવા માટે રોટલી, કપડાં અને મકાન ઉપરાંત આસપાસના સુખદ સંબંધ અને તેનો અહેસાસ પણ ખૂબ જરૂરી હોય છે. સારા સંબંધો ન માત્ર આપણને હંમેશાં અંદરથી સંપૂર્ણતાનો અહેસાસ કરાવે છે, સાથે સમયેકસમયે આપણને મદદ કરે છે. જેાકે એ અલગ વાત છે કે સંબંધમાં પણ કેલ્ક્યુલેશન હોવું નેચરલ છે. લોકો પહેલાંથી સંબંધમાં એકબીજાની લેવડદેવડનું અનુમાન લગાવતા હોય છે. તે પછી તેઓ નિર્ણય કરે છે કે કયા સંબંધને કયા માળખામાં ઢાળવોે. આ સંબંધ આસપાસની અનેક વસ્તુથી પ્રભાવિત થાય છે. તેમાં આર્થિક સ્થિતિ પ્રાથમિક અને મહત્ત્વની હોય છે.

ડિપેન્ડન્ટ રિલેશનશિપ
આ વિષયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વર્ષા કુમારીનું માનવું છે કે દરેક સંબંધને સુદઢ બનાવવામાં પૈસા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માન્યું કે સંબંધ બનવામાં અને તેના સ્વામિત્વ માટે તેમાં પ્રેમ, લગાવ અને પર્સનાલિટીના તત્ત્વો સામેલ હોય છે, પરંતુ પૈસા વિના આ સંબંધ વધારે દિવસ સુધી નથી ચાલતા. પ્રેમ વ્યક્ત કરવા અને જાળવી રાખવા માટે પૈસાની જરૂર પડે છે. ફેશન ડિઝાઈનર પૂનમ ગુલાટીનું કહેવું છે કે આપણા જીવનમાં સૌથી નજીકનો સંબંધ પતિપત્નીનો હોય છે. લગ્ન પછીના થોડા સમયમાં મેં કામ કરવાનું બંધ કરી દીધું હતું. ૩ વર્ષ પછી જ્યારે મેં બહાર જઈને કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મારા વ્યવહારને મારા પતિ જુદી રીતે જેાવા લાગ્યા છે. કહેવાનો અર્થ એ છે કે તેઓ એમ કહેવાથી દૂર નથી રહેતા કે ‘‘અરે હવે તું પણ કમાતી થઈ ગઈ છે.’’ બીજા સંબંધમાં હું આવી પ્રતિક્રિયા સહન કરી લઉં છું, પરંતુ પોતાના પતિ પાસેથી આવા શબ્દો સાંભળતા મને ખરેખર દુખ થાય છે. આ કમાણીના પૈસાએ તમામ સંબંધ બદલી નાખ્યા છે.

બજારવાદની અસર
સમયની સાથે ઉપભોક્તાના લીધે પણ પૈસાનું મહત્ત્વ વધતું રહ્યું છે, સાથે બીજી વસ્તુનું મૂલ્ય ઘટી ગયું છે. આધુનિક સમાજની બધી ઝાકઝમાળ પૈસા પર જ ટકેલી છે. આપણી આસપાસ જેાવા મળતા તમામ માનસન્માન અને સંબંધ પૈસાના માપદંડથી તોલવામાં આવે છે. બીજી તરફ જાહેરાતો પણ લોકોની લાગણીને ઉશ્કેરતી હોય છે. ભૂતકાળમાં એક જાહેરાત ટીવી પર આવતી હતી, જેમાં એક નાનકડું બાળક ઘરેથી ભાગીને રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે, ત્યાં ગરમાગરમ જલેબી જુએ છે અને તેની લાલચમાં પાછો ઘરે આવી જાય છે. એટલે કે બાળપણથી આ ભોળા બાળકોના મગજમાં એ વાત બેસાડી દેવામાં આવી છે કે તેની સાથે જેાડાયેલા સંબંધ તેને પાછા ઘરે નથી બોલાવતા. આ જલેબી તેની અંદર લાલચ પેદા કરે છે અને તે સંબંધોને જાળવી રાખે છે. જેાકે હવે જલેબી નહીં પિઝા, બર્ગર અને આઈફોનનો જમાનો છે. ફરક માત્ર એટલો જ છે. ઘણી વાર જેાવા મળે છે કે પત્ની પોતાના પતિને કહેતી હોય છે કે તમે મને પ્રેમ નથી કરતા. મારા માટે ઘણા દિવસથી કોઈ ગિફ્ટ નથી લાવ્યા, અથવા પતિપત્નીના પ્રેમ વચ્ચે ભૌતિક વસ્તુ જરૂરી છે. પરંતુ આ બધી પરિસ્થિતિના લીધે સંબંધમાં વિસંગતિ આવી ગઈ છે. પૈસાની અધિકતા અથવા અભાવે સંબંધ તૂટવા અને વિખેરાવા લાગ્યા છે. પરિણામે આપણા સમાજમાં એકલતા ગ્રસ્ત એક વિશાળ વર્ગ વિકસિત થઈ રહ્યો છે.

ભાવનાત્મક વલણ
જેાકે શિક્ષિકા રશ્મિ સહાયના આ વિષયે વિચાર થોડા અલગ છે. તે જણાવે છે ‘‘માન્યું કે આજે સંબંધની વચ્ચે પૈસા આવી ગયા છે, પરંતુ વ્યક્તિગત રીતે હું મારા સંબંધોની વચ્ચે પૈસા આવવા નથી દેતી. આ વાતને મારી ભાવુકતા પણ કહી શકો છો, પરંતુ મારું માનવું છે કે જ્યારે સંબંધમાં હિસાબકિતાબ આવવા લાગે છે, ત્યારે તે બોજારૂપ બનવા લાગે છે. તેથી મારી કોશિશ એ જ રહેતી હોય છે કે સંબંધમાં પૈસા વચ્ચે ન આવે અને જેા આવી પણ જાય તો હું તેને પ્રાથમિકતા નથી આપતી, પરંતુ હા, ઘણી વાર મારે તેના લીધે ફાઈનાન્સિયલ લોસ સહન કરવો પડે છે, પરંતુ આપણી જિંદગી ખુશીઆનંદથી ભરપૂર આ જ સંબંધોને લીધે રહે છે. પછી ભલે ને તમે તેને મારું ઓવર ઈમોશનલ કહો કે પછી મને પ્રેક્ટિકલ પણ ન કહો.
– રંભા.

મમ્મીઓ જ્યારે સંબંધમાં અંતર વધારે

મા દીકરીનો સંબંધ ખૂબ પ્રેમાળ સંબંધ હોય છે. દરેક મા દિલથી ઈચ્છે છે કે પોતાની દીકરી તેની સાસરીમાં ખૂબ ખુશ રહે, તેથી તે તેને બાળપણથી સારા સંસ્કાર આપે છે, પરંતુ સમયની સાથે આ શિખામણમાં ઘણો ફરક આવી ગયો છે. આધુનિક પરિપ્રેક્ષ્યમાં લગ્નના માપદંડ બદલાઈ ગયા છે. પહેલાંના સમયમાં છોકરીને એક નવા તથા અજાણ્યા સાસરીના વાતાવરણને સમજવામાં અને તાલમેલ બેસાડવામાં સમસ્યા થતી હતી, જ્યારે હવે છોકરાછોકરી વચ્ચે તાલમેલ બેસી જાય અને બંને એકબીજાને પસંદ કરતા હોય તો લગ્નને સફળ માનવામાં આવે છે. આજકાલ નવી પેઢી પાસે જ્ઞાન અને અનેક ડિગ્રી હોય છે, પરંતુ વ્યવહારિક બુદ્ધિનો અભાવ હોય છે. લગ્ન પછી પતિપત્ની બંનેએ ખૂબ જવાબદારી નિભાવવી પડે છે, તે માટે બંને વચ્ચે પરસ્પર સહયોગ ખૂબ જરૂરી છે, પરંતુ જેાવા મળે છે કે છોકરીઓ પતિપત્નીના પવિત્ર સંબંધને ભૂલીને નાનીનાની વાતમાં એકબીજાને નીચું દર્શાવવાના પ્રયત્નમાં વયસ્ત રહે છે. લગ્નને સફળ બનાવવામાં એક તરફ પતિપત્ની બંનેની સમજદારી કામ લાગે છે, જ્યારે બીજી તરફ ઘરના અન્ય લોકોનું સકારાત્મક વલણ ખૂબ મદદરૂપ થાય છે.

મતભેદ વધારે મોબાઈલ
પતિપત્નીના સંબંધમાં મોટાભાગે ફોનના લીધે કડવાશ આવી જાય છે. આજકાલ ફોનના માધ્યમથી છોકરીના પિયરના લોકો, મિત્રો વગેરે એકબીજા સાથે સતત સંપર્કમાં રહે છે અને દરેક સમયે દીકરીનો ફોન ચાલુ રહે છે. ન્યાયાધિકારી માલિની શુક્લાનું કહેવું છે કે આજકાલ દીકરી પોતાની સાસરીની દરેક નાનીમોટી વાતને પોતાની ફ્રેન્ડ અથવા અન્ય લોકો સાથે ડિસ્કસ કરે છે અને ત્યાર પછી તેઓ તેની પર પોતાના સલાહસૂચન થોપે છે. તે ઘણી વાર એવી સલાહ આપે છે કે તારે સાસરીમાં બિલકુલ દબાવાની જરૂર નથી. તારે બસ બહાર ફરવા જતા રહેવાનું.બધી જ વાબદારી માત્ર તારી થોડી છે, જેવી ઉશ્કેરણીજનક વાતો કરીને તેના મનમાં ઊલટુંસીધું ભરતા રહે છે. પછી આ પ્રકારની વાત પતિપત્ની વચ્ચે ગેરસમજ પેદા કરીને તેમના સંબંધમાં તિરાડ પાડે છે. જેાકે દરેક ઘરપરિવારની પોતાની એક અલગ જીવનશૈલી હોય છે, પોતાનું બજેટ હોય છે તેમજ પ્રાથમિકતા પણ હોય છે. સુખીસંપન્ન પરિવારમાંથી આવેલી આરુષિ સાસરીમાં પગ મૂકતા જ ક્યારેક પડદા બદલવાની વાત કરતી, ક્યારેક સોફા તો ક્યારેક પતિ સમક્ષ ગાડી લેવાની ડિમાન્ડ કરતી. તે સમયે તેનો પતિ અમોલ તેને પ્રેમથી સમજવવાનો પ્રયત્ન કરતો, પરંતુ આરુષિની ફ્રેન્ડ્સ અને સંબંધી તેને રોજ ફોન પર કહેતા રહેતા કે તારા ઘરના પડદા કેટલા જૂના થઈ ગયા છે, સોફા કોણ જાણે કયા જમાનામાં ખરીદ્યા હશે, આવી ઘણી બધી વાતોએ બંને વચ્ચેના પ્રેમભર્યા સંબંધમાં તિરાડ પાડી દીધી.

ઝઘડાનાં નાનાંમોટાં કારણ
અમોલનું માનવું હતું કે દેવું કરીને ઘી ન પીવું જેાઈએ. તે પોતાના ભવિષ્ય માટે જાગૃત હતો. તે પ્લાનિંગ મુજબ ફ્લેટ ખરીદવા બચત કરી રહ્યો હતો, પરંતુ આરુષિની રોજરોજની બિનજરૂરી ડિમાન્ડના લીધે બંને વચ્ચેના સંબંધ વણસી ગયા હતા. આજે આરુષિ તેના પિયરમાં રહે છે અને તે ઘડીને દોષ આપી રહી છે, જ્યારે તેણે વાહિયાત વાતોમાં આવીને પોતાના સુખી સંસારમાં આગ લગાવી લીધી.

ડિસ્ટ્રિક્ટ જજ રૂપા મહર્ષિ જણાવે છે કે ફોનના લીધે બીજાના અનાધિકૃત હસ્તક્ષેપ દીકરીના જીવનમાં કડવાશ પ્રસરાવે છે. આ બીમારી હવે શહેરથી ગામડામાં પહોંચી છે. ઘરેલુ હિંસાના કેસમાં સલાહસમજૂતીના પ્રયાસમાં ઝઘડાના નાનામોટા કારણ સામે આવે છે, જેનું કારણ સતત સંપર્કમાં રહેવું હોય છે. તેમનું કહેવું છે કે આજકાલ વીડિયોકોલની સગવડથી પિયરના લોકોની નજર રહે છે અને દીકરીને કિચનમાં જેાતા તેના હિતેચ્છુ બનીને બહેન કે ભાઈ કહેશે, ‘‘તારી સાસુનું મેનેજમેન્ટ બિલકુલ સારું નથી. તે બેઠાંબેઠાં ગપ્પાં માર્યા કરે છે અને મારી લાડકી પરસેવો પાડી રહી છે.’’
‘‘શું પાર્ટીમાં તારી નણંદે તારો ડ્રેસ પહેર્યો હતો અને પહેરીને જૂનો કરી દીધો. હવે જ્યારે તું પહેરીશ ત્યારે બધા વિચારશે કે આ ડ્રેસ તેં જ નીરજ પાસેથી માંગીને પહેર્યો છે.’’
‘‘રોહન પૂરો દિવસ તેની મા અને ભાઈભાભીની આગળપાછળ ફરતો રહે છે.’’
‘‘અરે, તેં તારો હાર તારી સાસુને કેમ પહેરવા આપ્યો?’’
‘‘તેમને ગમતો હતો, એટલે મેં આપ્યો. મેં પણ મમ્મીનો હાર પહેર્યો હતો ને… દીદી, આવી નકામી વાત ન કરો.’’ તેણે ફોન મૂકી દીધો.

તેમને કોણ સમજાવે
મમતામઈ મોહથી ભરેલા આ હિતેચ્છુનો દેખાવ કરનારને કોણ સમજાવે કે હવે તમારી દીકરી સમજદાર છે. તે મેનેજ કરી લેશે. દરેક ઘરના પોતાના રીતરિવાજ અને નિયમ હોય છે. જેા દીકરી ખુશ છે, તેને થોડું વધારે કામ કરવું પડે છે, તે સાસરીના લોકોના દિલમાં હંમેશાં માટે પોતાનું મજબૂત સ્થાન બનાવશે અને તેના માટે તેમને પણ વખાણ સાંભળવા મળવાના છે કે તેમણે દીકરીને કેટલા સારા સંસ્કાર આપ્યા છે. ઉન્નાવ નિવાસી ઉર્વશીના લગ્ન ૬ મહિના પહેલાં લખનૌના સુદેશ સાથે ખૂબ ધામધૂમથી થયા હતા, પરંતુ લગ્નના માત્ર થોડા જ મહિનામાં બંનેના ઝઘડા કોર્ટ સુધી પહોંચી ગયા. જ્યારે સમજૂતી માટે તેઓ પ્રોબેશન અધિકારી પાસે ગયા તો કાઉન્સેલિંગ દરમિયાન ઉર્વશીએ જણાવ્યું કે ભાભીએ નવો લહેંગો ખરીદ્યો ત્યારે તેમની સામે તે નીચું દેખાવા નહોતી ઈચ્છતી. તેના પિતરાઈ ભાઈના લગ્ન હતા, તેથી તે નવો લહેંગો ખરીદવાની જિદ્દ કરી રહી હતી. તે સમયે સુદેશનું કહેવું હતું કે લગ્નનો લહેંગો કે કોઈ સારી સાડી પહેરી લે. નવા લહેંગા પર ૪૦-૫૦ હજાર રૂપિયાનો ખર્ચ કરવો મૂર્ખતા છે. આમ પણ લગ્નનો લહેંગો તેં એક વાર પહેર્યો છે. પછી આ મુદ્દે વિવાદ વધતો ગયો અને તે ઘર છોડીને પિયર જતી રહી. પછી વકીલ જે પ્રમાણે સલાહ આપતા રહ્યા તે પ્રમાણે તે એકબીજા પર દોષારોપણ કરતા રહ્યા.

કાયદાનો દુરુપયોગ
કાનપુરના કિડવાઈ નગરની ઉચ્ચ શિક્ષિત સીમાના લગ્ન પ્રયાગરાજના દિલીપ સાથે થયા. બંનેએ લવમેરેજ કર્યા હતા. જેાકે પરિવારજનો ખૂબ સમજદાર હતા. બંને ખૂબ પ્રેમથી ૧ વર્ષ સુધી સાથે રહ્યા, પછી બહારના લોકોની વાતમાં આવતા બંને વચ્ચે ઝઘડા શરૂ થયા. એક દિવસ કોઈ વાતે દિલીપે નારાજ પત્નીનો હાથ પકડી લીધો. પત્નીએ ઘરેલુ હિંસાનો કેસ કરી દીધો. કાઉન્સેલિંગ સમયે સોમાએ જણાવ્યું કે દિલીપ તેને ખૂબ પ્રેમ કરે છે. તેણે તેને ક્યારેય મારી નથી. બધા કહે છે કે દરેક સમયે તું કામમાં વ્યસ્ત રહે છે. તને મારી સાથે વાત કરવાની ફુરસદ ક્યાં છે. પૂરા દિવસ માટે કામવાળી બાઈ રાખી લે અને આરામથી રહે. ધીરેધીરે બીજા લોકોની શિખામણથી તેણે ઘરના કામકાજ કરવાના બંધ કર્યા અને તે પછી આ જ કારણસર ઘરમાં તાણ, અવ્યવસ્થા, ઝઘડા થવા લાગ્યા અને થોડા સમય પછી હસતોરમતો પરિવાર તૂટવાની અણી પર પહોંચી ગયો.
‘‘ગુંજ… ગુંજ ક્યાં છે તું? સવારસવારમાં ફોન પર વ્યસ્ત. મારું શર્ટ પ્રેસ નથી કર્યુ. બટન પણ નથી લગાવ્યું.’’ રાહુલે ગુસ્સામાં બૂમ પાડી.
ગુંજના કોલીગનો ફોન હતો. તેને ખૂબ અપમાન લાગ્યું અને તે ગુસ્સામાં બોલી, ‘‘તમને મેં કેટલી વાર કહ્યું છે કે જ્યારે હું ફોન પર વાત કરતી હોઉં ત્યારે તમે આ રીતે બૂમો ન પાડો, પરંતુ ભલા તમે ક્યાં માનો છો.’’
રાહુલ નારાજ થઈને ઓફિસ ચાલ્યો ગયો. ગુંજનો મૂડ ખરાબ હતો. તેથી સાસુએ નાસ્તો બનાવ્યો, એટલે રાહુલ નારાજ થયો. તે સમયે સાસુએ પણ ચાર વાત સંભળાવી હતી. આ ઘટનાથી રાહુલનો મૂડ દિવસભર ખરાબ રહ્યો. ઓફિસમાંતેનું મન ન લાગ્યું અને કામમાં ભૂલો થવાથી બોસનો ઠપકો સાંભળવો પડ્યો. ભૂલનો સ્વીકાર કરવાના બદલે ગુંજ વિચારતી રહી કે શું રાહુલ તેનો શર્ટ પ્રેસ નથી કરી શકતો? પછી ગુંજ દરેક સમયે રાહુલને પોતાના કામ જાતે કરવાનું કહેતી. રાહુલને આ વાત બિલકુલ ન ગમી. તે ગુંજના વ્યવહારથી ખૂબ દુખી થતો હતો. ધીરેધીરે બંનેના સંબંધમાં કડવાશ વધી. એકબીજા વચ્ચેની નાનકડી અણસમજના લીધે તિરાડ પડી ગઈ. તેનું માનવું હતું કે પતિમાં એટલી સમજ તો હોવી જેાઈએ કે પત્ની ફોન પર કોઈ જરૂરી કોલ પર હશે. દીકરીની દરેક તકલીફ પર બીજાનું દુખી થવું સ્વાભાવિક અને યોગ્ય છે, પણ સાસરીની નાનીનાની વાતમાં દીકરીનો પક્ષ લેવા પર સંબંધમાં કડવાશ આવવામાં સમય નથી લાગતો.

એક નવી સમસ્યા
એક નવી સમસ્યા એ છે કે આજકાલ છોકરીઓને ઘર સંભાળવાની જવાબદારી ઉઠાવવાનું એમ કહીને શીખવવામાં નથી આવતું કે તેને બીજાના ઘરે જવાનું છે અને ત્યાં તેને બધા કામ કરવા પડશે ને, તો અત્યારે આરામ કર. લગ્ન પછી જીવનભર કામ કરવાના જ છે.આ જ કા રણસર છોકરીઓ લગ્નને પોતાના સપના પૂરા કરવાનું સાધન માનવા લાગી છે, પરંતુ જ્યારે લગ્ન પછી તેના સપનાં જવાબદારીની નીચે જમીનદોસ્ત થાય છે ત્યારે તે પોતાના વૈવાહિક જીવનથી ચીડાવા લાગે છે અને તેને સાસરી પક્ષની દરેક વ્યક્તિ પોતાના દુશ્મન જેવી લાગે છે, જેનો શિકાર મુખ્યત્વે સાસુ અથવા પતિ બને છે, કારણ કે છોકરીઓનો મોટાભાગનો સમય ઘરમાં તેમની સાથે પસાર થાય છે. લગ્ન પછી છોકરીઓ સાસરીમાં આવતા પતિ અને ઘરે પોતાનો પૂરો અધિકાર જમાવવા ઈચ્છે છે. આ સ્થિતિમાં છોકરો જેા મા, બહેન, ભાઈ કોઈને પણ જેા થોડા દિવસ સુધી પ્રાથમિકતા આપે અથવા આર્થિક મદદ કરવા ઈચ્છે તો છોકરી પરેશાન થઈને નાનકડી વાતને મોટું સ્વરૂપ આપીને ઘરમાં અશાંતિ ફેલાવે છે. લગ્નનો અર્થ છે જવાબદારી અને એકબીજા સાથેનો તાલમેલ, તેથી છોકરી પતિ અને પરિવારની જવાબદારી નિભાવતી હોય અને તાલમેલ બેસાડીને રહેતી હોય તો તેને જેાઈને તેના પિયરના લોકોએ ખુશ થવાની જરૂર છે ન કે પરેશાન થવાની. બીજા લોકોએ સમજદારી દર્શાવતા દીકરી અને તેની સાસરીના લોકોના ઘરમાં ચંચુપાત ન કરતા દીકરીને તાલમેલ બેસાડીને રહેવાની શિખામણ આપવી જેાઈએ. પરંતુ હા, એક વાત જરૂરી છે કે દીકરીએ પણ સાસરીમાં પોતાની સાથે થતા અન્યાય, અત્યાચાર અને દુર્વ્યવહારને સહન કરવાના નથી અને તેના વિરોધમાં પોતાનો મજબૂત અવાજ પણ ઉઠાવવાનો છે. આ વાતને ખાસ સમજાવવાની એટલી જ આવશ્યકતા છે.
– પદ્મા અગ્રવાલ.

ક્યારેય ન જણાવો ૯ બેડરૂમ સિક્રેટ

રોમીના નવાનવા લગ્ન થયા હતા. સેક્સ જે અત્યાર સુધી તેના માટે અજાણ વિષય હતો, હવે લગ્ન પછી અચાનક રોમાંચક થઈ ગયો હતો. રોમી પોતાના જીવનમાં થતા આ પરિવર્તનને કોઈની સાથે શેર કરવા માંગતી હતી. તે જાણવા માંગતી હતી કે તે જેવું અનુભવે છે એવું જ શું બધાને થાય છે? રોમી ખુશી અને રોમાંચના લીધે પોતાના બેડરૂમ સિક્રેટ સાહેલીઓ સાથે શેર કરતી હતી. જ્યારે રોમી અને તેનો પતિ જય તેની સાહેલી શ્વેતાના ઘરે જમવા ગયા ત્યારે શ્વેતા જય સામે બેડરૂમની વાત કરવા લાગી હતી, જે અશ્લીલ હતી. જય સમજી ગયો હતો કે રોમીએ તેમની વચ્ચેની અંગત વાત જાહેર કરી દીધી છે. આ વાત માટે તે આજ સુધી રોમીને માફ નથી કરી શક્યો. બીજી બાજુ શ્વેતા જ્યારે પણ તક મળતી રોમીને તેના બેડરૂમ સિક્રેટ પૂછતી અને પૂરા ગ્રૂપમાં શેર કરતી.

ભૂમિકાના જ્યારે લગ્ન થયા ત્યારે તેની સાહેલી એકતા તેની સેક્સ ગુરુ બની ગઈ. ભૂમિકા ભોળપણમાં પોતાની દરેક નાનીમોટી વાત એકતાને જણાવતી હતી. એકતા જે પોતાના પતિથી સંતુષ્ટ નહોતી, ભૂમિકાના બેડરૂમ સિક્રેટ સાંભળીને તેના પતિ તરફ આકર્ષિત થઈ ગઈ. તક મળતા એકતાએ ભૂમિકાના પતિને પોતાની બાજુ આકર્ષિત કરી લીધો હતો. ભૂમિકા તે દિવસને કોસી રહી છે જ્યારે તેણે એકતા સાથે પોતાની બેડરૂમ લાઈફ શેર કરી હતી. આજે પણ નવપરિણીત દંપતી લગ્ન પહેલાં સેક્સથી દૂર રહે છે. તેથી જ્યારે લગ્ન પછી તેઓ આ નવી દુનિયામાં પગ મૂકે છે ત્યારે તેઓ સમજી નથી શકતા કે તેઓ પોતાની વાત કોની સાથે શેર કરે. કેટલાય ડર રહેલા હોય છે, કેટલીય વાત હોય છે, કેટલાય રહસ્ય હોય છે ત્યારે સમજાતું નથી કે કોની સાથે શેર કરે. એવામાં પોતાના મિત્રો સિવાય બીજું કોઈ દેખાતું નથી. મિત્રો સાથે બેડરૂમ સિક્રેટ શેર કરવા કેટલીય વાર તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે. જેમ કે મોહનીને પોતાના પર્ફોર્મન્સને લઈને સ્ટ્રેસ રહેતો હતો, પરંતુ જ્યારે એક દિવસ વાતવાતમાં તેણે તેની સાહેલી વર્ષા સાથે આ વિશે વાત કરી તો મોહની સમજી ગઈ કે તે નકામો સ્ટ્રેસ લઈ રહી હતી. છોકરીઓ લગ્ન પછી સેક્સ સંબંધિત વાત પોતાની સાહેલીઓ સાથે શેર કરવામાં કંફર્ટેબલ રહે છે, પરંતુ પોતાના બેડરૂમ સિક્રેટ તમારી સાહેલીઓ સાથે તમે કઈ હદ સુધી શેર કરી શકો છો. આ જાણી લો. પોતાના બેડરૂમ સિક્રેટ શેર કરતા પહેલાં એ વાત ધ્યાનમાં રાખો કે જેા તમારા પતિ પણ બેડરૂમ લાઈફ મિત્રો સાથે શેર કરશે તો તમને કેવું લાગશે? પ્રયાસ કરો કે તે જ વાત શેર કરો જેનાથી તમારા પાર્ટનરની છબિ ખરાબ ન થાય અને તેઓ મજાકને પાત્ર ન બને.

આ વાત ભૂલથી શેર ન કરો
સેક્સ્યુઅલ ફેંટેસી : તમારા પાર્ટનરની કોઈ વાઈલ્ડ સેક્સ્યુઅલ ફેંટેસી હોઈ શકે છે. તમારો પાર્ટનર તમારી પર ટ્રસ્ટ કરીને જ તે ફેંટેસી તમારી સાથે શેર કરે છે, પરંતુ જેા તમે આ વાત તમારી સાહેલી સાથે શેર કરો છો અને પાર્ટનરને ખબર પડી જાય છે તો તે આજીવન તમારી સામે ક્યારેય ખૂલી નહીં શકે. તેમને હંમેશાં ડર રહેશે કે કોણ જાણે તમે ક્યારે બધા સામે તેમને પર્દાફાશ કરી દે.

સાઈઝ ડિસ્કશન : તમારા પાર્ટનરની પેનિસ સાઈઝ ડિસ્કસ કરવી એક ખરાબ આઈડિયા છે. થોડું વિચારો કે જેા તમારો પાર્ટનર તમારા સ્તન કે કોઈ અન્ય અંગની સાઈઝ વિશે મિત્રો સામે વાત કરશે તો તમને કેવું લાગશે? તમારા પાર્ટનરની આ ડિસ્કશન તેમને તમારી સાહેલીની વચ્ચે ડેઝાયેરેબલ બનાવી શકે છે. પછી જેા કંઈ વાત થઈ જાય તો તે તમારી સંપૂર્ણ જવાબદારી છે.

ઈરેક્શન પ્રોબ્લેમ : પાર્ટનરના ઈરેક્શન પ્રોબ્લેમને જાહેર કરવો એક સંવેદનશીલ વિષય છે. જેા તમારે મદદ જેાઈએ તો સાહેલીના બદલે ડોક્ટરની મદદ લો. આવી વાત દરેક સાહેલી સાથે ડિસ્કસ ન કરી શકાય. તમારી સાહેલી તમારી બેડરૂમ લાઈફને પબ્લિક કરી શકે છે અને આવી વાતનો કેટલાક લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે જે તમારા દાંપત્ય જીવન માટે સારું નથી.

સેક્સ્યુઅલ વોકેબુલરી અંગત છે : પાર્ટનરની સેક્સ્યુઅલ વોકેબુલરીને સાહેલીઓ સાથે શેર કરવી એક ખરાબ આઈડિયા છે. યાદ રાખો તમારી બેડરૂમ લાઈફ તમારી અને તમારા પાર્ટનરની અંગત પળો છે. તેને તમે સાહેલીઓ સાથે શેર ન કરી શકો. એવું ન થાય કે તમે તમારી બેડરૂમ લાઈફ ડિસ્કસ કરતાંકરતાં તમારી સાહેલીઓ સામે એક એવું પિક્ચર પેઈન્ટ કરો છો જે પેઈન્ટિંગનો તે અજણતામાં ભાગ બની જાય છે. પરંતુ જરૂરી નથી કે બેડરૂમ સિક્રેટ શેર કરવાના હંમેશાં નુકસાન થાય છે. જે તમે સમજીવિચારીને કરો અને વિશ્વાસપાત્ર સાહેલીઓ સાથે તમારા સિક્રેટ શેર કરો છો તો તેના નીચે મુજબ ફાયદા પણ થાય છે :

બેડરૂમ લાઈફને સ્પાઈસી બનાવવામાં સહાયક : કેટલીય વાર સાહેલીઓ સાથે વાતવાતમાં તમને એવી વાત ખબર પડે છે જે તમારી બેડરૂમ લાઈફને સ્પાઈસી બનાવી શકે છે. કેવા પ્રકારની લોંજરી પાર્ટનરને અટ્રેક્ટ કરે છે અથવા કેવા પ્રકારના પર્ફ્યૂમ બેડરૂમ લાઈફને વધારે રોમાંચક બનાવે છે. આ બધું તમે આરામથી સાહેલી સાથે શેર કરી શકો છો.

ફોરપ્લેની નવી રીત : ફોરપ્લે સેક્સ ડ્રાઈવને બેસ્ટ બનાવે છે. તેની કોઈ સેટ મેથડ નથી હોતી. બધાની ફોરપ્લેની રીત અલગ હોય છે. આ જાણકારી તમે એકબીજા સાથે શેર કરી શકો છો, પરંતુ યાદ રાખો કે જાણકારી સામાન્ય રીતે શેર કરવામાં આવે. તેને સ્પેસિફિક ન કરો.

ઓર્ગેઝમનો પરિચય : ઓર્ગેઝમ પર બસ પુરુષોનો જ અધિકાર નથી હોતો, મહિલાઓનો પણ આ મૌલિક અધિકાર હોય છે. નવાનવા લગ્નમાં મોટાભાગની મહિલાઓ તેનાથી વણસ્પર્શી રહે છે. જેા તમારી સાહેલી કોઈ ખાસ પોઝિશન વિશે જણાવે છે જેનાથી તેને ઓર્ગેઝમ પ્રાપ્ત થાય છે તો તમે પણ તે પોઝિશનને બીજી વાર અપનાવી શકો છો.

કંફ્યૂઝનથી છુટકારો મળી શકે છે : કેટલાય રહસ્ય હોય છે કે એવી કેટલીય વાત છે જે નોર્મલ હોય છે, પરંતુ નવાનવા લગ્નમાં તે અજીબ લાગે છે. પર્સનલ હાઈજીનથી લઈને સેક્સ ટોયઝ સુધી કેટલાય કંફ્યૂઝન હોય છે. જે પરસ્પર વાત કરીને સોલ્વ થઈ શકે છે.

સેક્સ લાઈફની સમજ : સેક્સ લાઈફની સારી સમજ માટે કેટલીય વાર સાહેલીઓ સાથે તમે ખૂલીને વાત કરી શકો છો, પરંતુ ૨ વાતનું ધ્યાન હંમેશાં રાખો. પહેલા કોઈ પણ મહેફિલમાં બેસીને તમારી સેક્સ ગાથા આરંભ ન કરો, નહીં તો તમારી સ્થિતિ હાસ્યાસ્પદ થઈ જશે અને બીજી વાત સેક્સ સંબંધિત વાત શેર કરતા પાર્ટનરની વાત ન કરો.
– રિતુ વર્મા.

બ્રેકઅપ સુખદ પ્રેમનો દુખદ અંત

બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર સમાચારોમાં ચમકતી રહે છે. એક્ટ્રેસ સુસ્મિતાએ થોડા સમય પહેલાં પોતાના બોયફ્રેન્ડ રોહમન શૌલ સાથે બ્રેકઅપ કરી લીધું. સુષ્મિતાએ પોતાના બ્રેકઅપ પછી પહેલી પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે શાંતિ સૌથી વધારે સુંદર છે. હું તમને બધાને પ્રેમ કરું છું. તેની સાથે સુસ્મિતાએ સ્માઈલીનું ઈમોજી શેર કરતા લખ્યું કે સંબંધ ખૂબ પહેલા પૂરો થઈ ગયો હતો, પણ અમારી મિત્રતા જળવાઈ રહી. રિપોર્ટ્સ અનુસાર, કપલની વચ્ચે બધું સારું ચાલી રહ્યું નહોતું, તેથી બંનેનું બ્રેકઅપ થયું.સુષ્મિ તા અને રોહમન લગભગ ૩ વર્ષથી રિલેશનશિપમાં હતા. રોહમને ત્યાં સુધી કહ્યું હતું કે તે સુષ્મિતા અને તેની દીકરીને પોતાનો પરિવાર માને છે. તો પછી એવું તે શું થયું કે બંને અલગ થઈ ગયા? જે પણ હોય, પરંતુ સુષ્મિતા સેનના બ્રેકઅપના સમાચારથી તેના ફેન્સ જરૂર ઓછા થઈ ગયા છે. પરંતુ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેમ આટલા ગાઢ પ્રેમ અને વિશ્વાસ પછી પણ કપલ એકબીજાથી અલગ થઈ જાય છે? કેટલાકની દલીલ છે કે અમે એકબીજા માટે સર્જાયા નહોતા, તો કેટલાકનું એ કહેવું હોય છે કે મેં તેને સમજવામાં ભૂલ કરી. પ્રેમ જેટલો સુખદ હોય છે, બ્રેકઅપ તેટલો જ દુખદ હોય છે. ૨ પ્રેમ કરનાર એકબીજા સાથેના સંબંધમાં એટલા જેાડાઈ ગયા હોય છે કે તેમનું એકબીજાથી અલગ થવું મુશ્કેલ થઈ જાય છે.

ઘણી વાર પ્રેમને લગ્નના મુકામ સુધી લઈ જવો હોય તો ધર્મ, જેન્ડર અને ઉંમર અંતરાયરૂપ બનતા હોય છે, જેથી ૨ પ્રેમ કરનાર અડધા રસ્તે અલગ થઈ જાય છે, પરંતુ સમયની સાથે બદલાવ જરૂર આવે છે. લોકો હવે આ બધી વસ્તુમાં નથી માનતા, પરંતુ ઘણી વાર કંઈક એવું થાય છે કે પ્રેમ લગ્ન સુધી નથી પહોંચી શકતો અને બ્રેકઅપ થઈ જાય છે. તેમની રિલેશનશિપ મુશ્કેલીથી માત્ર થોડા જ વર્ષ ટકી શકે છે અને ત્યાર પછી બંનેના રસ્તા અલગ થઈ જાય છે. આવા સંબંધ પર એક્સપર્ટ્સનું કહેવું છે કે ૭૦ ટકા અપરિણીત કપલનું બ્રેકઅપ પહેલા વર્ષે જ થઈ જાય છે. બીજું એ પણ જેાવા મળ્યું છે કે રિલેશનશિપના ૫ વર્ષ પસાર થયા પછી બ્રેકઅપની શક્યતા માત્ર ૨૦ ટકા સુધી રહે છે. એક રિપોર્ટ અનુસાર, મોટાભાગના લોકોનું બ્રેકઅપ શુક્રવારના દિવસે થાય છે. એક ઈંગ્લિશ વેબસાઈટ એ લોકો પર રિસર્ચ કર્યું હતું અને તેમાં જેવા મળ્યું કે શુક્રવારના રોજ પાર્ટનર એકબીજા સાથે વધારે ઝઘડતા હતા. સાથે આ દિવસે સંબંધ તૂટવાનું જેાખમ વધારે હોય છે. રિપોર્ટ અનુસાર શુક્રવારના દિવસે ૭૫ ટકા લોકોનું બ્રેકઅપ થાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે પહેલા ૧-૨ વર્ષમાં એવું તે શું થાય છે કે ૨ પ્રેમ કરનાર અલગ થઈ જાય છે?

પાર્ટનરની હકીકત સામે આવવી
રિલેશનશિપ એક્સપર્ટ નીલ સ્ટ્રોસ જણાવે છે કે કોઈ પણ રિલેશનશિપનું પહેલું વર્ષ પડકારોથી ભરેલું હોય છે. શરૂઆતમાં બધા સપનાની દુનિયામાં ખોવાયેલા હોય છે એટલે કે તેઓ વાસ્તવિકતાથી દૂર હોય છે. પાર્ટનરમાં તમે જે જુઓ છો અને જે તમે જેાવા ઈચ્છો છો તે બંને અલગ હોઈ શકે છે. થોડા મહિના પછી તમે વાસ્તવિકતાની નજીક આવવા લાગો છો ત્યારે તસવીર સ્પષ્ટ થવા લાગે છે. તમારા પાર્ટનરની આદતો, વ્યવહાર, ચાલચલગત, રહેણીકરણી, તેની વાત કરવાની રીત વગેરે બધું દેખાવા લાગે છે. જે વાસ્તવમાં તે વ્યક્તિમાં હોય છે ત્યાર પછી શરૂ થાય છે વાદવિવાદ. જેા તેને પાર કરી દેવામાં આવે તો સંબંધ આગળ વધી જાય છે. નહીં તો અધવચ્ચે તૂટી જાય છે.

બ્રેકની સીઝન
એક સ્ટડીમાં જેાવા મળ્યું છે કે વેલેન્ટાઈન ડેની આસપાસ સૌથી વધારે બ્રેકઅપ થાય છે, કારણ કે આ દિવસે પ્રેમી એકબીજા પાસેથી સૌથી વધારે આશા રાખે છે કે તેઓ તેના માટે શું ખાસ કરવાના છે, કેવી ગિફ્ટ મળશે અને જ્યારે આશા તૂટી જાય છે ત્યારે વાત બ્રેકઅપ સુધી પહોંચી જાય છે. જ્યારે બીજી તરફ કેટલાક એવા લોકો પણ છે, જે પોતાના બ્રેકઅપનો પ્લાન બનાવતા હોય છે, ખાસ તો વેલેન્ટાઈલ ડે માટે. જે લોકો પ્રેમમાં સ્વયંને છેતરાયેલા અનુભવતા હોય છે, તેઓ બદલો લેવાની ઈચ્છાથી વેલેન્ટાઈન ડે પર બ્રેકઅપ કરતા હોય છે.

પ્રેમ અંધ હોય છે
વૈજ્ઞાનિક એ વાતને સમર્થન આપી ચૂક્યા છે કે પ્રેમ ખરેખર આંધળો હોય છે. તેમને જેાવા મળ્યું હતું કે પ્રેમીની ભાવના મગજના એ ભાગને દબાવી દેતી હોય છે જેમાં ગંભીર વિચાર નિયંત્રિત કરવામાં આવે છે. તેથી જ્યારે આપણે પોતાને કોઈ વ્યક્તિની નજીક અનુભવીએ ત્યારે આપણું મગજ નક્કી કરે છે કે તે વ્યક્તિના ચારિત્ર્ય અથવા વ્યક્તિત્વનું ઊંડાણપૂર્વક આકલન કરવું એટલું જરૂરી નથી રહેતું, પરંતુ એક સમય એવો આવે છે, જ્યારે વ્યક્તિ આકલન કરવા લાગે છે.

બ્રેકઅપનું કારણ
લાઈફ કોચ કેલી રોજર્સે પોતાના રિસર્ચમાં નોંધ્યું છે કે મહિલાઓ પોતાના સંબંધમાં જે આપે છે, તેના બદલામાં ભાવનાત્મક લાભ મેળવવા ઈચ્છે છે. એક રિલેશનશિપમાં ૬ મહિના કમિટેડ રહ્યા પછી મહિલાઓ એમ સમજતી હોય છે કે તેમણે આ સંબંધમાં પોતાનો પ્રેમ, એટેન્શન, પૈસા અને સમય આપ્યા છે તો તેના બદલામાં તેમને પણ કંઈક મળવું જેાઈએ. આ સ્થિતિમાં વધારે એક્સપેક્ટેશન પણ ક્યારેક-ક્યારેક બ્રેકઅપનું કારણ બની જાય છે.

જ્યારે વચ્ચે પૈસા આવી જાય
તમારા પાર્ટનર પૈસા બાબતે કેટલા દિલદાર છે કે કંજૂસ. તે વાતની તમને થોડા સમય પછી જાણ થાય છે. પાર્ટનર સાથે ૨-૪ વાર ડેટ્સ પર જવાથી અને બર્થ-ડે સેલિબ્રેટ કર્યા પછી તમે જાણી શકો છો કે પૈસાના કિસ્સામાં તમારો પાર્ટનર કેટલો દિલદાર છે. જેા તે તમારી આશા પર ખરો ન ઊતરે તો પછી બ્રેકઅપની સ્થિતિ આવી જાય છે. થોડા વર્ષ કોઈની પણ સાથે રિલેશનશિપમાં રહ્યા પછી આર્થિક વિસંગતતા વચ્ચે આવી જાય છે. સંબંધમાં એક વાર પૈસા વચ્ચે આવી જાય તો પછી વિશ્વાસ અને સુરક્ષા જેવા પ્રશ્નો ઉપસ્થિત થવા લાગે છે. જેાકે નાનાનાના ખર્ચની કોઈ વાત નથી, પરંતુ જ્યારે મોટા ખર્ચાની વાત આવે છે અથવા તમે સાથે ટ્રિપ પર જઈ રહ્યા છો ત્યારે પ્રેમ કરતા પૈસાનું મહત્ત્વ વધી જાય છે.

કમિટમેન્ટ ન મળે તો
એક્સપર્ટનું કહેવું છે કે મોટાભાગના લોકો ૧ વર્ષની રિલેશનશિપ પછી પોતાના સંબંધ વિશે બધાને જણાવે છે. ૧ વર્ષ પછી કેટલાક લોકોને પાક્કું કમિટમેન્ટ જેાઈએ છે, પરંતુ પાર્ટનર કોઈને રિલેશનશિપ વિશે જણાવવા નથી ઈચ્છતો અથવા લગ્ન કરવા વિશે વાત ન કરતો હોય, તો કમિટમેન્ટ ઈચ્છનાર પાર્ટનર સંબંધને પૂરો કરી દેતો હોય છે. જેાકે મહદ્અંશે છોકરીઓ આ પ્રકારનું કમિટમેન્ટ છોકરા પાસેથી ઈચ્છે છે, કારણ કે તે પોતાના સંબંધને સિક્યોર કરવા ઈચ્છે છે, પણ છોકરાઓ કોઈ ને કોઈ કારણ જણાવીને એવું કરવાથી મોટાભાગે દૂર ભાગતા હોય છે.

જ્યારે સંબંધની ઉંમરની જાણ હોય
કેટલાક લોકો જાણતા હોય છે કે તેમનો સંબંધ વધારે આગળ સુધી જવાનો નથી. તેમને પોતાના સંબંધને કેટલા સમય માટે રાખવાનો છે કે નથી રાખવાનો તે વાત તેઓ જાણતા હોય છે. તેથી બ્રેકઅપ થવાનું તેમને કોઈ દુખ નથી હોતું. પ્રેમને તેઓ માત્ર ટાઈમ પાસ અથવા મિત્રોને બતાવવા માટે રાખે છે. કેટલાય લોકોએ જેાયું હશે કે કોઈ નવા શહેરમાં ભણવા અથવા નોકરી કરવા ગયેલાએ ત્યાંના રોકાણ દરમિયાન પાર્ટનર શોધી લેવા હોય છે અને ત્યાર પછી બ્રેકઅપ પણ કરી લીધું હોય છે.

નાની ઉંમરનો પ્રેમ
કોઈ પણ અફેરની શરૂઆત ખૂબ સારી હોય છે. અફેર સમયે માણસ પોતાના મગજથી નહીં, પરંતુ દિલથી વિચારતો હોય છે, પરંતુ એક દિવસ જ્યારે તેને સમજાય છે કે આ પ્રેમબેમના ચક્કરમાં પડીને તે માત્ર પોતાનો સમય બરબાદ કરી રહ્યો છે, કારણ કે તેને પોતાનું ઉજ્જ્વળ ભવિષ્ય બનાવવાનું છે, ત્યારે તેઓ બ્રેકઅપ કરી લેતા હોય છે. આ મહદ્અંશે નાની ઉંમરના લોકોમાં થાય છે, જ્યાં તેમને વડીલો સમજાવતા હોય છે કે આ સમય ભવિષ્ય બનાવવાનો છે, ન કે પ્રેમબેમના ચક્કરમાં પડવાનો.

જ્યારે વ્યક્તિ બદલાવા લાગે
રિલેશનશિપની શરૂઆતમાં તમે પણ એવું કરો છો, જેમ કે તમારો પાર્ટનર કરે છે. માત્ર એવું બતાવવા માટે કે તમે તેનામાં રસ લઈ રહ્યા છો. જેમ કે વીકેન્ડમાં ફરવા જવું, ફિલ્મો જેાવા જવું, ડિનર પર જવું, પાર્ટી કરવી વગેરે, પરંતુ થોડા સમય પછી જ્યારે તમને જાણ થાય છે કે તમારા પાર્ટનરને વીડિયો ગેમ રમવી પસંદ છે અથવા ટીવી જેાવું, તો પછી રિલેશનશિપ આગળ વધવાના બદલે પાછળ સરકવા લાગે છે અને ત્યાર પછી આ રિલેશનશિપનો અંત બ્રેકઅપ રૂપે આવે છે.
– મિની સિંહ.

તમે છો સ્માર્ટ પેરન્ટ

એક તરફ નાનકડા મહેમાનના આગમનથી ઘરમાં આનંદ છવાઈ જાય છે, ઘરમાં ચારે બાજુ બાળકની કિલકારી ગુંજતી હોય છે, જ્યારે બીજી તરફ ઘરના અન્ય સભ્યો ઉત્સુક હોય છે. પેરન્ટ્સને તો એવું લાગે છે, જાણે તેમના જીવનમાં એક નવી ઊર્જાનો સંચાર થયો ન હોય, પરંતુ બાળકના આગમનથી પેરન્ટ્સની લાઈફ સ્ટાઈલ પર સંપૂર્ણ રીતે પ્રભાવિત થાય છે, જે શરૂઆતમાં તેઓ ખુશીઆનંદથી સ્વીકારી લે છે, પરંતુ પાછળથી તેમના રૂટિનમાં આવતો બદલાવ તેમના જીવન પર અસર કરે છે. તેથી રૂટિનમાં આવેલા બદલાવનો સામનો કરવાની યોજના બનાવીને ચાલો.

આહારમાં બેદરકારી : પૂરો દિવસ બાળકની સારસંભાળમાં માતાપિતા આહાર પર પૂરતું ધ્યાન નથી આપતા. સમય ન મળવાથી તે કંઈ ઉપલબ્ધ હોય તે જ ખાઈ લે છે. પછી ભલે ને માત્ર ફાસ્ટફૂડ ખાઈને જ પૂરો દિવસ કેમ ન વિતાવવો પડે અને ત્યાર પછી આ જ અનહેલ્ધિ ઈટિંગ હેબિટ્સ તેમને બીમાર કરી દે છે.

કેવી રીતે સામનો કરશો : જ્યારે પણ કંઈક નવું થાય છે ત્યારે બદલાવ આવવો સ્વાભાવિક છે, પરંતુ આ બદલાવ મુજબ સ્વયંને એડજસ્ટ કરવી એક મોટો પડકાર હોય છે. જેા તમે એકલા રહો છો તો આહાર સંબંધિત ટાઈમટેબલ બનાવીને ચાલો, જેથી અનહેલ્ધિ ખાવાનો પ્રશ્ન જ ન રહે, જેમ કે તમે બ્રેકફાસ્ટમાં સ્પ્રાઉટ્સ, ઈંડાં વગેરે લઈ શકો છો. આ જ રીતે લંચમાં દાળ, રોટલી, છાશ અથવા તો બાફેલા ચણા અને રાત્રિના ડિનરમાં ઓટ્સ લઈ શકો છો, જેા હાઈ ફાઈબર રિચ ડાયટ હોય છે. આ સમયગાળા દરમિયાન તમને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફ્રૂટ્સ, ચણા વગેરે લો, જે તમારી ભૂખને શાંત કરવાની સાથે તમને હેલ્ધિ પણ રાખશે.

અપૂરતી ઊંઘ : બાળકના આગમનથી પેરન્ટ્સની ઊંઘમાં ખલેલ પડતી હોય છે, કારણ કે હવે તમારે તમારી રીતે નહીં, પણ બાળકની ટેવ પ્રમાણે ઊંઘવું પડે છે, જેા થાકની સાથે તાણનું કારણ બને છે અને તેની અસર પેરન્ટ્સની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ પર થાય છે.

કેવી રીતે સામનો કરશો : પેરન્ટ્સે સાથે મળીને જવાબદારી નિભાવવી જેાઈએ, જેમ કે તમે ઘરે છો તો તમારા હસબન્ડની હાજરીમાં ઘરના બધા કામ પૂરા કરી લો, જેથી બાળકના ઊંઘવા પર તમે પણ તમારી ઊંઘ પૂરી કરી શકો અને જ્યારે તમારા પાર્ટનર કામ પરથી ઘરે આવે ત્યારે તમે ફ્રેશ હોવાથી તેમને પણ આરામ મળી શકે. રાતના સમયે પણ આ જ રીતે મેનેજ કરવાથી તમે પહેલાંની જેમ રૂટિન બનાવી શકશો.

ઈમોશનલ બેલેન્સ : વર્કિગ હોવા છતાં એકબીજાને સમય ફાળવવો જેાઈએ, એકબીજાની દરેક વાત સાંભળવી, પરંતુ બાળકના આગમન પછી તેનામાં બિઝી રહેવાથી પાર્ટનર્સ એકબીજાને સમય નથી ફાળવી શકતા. તેમાં પણ રોમાન્સ તેમની લાઈફમાં રહેતો જ નથી, જેથી તેમની વચ્ચે ઈમોશનલ એટેચમેન્ટ ઓછું થઈ જાય છે.

કેવી રીતે સામનો કરશો : પેરન્ટ્સ બનવાનો એ અર્થ નથી કે તમે એકબીજા સાથે રોમાન્સ કરવાનો બંધ કરી દો, એકબીજા સાથે મજાકમસ્તી બંધ કરી દો, પણ પહેલાંની જેમ પાર્ટનર સાથે રોમેન્ટિક રહો. તેની ફીલિંગ્સને સમજેા અને તેના માટે પૂરતો સમય ફાળવો. બની શકે તો ડિનર અથવા રોમેન્ટિક ડેટ્સ પર જાઓ. આમ કરવાથી લાઈફમાં રોમાન્સ જળવાઈ રહે છે, નહીં તો નીરસતા આવવાથી લાઈફ બોરિંગ થઈ જશે.

નિયમપાલનમાં ઘટાડો : હંમેશાં આપણને શિસ્તબદ્ધ રહેવું ગમતું હોય છે જેમ કે સમયસર ઊઠી જવું, ખાવું, ક્યાંક બહાર જવાનું હોય તો પણ સમયસર નીકળવું, એક્સર્સાઈઝ વગેરે, પરંતુ પેરન્ટ્સ બન્યા પછી આપણે ઈચ્છવા છતાં પણ પોતાને શિસ્તમાં નથી રાખી શકતા, જે સ્થિતિ આપણને મનોમન પરેશાન કરતી હોય છે.

કેવી રીતે સામનો કરશો : ભલે ને શરૂઆતના ૧-૨ અઠવાડિયા તમારા બિઝી પસાર થાય, પરંતુ પછી તમે શિડ્યૂલ બનાવીને ચાલો, જેમ કે તમે બહાર એક્સર્સાઈઝ માટે ન જઈ શકતા હોય તો ઘરે કરો અને જે ડિનર ફિક્સ ટાઈમ પર ન લઈ શકો તો ડિનર સમયસર કરવા તેમાં ઓટ્સ, સૂપ, સેલડ અને ખીચડી સામેલ કરો, જે ઓછા સમયમાં તૈયાર થવાની સાથે વધારે હેલ્ધિ પણ છે. આમ કરવાથી તમે બહારનું ખાવાથી પણ બચશો અને સ્વસ્થ પણ રહેશો. આ જ રીતે તમે બીજી વસ્તુને પણ મેનેજ કરીને ઊભી થયેલી આ નવી પરિસ્થિતિનો સામનો કરી શકશો.
– પારૂલ ભટનાગર.

સરળ બનાવો ડિવોર્સ પછી બીજા લગ્ન

૨૦૧૭માં પતિ અરબાઝ ખાનથી ડિવોર્સ લઈ ચૂકેલી ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોરાએ તાજેતરમાં પોતાના ૧૭ વર્ષના દીકરા અરહાનનો જન્મ દિવસ ઉજવ્યો. ૪૬ વર્ષની મલાઈકા હાલમાં તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે અને બંને જલદી લગ્ન કરવા વિશે વિચારી રહ્યા છે. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં મલાઈકાએ જણાવ્યું હતું કે ડિવોર્સ પછી ફરીથી પ્રેમ મેળવવો તેના માટે ખાસ છે. તેના માનવા અનુસાર આ એક કમાલનું ફીલિંગ છે, કારણ કે જ્યારે લગ્નજીવન તૂટી રહ્યું હતું, ત્યારે તે જાણતી નહોતી કે બીજી વાર તેણે આ સંબંધમાં જવું કે નહીં. જેાકે અત્યારે તો તેને ખુશી છે કે તેણે સ્વયંને ફરીથી આ તક આપી છે અને યોગ્ય નિર્ણય લીધો છે. તેના જણાવ્યા અનુસાર ડિવોર્સ પછી બીજા લગ્ન એક મહિલાનો અંગત નિર્ણય હોય છે, જેની પર કોઈને આપત્તિ ન હોવી જેાઈએ.

જેાકે એ વાત સાચી છે કે ડિવોર્સ પછી કોઈ પણ વ્યક્તિની જિંદગીમાં પરિવર્તન આવે છે, તેમાં પણ ખાસ તો મહિલાઓની જિંદગી લગભગ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે, કારણ કે સંબંધ વિચ્છેદમાં પતિ તરફથી મળતી તકલીફોથી તે આઝાદ થઈ જાય છે, પરંતુ બીજી સમસ્યા એ હદે વધી જાય છે કે જાણે તેની જિંદગીમાં કોઈ ભૂકંપ આવી ગયો ન હોય. આ સ્થિતિમાં ડિવોર્સી મહિલા જેા બીજા લગ્ન વિશે વિચારે તો ખરેખર તેની મુશ્કેલીઓ વધી જાય છે. આજના સમયગાળામાં ઝડપથી વધી રહેલા ડિવોર્સ એટલો ગંભીર વિષય નથી જેટલું કે તે પછી ડિવોર્સી મહિલાની જિંદગીમાં આવનારી સમસ્યા છે. નીચે જણાવેલા ઉદાહરણ પર મહત્ત્વપૂર્ણ પ્રકાશ પાડી શકે છે :

નીરાના ડિવોર્સને ૨ વર્ષ થઈ ગયા છે. પતિના દગાએ તેને જિંદગીના દરિયામાં અધવચ્ચે લાવીને ઊભી કરી દીધી છે. ૧૫ વર્ષની દીકરી શૈલીની મા નીરાને હવે દીકરી સાથે પોતાના ભવિષ્યની પણ ચિંતા સતાવી રહી છે. ડિવોર્સની કાનૂની પ્રક્રિયામાં અટવાઈને તેણે એક તરફ સમયની બરબાદી વેઠી છે, જ્યારે બીજી તરફ પોતાની શાંતિ પણ ગુમાવી દીધી છે. અત્યારે તે એક પ્રાઈવેટ સ્કૂલમાં ટીચરની નોકરી કરી રહી છે, પરંતુ ભવિષ્યની અસલામતી ઘણી વાર તેના મનને બેચેન કરી દે છે. તે બીજા લગ્ન કરવા માટે ઈચ્છુક છે, પરંતુ જાણે છે કે બીજા લગ્નની આ યાત્રા એટલી સરળ પણ નથી.

પિંક સિટી જયપુરની રહેવાસી કોમલ ગુપ્તાના ડિવોર્સનું મુખ્ય કારણ તેના પતિનો હિંસક વ્યવહાર હતો. ત્યાં સુધી કે અંતરંગ પળોમાં પણ તેને પોતાના પતિનો હિંસક વ્યવહાર સહન કરવો પડતો હતો. ડિવોર્સની અટપટી અને કંટાળાજનક પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી કોમલ મનોમન તૂટી ગઈ છે. તેને હવે કોઈના સહારાની જરૂર છે, પરંતુ ૮ વર્ષના દીકરા આશુ સાથે તેને કોઈ અપનાવશે, તેની પર તેને આશંકા જરૂર છે. નીરા અને કોમલ જેવી ઘણી બધી મહિલાઓ છે, જે કોઈ ને કોઈ મજબૂરીના લીધે પતિથી ડિવોર્સ લઈને અલગ તો થઈ છે, પરંતુ આગળની જિંદગીની યાત્રા તેના માટે ખૂબ મુશ્કેલ પ્રતીત થાય છે. તે બાળકોના ભવિષ્યની સાથ પોતાના ભવિષ્ય પ્રતિ પણ ભયભીત છે.

ડિવોર્સ પછી થનારી સમસ્યા
હીનદષ્ટિવાળી સામાજિક માનસિકતા : ભલે ને આપણો સમાજ આજે ટેક્નિકલ જ્ઞાન તથા રહેણીકરણી, પહેરવેશ વગેરેથી ખૂબ આધુનિક થઈ ગયો છે, પરંતુ હકીકત એ છે કે સમાજની માનસિકતા આજે પણ દાયકા જૂની રહી છે. આ કારણ રહ્યું છે કે ડિવોર્સી મહિલાઓને આજે પણ હીનદષ્ટિથી જેાવામાં આવે છે, પછી ભલે ને તે ગમે તે વર્ગની કેમ ન હોય. તેને તેજતર્રાર, નિર્લ્લજ અને ચાલાક મહિલાની પદવી આપી દેવામાં આવે છે, જાણે તેણે ખૂબ ખુશીથી પોતાના પતિથી ડિવોર્સની પસંદગી ન કરી હોય.

વ્યક્તિગત જીવનમાં ચંચુપાત : સમાજમાં મહિલાપુરુષના બેવડા માપદંડના લીધે મોટાભાગે મહિલાઓને ડિવોર્સ માટે સંપૂર્ણ રીતે દોષી જાહેર કરવામાં આવે છે. તેની તકલીફને સમજવાનું તો દૂર, લોકો તેને મહેણાંટોણાં મારવાથી પણ દૂર નથી રહેતા. ડિવોર્સના લીધે તેમને આડોશપાડોશ, સગાંસંબંધીના કટાક્ષનો સામનો કરવો પડે છે. આમ પણ આપણો તથાકથિત સભ્ય સમાજ એક પુરુષની સરખામણીમાં મહિલાના વ્યક્તિગત જીવનમાં વધારે રસ ધરાવે છે. આ સ્થિતિમાં સ્પષ્ટ છે કે તેમની પર્સનલ લાઈફમાં લોકોનો ચંચુપાત વધારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બની જાય છે.

આર્થિક નિર્ભરતા : આજે મોટાભાગની મહિલાઓ આર્થિક રીતે પોતાના પતિ પર નિર્ભર હોય છે, પરિણામે ડિવોર્સ પછી પણ પોતાના ભરણપોષણ માટે તેણે પતિની તરફ જેાવું પડે છે. કોર્ટ દ્વારા પતિ પાસેથી અપાવવામાં આવતું ભરણપોષણ ભથ્થું ઘણી વાર તેમના ખર્ચા માટે અપૂરતું હોય છે.

શારીરિક તથા માનસિક શોષણ : ડિવોર્સી મહિલાના વર્કપ્લેસ પર તેમનું શારીરિક તથા માનસિક શોષણ થવાની શક્યતા વધી જાય છે. આમ પણ પુરુષપ્રધાન સમાજ હોવાથી પુરુષ વિનાના ઘરની મહિલાઓને સરળ શિકાર માનવામાં આવે છે, જેમને થોડી લાગણી દર્શાવીને કોઈ પણ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. પરિણામે ઘરમાં સગાંસંબંધી તથા બહાર બોસની લોલુપ નજર ડિવોર્સી મહિલા પર કેન્દ્રિત રહે છે. આમ મહિલાઓઐ દરેક પગલે ફૂંકીફૂંકીને ચાલવું પડે છે.

વધતી જવાબદારી : જે રીતે ૨ પૈડાની ગાડી પોતાના બોજને સરળતાથી ઉઠાવવામાં સક્ષમ હોય છે, તે જ રીતે પતિપત્ની પણ સાથે મળીને સહજતાથી પોતાની ગૃહસ્થીની ગાડીને ચલાવી શકે છે, પરંતુ એકલી મહિલા માટે ગૃહસ્થીની બધી જવાબદારી સંભાળવી એટલી સરળ નથી હોતી. ઘરબહારના કામ, બાળકોનો ઉછેર, આવકની વ્યવસ્થા કરતાંકરતાં તેની હાલત ખરાબ થવા લાગે છે. આ સ્થિતિમાં વધતી જવાબદારીનું દબાણ તેના ડિવોર્સી જીવનને મુશ્કેલીમાં મૂકી દે છે.

બીજા લગ્નમાં આવતી અડચણ : પુરુષવાદી માનસિકતાનો ગુલામ એવો આપણો સમાજ આજે પણ ડિવોર્સી મહિલાને શંકાની નજરથી જુએ છે. તેથી તેની સાથે દાંપત્ય સંબંધ જેાડતા પહેલાં પોતાના સ્તરે તેના ડિવોર્સના કારણોની તપાસ કરી લેવામાં આવે છે કે ડિવોર્સનું જણાવવામાં આવેલું કારણ શું વાજબી હતું કે નહીં. આ સ્થિતિમાં ડિવોર્સી મહિલાના ચારિત્ર્ય પર પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, જેથી તેની સમસ્યા વધવી સ્વાભાવિક છે. પરંતુ કહેવાય છે ને કે જ્યારે ખાંડણીમાં માથું મૂક્યુ પછી દસ્તાનો ડર કેવો. જ્યારે ડિવોર્સ લેવાનું નક્કી કરી લીધું તો પછી આવનારી મુશ્કેલીથી ડરવાનું કેમ.

લગ્નના ૭ વર્ષ પછી પોતાના પતિથી ડિવોર્સ લઈ ચૂકેલી રીના પોતાની ડિવોર્સ પછીની જિંદગી પર પોતાના વિચારો વ્યક્ત કરતા કહે છે કે ડિવોર્સ પછીનું જીવન મુશ્કેલ જરૂર છે, પરંતુ અશક્ય નથી. આમ પણ ડિવોર્સ પહેલાં તેનું જીવન એક દુખભરી કહાણી સિવાય કંઈ જ નહોતું. પતિ અને સાસરીના લોકોએ તેનું તથા તેની બાળકીનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું. હવે તે ક્યારેય પોતાના પતિ પાસે પરત જવા તૈયાર નથી. પોતાની ૬ વર્ષની દીકરી સાથે જિંદગીને ખુશીખુશી જીવવા ઈચ્છે છે. જેાકે રીના બીજા લગ્નની પણ ઈચ્છા ધરાવે છે, પરંતુ તેની શરત એ છે કે તેની દીકરીને પિતાનો પ્રેમ મળે. જેાકે લગ્નના નામે પોતાની સ્વતંત્રતાને ગિરવી મૂકવી તેને પસંદ નથી. ડિવોર્સી હોવું કોઈ ગુનો નથી. કોઈ વાજબી કારણસર જેા તમે ડિવોર્સ લઈ લીધા હોય તો જિંદગીને એક કાળા ડાઘની જેમ નહીં, પરંતુ કુદરતની અણમોલ ભેટ માનીને જીવો. તમારી સકારાત્મક માનસિકતાથી આવનારા પડકારોનો હસીને સામનો કરો અને અબળા નહીં, પરંતુ એક સબળા બનીને સમાજમાં પોતાના અસ્તિત્વ અને ગરિમા જાળવી રાખો. અહીં જણાવેલા ઉપાય આ કામમાં તમને મદદરૂપ બનશે :

ભવિષ્યની પ્રાથમિકતા નક્કી કરો : કોઈ પણ જાતના દબાણ વિના પોતાના ભવિષ્યની પ્રાથમિકતા નક્કી કરો. યાદ રાખો કે જિંદગી માત્ર તમારી છે, તેથી તેને જીવવાની રીત અને કુશળતા પણ તમારી હોવી જેાઈએ. સમજીવિચારીને જિંદગીને બીજી તક આપો અને કોઈ પણ જાતના ડર વિના, પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા પ્રયાસ કરો.

ભવિષ્ય માટે સકારાત્મક માનસિકતા : ક્યારેક-ક્યારેક એવું થાય છે કે ૨ વ્યક્તિ એકસાથે નથી રહી શકતી, પરંતુ તેનો અર્થ એ નથી કે જિંદગી હવે પૂરી થઈ ગઈ છે. જિંદગી હંમેશાં બીજી તક આપતી હોય છે અને તે પણ પહેલાંથી વધારે સારી. તેથી લોકો શું કહેશે તે વાતને મનમાંથી કાઢી નાખો અને લોકો દ્વારા કરવામાં આવતી ટીકાટિપ્પણી પર ધ્યાન ન આપો, કારણ કે લોકો બોલવાના જ છે અને તેમનું તે જ કામ હોય છે. તેથી સકારાત્મક બનીને જિંદગીને નવા નામે જીવવાની કોશિશ કરો.

આત્મનિર્ભર બનો : આર્થિક રીતે સ્વયંને મજબૂત બનાવવાની કોશિશ કરો. પોતાના શિક્ષણ અને પ્રતિભા અનુસાર રોજગારની તક શોધો અને પોતાના પગ પર મજબૂતાઈથી ઊભા થવાનો પ્રયત્ન કરો.

બાળકો સાથે મજબૂત બોન્ડિંગ બનાવો : ગમે તેટલી સમસ્યા કેમ ન હોય બાળકોને નજરઅંદાજ ન કરો. તેમની સાથે ખુશીઆનંદની પળો જરૂર વિતાવો. આમ કરવાથી બાળકો સાથે તમારો સંબંધ પણ મજબૂત બનશે અને તમે પણ સકારાત્મક ઊર્જાથી ભરાઈ જશો. કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં બાળકોને વિશ્વાસમાં લેવા ખૂબ જરૂરી છે, નહીં તો તેમનો ગુસ્સો અથવા ઉદાસીનતા તમારા કોઈ પણ નિર્ણય પર ભારે પડી શકે છે. તેથી તમારા બાળકો સાથે મજબૂત બોન્ડિંગ બનાવો.

આત્મવિશ્વાસ વધારો : ડિવોર્સ લઈને તમે કંઈ ખોટું નથી કર્યું, પરંતુ તમારી સાથે જે ખોટું થઈ રહ્યું હતું તેનો વિરોધ કરીને તમે તમારી માનસિક તાકાત બતાવી છે તેમ સમજેા. ભલે ને સમાજ થોડા સમય પછી તમારા દષ્ટિકોણને સાચો માને, પરંતુ સ્વયં પોતાના આ નિર્ણય સાથે મજબૂતાઈથી ઊભા રહો અથવા પોતાને કારણ વિનાના આરોપ અને દોષથી મુક્ત કરીને ખુલ્લી હવામાં શ્વાસ લો અને પોતાના દરેક નિર્ણય પર વિશ્વાસ રાખો.

કરો એ જ જે તમને લાગે સાચું : ડિવોર્સ લીધા પછી એકલા રહેવું છે કે પછી પોતાને બીજી તક આપીને લગ્ન કરી લેવા છે તે નિર્ણય તમારો પોતાનો હોવો જેાઈએ. મુશ્કેલીના ડરથી ભાગશો નહીં, પરંતુ ચુસ્તીથી પોતાની સમસ્યાનું સમાધાન શોધવા તત્પર રહો, કારણ કે લોકો પણ એવા લોકોને સાથ આપે છે, જેમાં પોતાના માટે લડવાની તાકાત હોય. તેથી જેા તમે પણ તૈયાર થઈ ગયા હોય તો ડિવોર્સ પછીની યાત્રા તમારા માટે સરળ રહેશે.
– પૂનમ પાઠક.

સાસુવહુનો સંબંધ બનાવો વધારે ગાઢ

સાસુવહુનો સંબંધ ખૂબ નજીકનો હોવા છતાં પણ દાયકાઓથી ઘણો વિવાદિત રહ્યો છે. તે સમયે પણ જ્યારે મહિલાઓ અશિક્ષિત રહેતી હતી, તેમાં પણ સાસુઓની પેઢી વધારે શિક્ષિત નહોતી. આજે જ્યારે બંને પેઢી શિક્ષિત છે અને ક્યાંક ને ક્યાંક બંને ઉચ્ચ શિક્ષિત છે તો પછી એવું તે કયું કારણ બની જાય છે આ પ્રેમાળ સંબંધના સમીકરણને બગાડવાનું. સંયુક્ત પરિવારમાં એક તરફ સાસુ અને વહુ બંને સાથે રહેતા હોય છે ત્યાં જેા સાસુવહુ વચ્ચે અણબનાવ રહે તો પૂરા ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જય છે. સાસુવહુના સંબંધની આ તાણ દીકરાવહુની જિંદગીની ખુશીઓને પણ બગાડે છે. ક્યારેક-ક્યારેક દીકરાવહુનો સંબંધ આ તાણના લીધે ડિવોર્સ સુધી પણ પહોંચી જાય છે.
જેાકે ભારતની મહિલાઓનો એક નાનો વર્ગ હવે ઝડપથી બદલાયો છે, સાથે તેમની માનસિકતામાં પણ બદલાવ આવ્યો છે. જુનવાણી માનસિકતા ધરાવતી સાસુઓ પણ હવે નવી પેઢીની વહુ સાથે તાલમેલ બેસાડવાની કોશિશ કરવા લાગી છે. સાસુને હવે વહુ આરામ આપનાર નહીં, પરંતુ તેમને મદદરૂપ સાબિત થવા લાગી છે. જેાકે આ બદલાવ આમ તો સુખદ છે. નવી પેઢીની વહુઓ માટે સાસુની આ બદલાયેલી માનસિકતા સુખદ ભવિષ્યની શરૂઆત સમાન છે. તેમ છતાં દરેક વર્ગની સંપૂર્ણ સામાજિક માનસિકતા બદલવામાં ચોક્કસપણે સમય લાગશે.

ઘણું બધું બદલવાની જરૂર
ભલે ને આજની સાસુ વહુ પાસેથી ભોજન બનાવવા તથા ઘરના બીજા કામની જવાબદારી નિભાવવાની આશા રાખતી નથી, વહુ પર કોઈ પ્રતિબંધ મૂકતી નથી કે ન તેની વ્યક્તિગત બાબતમાં કોઈ ચંચુપાત કરે છે. તેમ છતાં કેટલાક કારણ એવા બની જાય છે જેા ઘરમાં આ પ્રેમાળ સંબંધને સહજ નથી થવા દેતા. જેાકે હજી પણ અનેક બદલાવની જરૂર છે, કારણ કે આજે પણ ક્યાંક સાસુ વહુ પર હાવી છે જ.

કેટલાક એવા કારણ જે શિક્ષિત હોવા છતાં પણ આ બે સંબંધના સમીકરણને ખોટા ઠેરવે છે :
આજની વહુઓ ઉચ્ચ શિક્ષિત હોવાની સાથેસાથે આત્મનિર્ભર પણ હોય છે, વળી પિયરથી પણ મજબૂત હોય છે, કારણ કે પરિવારમાં મહદ્અંશે ૧ કે ૨ બાળક હોય છે. તેમાં પણ મહદ્અંશે છોકરી એક જ હોય છે, જેથી તે એક સાસુથી જ નહીં કોઈનાથી પણ દબાતી નથી.
આજના સમયમાં છોકરીના માતાપિતા સાસુ કે સાસરીના અન્ય લોકો ઉપરાંત પતિ સાથે પણ કારણ વિના સમજૂતી કરવાનું પરંપરાગત શિક્ષણ નથી આપતા, જે એક રીતે યોગ્ય છે.
વહુઓને આજના સમયમાં જમવાનું બનાવતા ન આવડવું એક સામાન્ય વાત બની ગયું છે અને બનાવતા આવડવું આશ્ચર્યની વાત હોય છે.
બોલ હવે સાસુના હાથમાંથી નીકળીને વહુના હાથમાં ચાલ્યો ગયો છે.
વહુ નવી ટેક્નોલોજીની જાણકાર હોય છે, તેથી દીકરો પણ તેને વધારે મહત્ત્વ આપે છે, જે સાસુને થોડી ઉપેક્ષિત કરે છે.
સાસુ શિક્ષિત તથા નવા જમાના અનુસાર સ્વયંને બદલવાનો દાવો કરતી હોવા છતાં વહુના આ બદલાયેલા આધુનિક, બિનધાસ્ત તથા આત્મવિશ્વાસુ રૂપનો સહજતાથી સ્વીકાર નથી કરી શકતી.
પતિપત્નીના પરંપરાગત સંબંધમાંથી વહુ-દીકરાના બંધાયેલો મૈત્રીભર્યો સંબંધ કેટલીક સાસુ દ્વારા સ્વીકાર થવો મુશ્કેલ લાગે છે.
તેમાં પણ વહુના બદલે દીકરાને ઘર સંભાળવું પડતું હોય તો સાસુની પરંપરાગત માનસિકતા તેને દુખી કરતી હોય છે.

આ બધા કેટલાક એવા કારણ છે જે વર્તમાન સમયમાં સાસુવહુની બંને શિક્ષિત પેઢી વચ્ચે વૈમનસ્ય તથા તાણનું કારણ બને છે. પછી પરિણામ સ્વરૂપ વિચારો તથા લાગણીનો સંઘર્ષ બંને તરફથી થાય છે. કેટલીક નાનીનાની વાત આગ ભડકાવવાનું કામ કરતી હોય છે, જેનું પરિણામ ક્યારેક ક્યારેક દીકરાવહુને કોર્ટના દરવાજા સુધી પણ પહોંચાડે છે.

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સીનિયર પ્રોફેસર, રાઈટર અને મનોચિકિત્સક ડો. ટેરી ઓપ્ટરે પુસ્તક ‘વ્હોટ ડૂ યૂ વોંટ ફ્રોમ મી’ માટે હાથ ધરવામાં?આવેલા કેટલાક રિસર્ચમાં જેાયું કે ૫૦ ટકા કિસ્સામાં સાસુવહુનો સંબંધ ખરાબ હોય છે. ૫૫ ટકા વૃદ્ધ મહિલાઓએ સ્વીકાર્યું હતું કે તે સ્વયંને વહુ સાથે અસહજ અને તાણગ્રસ્ત અનુભવે છે, જ્યારે લગભગ બે તૃતીયાંશ મહિલાઓએ અનુભવ કર્યો છે કે તેમની વહુએ તેમને પોતાના જ ઘરમાં અલગઅલગ કરી દીધા છે. દુનિયાના બધા સંબંધ કરતા વધારે જટિલ સંબંધ છે સાસુવહુનો. માત્ર ભારતમાં જ નહીં, પૂરી દુનિયામાં તેને મુશ્કેલ સંબંધ માનવામાં આવ્યો છે. જેાકે ભારતમાં આ સમસ્યા વધારે એટલે છે, કારણ કે અહીં પરિવાર તથા વડીલવૃદ્ધોને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. નવી પેઢીની વહુની માનસિકતા : નવી પેઢીની છોકરીઓની માનસિકતા ઘણી બદલાઈ છે. તે પરંપરાગત વહુના પરિઘમાં સ્વયંને કોઈ પણ રીતે ફિટ કરવા નથી ઈચ્છતી. તેમની માનસિકતા થોડીઘણી પાશ્ચાત્ય બની છે. તેમને ઢોંગ તથા દેખાવ કરવો પસંદ નથી. તે લગ્ન પછી ઘરને પોતાની ઈચ્છાનુસાર સજાવવા ઈચ્છે છે. ત પોતાની જિંદગીમાં કોઈનો પણ ચંચુપાત પસંદ નથી કરતી. તેમના માટે તેમનો પરિવાર તેમના બાળકો તથા પતિ હોય છે. તે ભૂલી જાય છે કે દીકરી જ ભવિષ્યમાં વહુ બનતી હોય છે.

જેાકે આજે દીકરીઓને ઉછેરવાની રીત બદલાઈ છે. છોકરીઓ પણ આજે લગ્ન, સાસરી કે સાસુસસરા વિશે વધારે વિચારતી નથી. તેમના માટે તેમની કરિયર, પોતાના વિચાર તેમજ વ્યક્તિત્વ પ્રાથમિકતામાં રહે છે.
સાસુની માનસિકતા : આમ પણ સાસુની પરંપરાગત સામાજિક તસવીર ખૂબ નેગેટિવ રહી છે. સમાજશાસ્ત્રી રિતુ સારસ્વતના જણાવ્યા અનુસાર, સાસુની ઈમેજ પ્રત્યે આવા ઘર કરી ગયેલા વિચાર, જેને એટલી સરળતાથી દૂર કરી શકાય તેમ નથી. આજની શિક્ષિત સાસુએ પણ વહુ રૂપે ક્યારેક એક પરંપરાગત સાસુને નિભાવી હોય છે. ઘણું બધું ન ગમતું સહન કર્યું હોય છે. તે સમયે પરિવાર પણ મોટા રહેતા હતા, જેને સાચવ્યા છે. નોકરી કરતાંકરતાં અથવા ઘરે રહીને પણ ખૂબ સારા કામ કર્યા છે.
બીજી તરફ વહુનું રૂપ પણ એટલું બદલાયું છે કે સ્વયંને બદલવા છતાં સાસુ માટે વહુનું આ નવું રૂપ આત્મસાત કરવું સરળ નથી રહ્યું, જેથી અનિચ્છાએ પણ બંનેના સંબંધ તાણપૂર્ણ બની જાય છે.

સાસુનો ડર : સાસુવહુના તાણપૂર્ણ સંબંધનું સૌથી મોટું કારણ છે સાસુમા ‘પાવર ઈનસિક્યોરિટી’ નું હોવું. દીકરાના લગ્ન થયા પછી સાસુ એ ચિંતામાં પડી જાય છે કે તેમણે મહેનત અને લાગણીથી વસાવેલું સામ્રાજ્ય ક્યાંક છીનવાઈ ન જાય. જેા સાસુ આ ઈનસિક્યોરિટીના ભાવથી ગ્રસિત રહે છે, તેમના પોતાની વહુ સાથેના સંબંધમાં મહદ્અંશે કડવાશ રહે છે.

દીકરાવહુનો સંબંધ મજબૂત બનાવવામાં માની મહત્ત્વની ભૂમિકા : લગ્ન પહેલાં દીકરો માની સૌથી વધારે નજીક હોય છે. જેાકે લગ્ન પછી દીકરાની પ્રાથમિકતામાં બદલાવ આવવા લાગે છે. સાસુ ઈચ્છતી હોય છે કે દીકરો લગ્ન પછી પણ તેનો જ રહે સાથે વહુ પણ પોતાની થઈ જાય. આ એક સુંદર ભાવના અને અભિલાષા છે અને દરેક મા આ જ ઈચ્છે છે, પરંતુ તેના માટે કેટલીક વાતનું પહેલા દિવસથી ધ્યાન રાખવાની જરૂર છે. સૌપ્રથમ સાસુએ પોતાની વહુને અલ્હડ દીકરી રૂપે સ્વીકારવાની જરૂર છે, જેની દરેક ઉપલબ્ધિ પર ખુશી તથા વખાણના પુલ બાંધવામાં આવે તેમજ તેની દરેક ભૂલને હસીને પ્રેમથી નજરઅંદાજ કરવામાં આવે, કારણ કે એક સુકુમાર લાડકી દીકરીના લગ્ન થતા વહુની જવાબદારીના બોજ હેઠળ દબાઈને ન રહે ને.
વહુને પોતાના દીકરાની પત્ની અને વહુ માનતા પહેલાં તેનો એક સ્વતંત્ર વ્યક્તિત્વ રૂપે સ્વીકાર કરો. તેના વિચારો, ફ્રેન્ડ સર્કલ અને તેના કામને પણ એટલું જ મહત્ત્વ આપો જેટલું મહત્ત્વ તમે તમારા દીકરાને આપો છો. હવે યુવાન છોકરાઓમાં પણ પોતાની કામકાજી પત્નીને લઈને ખૂબ બદલાવ આવ્યો છે, પરંતુ મોટાભાગે જેાવા મળે છે કે મા દીકરાની આ લાગણીને પ્રોત્સાહન નથી આપી શકતી.

વહુ દીકરાની પેઢીની અને તેની સમકક્ષ શિક્ષિત છે, નવી ટેક્નોલોજીની જાણકાર છે. દીકરાવહુની ઘણી પરસ્પરની વાતો અને વિચારો તેમની પેઢી મુજબના છે જે સાસુની સમજમાં નથી આવતા અને તે પોતાને ઉપેક્ષિત અનુભવવા લાગે છે. આ સ્થિતિમાં દીકરાવહુના એકબીજા સાથેના સંબંધને સહજતાથી લેવાની જરૂર છે, જે રીતે દીકરીજમાઈ માટે વિચારો છો, શું દીકરીજમાઈ માને બધું જણાવે છે?

અંગત જિંદગીમાં હસ્તક્ષેપ નહીં : દીકરાવહુ વચ્ચે નાનામોટા ઝઘડા થવા તો સામાન્ય વાત છે. તે બંને જાતે જ તેનું સમાધાન પણ શોધી લે છે, પરંતુ તેમના ઝઘડામાં વચ્ચે પડીને એમ વિચારવું કે વહુ પોતાની ભૂલનો સ્વીકાર કરીને સમાધાન કરી લે. આ માનસિકતા જેાકે નાના ઝઘડાને મોટો કરી દે છે.

એકબીજાની ઈર્ષા કેમ : સાસુ અને વહુની વચ્ચે ઈર્ષાની વાત થોડી વિચિત્ર જરૂર લાગે છે, કારણ કે બંને વચ્ચેનો સંબંધ સારો હોય કે ખરાબ, હોય છે તો માદીકરીનો જ, પરંતુ આ બંને વચ્ચે ઈર્ષા ક્યાં, કયા સ્વરૂપે પેદા થાય છે તે વિશે કહી શકાતું નથી. છોકરાએ પોતાની મા માટે કંઈ ખરીદીને લાવે, કોઈ વાતે માની સલાહને મહત્ત્વ આપે, માએ બનાવેલા ભોજનના વધારે વખાણ કરે, પત્નીને મા પાસેથી ખાવાનું બનાવતા અને ગૃહસ્થી ચલાવતા સમ ખાવાની સલાહ આપી દે તો વહુના દિલમાં સાસુ પ્રત્યે ઘૃણા તથા ઈર્ષાના ભાવ આવે છે. બીજી તરફ આ બધા કારણે સાસુ પણ વહુ પ્રત્યે ઈર્ષાળુ બની શકે છે.

સાસુના જમાનામાં વહુ માટે માનમર્યાદા અને કાયદા તથા જવાબદારી ખૂબ વધારે હતા, પરંતુ આજે છોકરી માટે આ બધી વાતો અને જવાબદારીના માપદંડ બદલાઈ ગયા છે. તેથી વહુની બદલાયેલી રીતનો સ્વીકાર કરી લો. મનથી સ્વીકાર કરતા સાસુવહુ વચ્ચેની અસહજતા દૂર થશે તો તેની સારી અસર દીકરાવહુના સંબંધ પર પણ થશે. દીકરો તો તમારો જ છે, પરંતુ જેા ક્યારેક પક્ષ લેવાની જરૂર પડે તો વહુનો લો, નહીં તો તટસ્થ રહો.

બાળકોના સંબંધને બચાવી રાખવાની જવાબદારી બંને પરિવારની છે : એ વાત સાચી છે કે વહુનું ખરું ઘર તો તેના પતિનું ઘર કહેવાય છે, તેથી તેની સાસરીના લોકો પર બાળકોના લગ્નને મજબૂત બનાવવાની અને વિખૂટા પડવાની સ્થિતિમાંથી બચાવવાની જવાબદારી રહે છે. દીકરો જેટલો તેની માની નજીક હશે તેટલી જ તેની મા પણ તેના માટે પ્રયાસરત રહેશે, કારણ કે દીકરો તેની માની સલાહને વધારે અનુસરતો હોય છે. પરંતુ આજના સમયમાં છોકરીના માતાપિતા પણ તેના માટે ઓછા ગુનેગાર નથી. તેઓ પણ નાનીનાની વાતમાં પોતાની દીકરીને ઉશ્કેરીને નાની વાતને મોટી બનાવી દેતા હોય છે. જેા પોતાની દીકરી પર કોઈ અત્યાચાર થતો હોય તો તેને જરૂર સાથ આપો, પરંતુ નાનીનાની વાત અને પરિસ્થિતિમાં દીકરીને સમજદારીભર્યો દષ્ટિકોણ રાખવાનું કહો, કારણ કે એક લગ્ન તૂટી ગયા પછી બીજું લગ્ન એટલું સરળ નથી હોતું.

ડિવોર્સ માત્ર એક રસ્તો છે, મુકામ નથી, તેમાં પણ ખાસ કરીને જ્યારે બાળકો હોય, કારણ કે ડિવોર્સ પતિપત્નીના થતા હોય છે, માતાપિતાના નહીં. બાળકોને બંનેની જરૂર હોય છે. દરેક નાનીનાની વાતને પણ માનસન્માનનો પ્રશ્ન બનાવી લેવો કોઈ સમજદારી નથી. તેથી સાસરીના લોકોએ પણ પોતાનો દષ્ટિકોણ બદલવાની જરૂર છે. વહુના આવેલી છોકરીના સ્વતંત્ર વ્યક્તિત્વને સ્વીકારતા શીખો. વખાણ કરવાની ટેવ તેમજ ‘સ્વીકાર કરવાનો’ સ્વભાવ કોઈ પણ સંબંધને માત્ર તૂટવાથી નથી બચાવતો, પરંતુ મજબૂત પણ બનાવે છે.
– સુધા જુગરાન.

પુરુષને કેમ ગમે છે વયસ્ક મહિલા

૧૯૮૧માં રિલીઝ થયેલી ‘પ્રેમ ગીત’ ફિલ્મના ગીતની એક લાઈન ‘ન ઉમ્ર કી સીમા હો ન જન્મ કા હો બંધન…’ બોલીવુડ અભિનેતા પર બિલકુલ બંધ બેસે છે. હાલના દિવસોમાં મલાઈકા અરોરા અને એક્ટર અર્જુન કપૂરના અફેરની ખૂબ ચર્ચા ચાલી રહી છે અને તેનાથી પણ વધારે ચર્ચા તેમની વચ્ચેના એજ ગેપની રહી છે. બંનેની ઉંમર વચ્ચે લગભગ ૧૧ વર્ષનું અંતર છે. આ જ કારણસર તેમને મોટાભાગે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું પડે છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન મલાઈકા અરોરાએ કહ્યું હતું કે આપણે એક એવા સમાજમાં રહીએ છીએ, જ્યાં એક મોટી ઉંમરની મહિલા પોતાનાથી નાની ઉંમરના છોકરાને પ્રેમ કરે, તો લોકો તેને એક્સેપ્ટ નથી કરી શકતા.

સમાજમાં એવી માન્યતા છે કે લગ્ન સમયે છોકરીની ઉંમર હંમેશાં છોકરાથી નાની હોવી જેાઈએ, કારણ કે માનવામાં આવે છે કે પતિ ઘરની મુખ્ય વ્યક્તિ હોય છે, તેથી તે વધારે અનુભવી અને સમજદાર હોવી જેાઈએ. ભારતમાં સરકાર તરફથી પણ લગ્નની કાયદેસર ઉંમર છોકરા માટે ૨૧ વર્ષ અને છોકરી માટે ૧૮ વર્ષ રાખવામાં આવી છે. પરંતુ બદલાતા સમયમાં પ્રેમ કરવાના અંદાજમાં પણ ખૂબ બદલાવ આવ્યો છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે છોકરાઓનું પોતાનાથી મોટી ઉંમરની છોકરીઓ પ્રતિ આકર્ષિત થવું. હવે અંતરને નજરઅંદાજ કરીને તેને પ્રેમ અને સન્માનના ભાવથી જેાવામાં આવી રહ્યો છે. છોકરાઓ પણ પોતાનાથી ઉંમરમાં નાની નહીં, પરંતુ પોતાનાથી મોટી છોકરીઓને વધારે પસંદ કરવા લાગ્યા છે. બોલીવુડથી લઈને હોલીવુડ સુધીમાં આ પ્રકારના ઘણા બધા કપલ્સ મળશે, જેમની ઉંમરમાં સારો એવો તફાવત રહ્યો છે.

ઈમેન્યૂઅલ મેક્રોં : ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોં પોતાની પત્ની બ્રિજેટ મેક્રોંથી ૨૪ વર્ષ નાના છે. જે સમયે ઈમેન્યૂઅલ મેક્રો સ્કૂલમાં ભણતા હતા ત્યારે બ્રિજેટ તેમના ટીચર હતા અને બંને વચ્ચે તે જ સમયે પ્રેમ પાંગર્યો હતો.

ઉર્મિલા માતોંડકર : એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરે પોતાનાથી ૯ વર્ષ નાના છોકરા મીર મોહસિન અખ્તર સાથે લગ્ન કર્યા છે. મોહસિન એક વેપારી કાશ્મીરી પરિવારમાંથી આવે છે.

ફરાહ ખાન : બોલીવુડની જાણીતી ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને પણ પોતાનાથી ૯ વર્ષ નાના શિરીષ કુંદર સાથે વર્ષ ૨૦૦૪ માં લગ્ન કર્યા હતા અને આજે તેઓ ૩ બાળકના માતાપિતા છે. ફરાહ ખાન ‘મેં હૂ ના’ ફિલ્મના સેટ પર શિરીષ કુંદરને પ્રથમ વાર મળી હતી અને ત્યાર પછી બંને પ્રેમમાં પડી ગયા.

પ્રીતિ ઝિંટા : એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા પોતાનાથી ૧૦ વર્ષ નાના જીન ગુડઈનફ સાથે વર્ષ ૨૦૧૬ માં લગ્ન કર્યા હતા અને આજે તે પોતાના પતિ સાથે એક ખુશહાલ જીવન વિતાવી રહી છે.

પ્રિયંકા ચોપરા : એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ થોડા વર્ષ પહેલાં ક્રિશ્ચિયન અને હિંદુ રીતરિવાજ મુજબ હોલીવુડ એક્ટર અને સિંગર નિક જેનસ સાથે લગ્ન કર્યા હતા. બંનેનું અફેર ખૂબ ચર્ચામાં રહ્યું હતું. નિક જેનસ પ્રિયંકાથી ૧૦ વર્ષ નાનો છે. આમ પણ સેક્સ્યુઅલ પ્રેઝન્ટેશન મહિલાઓ માટે ખૂબ મહત્ત્વ ધરાવતું હોય છે, સાથે ફિઝિકલ અને ઈમોશનલ બંને ભાવનાને વહેંચે છે. તેથી પુરુષ અને મહિલાઓની ઉંમરના આ કોમ્બિનેશનને પરફેક્ટ કહેવામાં આવે છે. જેાકે બીજા પણ ઘણા કારણ છે, જેથી પુરુષને મોટી ઉંમરની મહિલાઓ ગમી રહી છે, જેમ કે :

આત્મવિશ્વાસ : મોટી ઉંમરની મહિલાઓ સ્વયંને ખૂબ સારી રીતે સમજતી હોય છે. કોઈ પણ નિર્ણય તેઓ નાદાનીમાં નહીં, પરંતુ ખૂબ સમજીવિચારીને લેતી હોય છે. તે સ્વયંમાં આમ પણ ખૂબ મેનેજ હોય છે. તે જાણતી હોય છે કે તેમણે પોતાની લાઈફ પાસેથી શું અપેક્ષા રાખવી જેાઈએ અને શું નહીં. તે આત્મવિશ્વાસુ હોય છે અને તેથી પુરુષને મેચ્યોર મહિલાઓ વધારે આકર્ષિત કરે છે.

જવાબદાર : સમય અને અનુભવની સાથે મેચ્યોર મહિલાઓ પોતાની તમામ જવાબદારીને ખૂબ સારી રીતે નિભાવતા શીખેલી હોય છે, સાથે તેઓ મુશ્કેલ પરિસ્થિતિનો પણ સારી રીતે સામનો કરી શકે છે. કેટલાક કિસ્સામાં તે ન માત્ર પોતાના અનુભવની મદદ લેતી હોય છે, પરંતુ જરૂર પડતા મુશ્કેલીના સમાધાન પણ શોધી લેતી હોય છે, જેથી ઘણી જગ્યાએ પુરુષ તેમની સાથે રિલેક્સ અનુભવતા હોય છે. આવી મહિલાઓ પોતાની કરિયર બાબતે ખૂબ સારી રીતે સેટ હોય છે. પોતાની લાઈફને વધારે સારી બનાવવા માટે પુરુષને એવી જવાબદાર સાથીની જરૂર હોય છે જે દરેક સમયે તેની સાથે ખભાથી ખભો મિલાવીને ચાલે.

સ્વતંત્ર : યુવતીઓ અને કિશોરીઓથી બિલકુલ અલગ વિચારો ધરાવતી વયસ્ક મહિલાઓ માનસિક રીતે સ્વતંત્ર હોય છે. મોટી ઉંમરની મહિલાઓ આર્થિક રીતે પગભર હોય છે અને સંપૂર્ણ રીતે આત્મનિર્ભર હોય છે. જરૂર પડતા તે પોતાના સાથીને આર્થિક રીતે સપોર્ટ કરે છે.

ઈમાનદાર : પ્રેમ સંબંધમાં સન્માન અને સ્પેસ બંનેનું એક અલગ મહત્ત્વ હોય છે અને મોટી ઉંમરની મહિલાઓ આ વાતને સારી રીતે સમજતી હોય છે. તે પોતાના સંબંધો પ્રતિ ખૂબ ઈમાનદાર હોય છે, સાથે પોતાના સાથીની ભાવનાને પણ તે સારી રીતે સમજતી હોય છે.

અનુભવી : મોટી ઉંમરની મહિલાઓ અનુભવી હોય છે, કારણ કે તેમને જીવનમાં અનેક અનુભવ થયા હોય છે, તેથી જીવનમાં આવનારી મુશ્કેલીઓ માટે તે હંમેશાં તૈયાર રહેતી હોય છે.

વાત કરવાની રીત : મોટી ઉંમરની મહિલાઓનો વ્યવહાર બોલીને ફરી જવાનો નથી હોતો એટલે કે તેમનો વ્યવહાર જલદી બદલાતો રહેતો નથી. તે કોઈ પણ કામ સમજીવિચારીને અને ખૂબ કુશળતાથી કરતી હોય છે.

સેક્સ : શરમાવાની જગ્યાએ મોટી ઉંમરની મહિલાઓ સેક્સ દરમિયાન પોતાના પાર્ટનરને સારી રીતે સપોર્ટ કરતી હોય છે. તે સ્પષ્ટ જણાવી દે છે કે તેમને પોતાના પાર્ટનર પાસેથી શું અપેક્ષા છે, જે તેને ખૂબ ગમતી હોય છે.

ઉંમરથી કોઈ ખાસ ફરક નથી પડતો
આજના ઝડપથી બદલાતા સમયમાં કોઈની ઉંમરનો સાચો અંદાજ લગાવવો થોડો મુશ્કેલ હોય છે, તેમાં પણ ખાસ તો મહિલાઓ માટે. જેાકે આમ પણ આજના યુવાનો માટે જીવનસાથીની ઉંમર કરતા તેની પ્રતિભા, સમજ અને દેખાવ વધારે મહત્ત્વ ધરાવતા હોય છે.
– મિની સિંહ.

ગમતી વ્યક્તિ માટે આટલું કરો

હવે તેને મળવા માટે મન બેચેન નથી રહેતું. બધું છોડીને તેની પાસે પહોંચી જવાની ઈચ્છા મરી પરવારી છે. વાતોના વિષય સમાપ્ત થઈ ગયા છે. લાગણી ફરજ બની ગઈ છે અને શરીરનું આકર્ષણ મરી ગયું છે. જે સ્પર્શ મનમાં પતંગિયા ઉડાડતો હતો, તે હવે કાંટાની જેમ ખૂંચવા લાગ્યો છે. સંસ્કાર કમિટમેન્ટ, સંબંધ અને સમાજને હાલમાં એકબીજા સાથે જેાડીને રાખ્યા છે, પરંતુ હકીકત અને કહી ન શકાય તેવી વાસ્તવિકતા એ છે કે હવે તેની સાથે પહેલાં જેવું ગમતું નથી. જ્યારે તમે કોઈની સાથે સંબંધમાં હો છો ત્યારે સંબંધ જાળવી રાખવા માટે તેના લાભગેરલાભને નિયમિત તપાસતા રહેવું જેાઈએ. ધંધામાં સંબંધનો સિદ્ધાંત અને સંબંધમાં ધંધાનો સિદ્ધાંત રાખવા અને તેનો અમલ કરવાની કોશિશ કરશો તો બંને તરફથી કોઈ મુશ્કેલી નહીં આવે. તમે મહિલા છો, તેથી પોતાને ગમતા પુરુષ માટે હંમેશાં ઈન્ટરેસ્ટિંગ બની રહેવું જરૂરી છે.

તમારે ઈન્ટરેસ્ટિંગ બનેલું રહેવું પડશે
સામાજિક જવાબદારી અને બાળકો વચ્ચે મહિલાઓ એ રીતે ખોવાઈ જાય છે કે પતિ પ્રતિ ઈન્ટરેસ્ટિંગ બનીને રહેવાનું ભૂલી જાય છે. જેાકે આવું પતિ સાથે પણ થતું હોય છે. પૈસા અને પ્રતિભા મેળવવામાં વ્યસ્ત રહેવું પતિપત્નીને ‘સારું’ લગાડવાની કોશિશ નથી કરાવતું. પ્રેમ સંબંધમાં પણ આવું જ થાય છે. ઈન્ટરેસ્ટિંગ બનીને રહેવું એટલે કે તમે તમારી ગમતી વ્યક્તિ માટે શારીરિક અને માનસિક બંને રીતે રુચિકર રહો.

માનસિક અપગ્રેડેશન
એક ઘર સારી રીતે ચાલે, તેમાં ગૃહિણીની ખૂબ મોટી ભૂમિકા હોય છે, પરંતુ ઘર સંભાળવાના ચક્કરમાં ગૃહિણીઓ સંબંધને સાચવવાનું ભૂલી જાય છે. તમે હાઉસવાઈફ છો તો શું થયું. તમે માનસિક રીતે અપગ્રેડ રહી શકો છો અને રહેવું પણ જેાઈએ. હાઉસવાઈફે વાંચવું જેાઈએ. સારી ફિલ્મો જેાવી જેાઈએ, સારા ગીતો સાંભળવા જેાઈએ અને દેશવિદેશના સમાચારથી પણ માહિતગાર રહેવું જેાઈએ.

શરીર
શરીરને સંભાળવું અને તેને યથાસ્થિતિમાં રાખવું મહિલાઓ માટે એક રાષ્ટ્રીય સમસ્યા બની ગયું છે. કમર કમનીય ન રહે તો ચાલશે, પણ ત્યાં ચરબીના થર જામી જાય, તે નહીં ચાલે. સેક્સલાઈફ માટે આમ પણ શરીરને સાચવીને રાખવું જરૂરી છે. નિયમિત વેક્સ, અંડરઆર્મ્સ, બિકીનિ વેક્સ કરાવતા રહેવું જેાઈએ. આ જ રીતે પ્રાઈવેટ પાર્ટની સફાઈ પણ એટલી જ જરૂરી છે.

મેનર્સ
પતિની ગેરહાજરીમાં તેમનું વોટ્સએપ વાંચવું, તેમની કોલ ડિટેલ જેવી મેનર્સ નથી. આવું જ પત્નીના ફોન સાથે પણ ન કરી શકાય. રસોઈ તમે સારી બનાવો છો, પરંતુ તેને પીરસતા પણ આવડવું જેાઈએ. થાળીમાં શાક ક્યાં મૂકવું જેાઈએ અને રોટલી કેવી રીતે મૂકવી, આ બધાની જાણકારી હોવી જેાઈએ. ક્યાં બંધ કરવું જેાઈએ તેનું પણ જ્ઞાન હોવું જેાઈએ. તમને સમય આપવામાં નથી આવતો, તે ફરિયાદ દરેક સમયે ન હોવી જેાઈએ.

અભિવ્યક્તિ
કોઈ પણ સંબંધને જાળવી રાખવા માટે અભિવ્યક્તિ ખૂબ જરૂરી છે. તમે કેટલો પ્રેમ કરો છો. તમે એકબીજાને કેટલા મિસ કરો છો, તમને બંનેને શું ગમે છે અને શું નહીં, આ બધી વાતની અભિવ્યક્તિ જરૂરી છે. બધા જ લોકો એમ કહેતા હોય છે કે હું ઈંટ્રોવર્ટ છું, પરંતુ ઈંટ્રોવર્ટ રહીને પણ તમારા વ્યવહારથી પ્રેમની અભિવ્યક્તિ થઈ શકે છે. તમારા પાર્ટનરની બદલાતી જરૂરિયાતની તમને ખબર હોવી જેાઈએ. તેમને તમારી પાસેથી કઈ અપેક્ષા છે, તેની પણ તમને જાણ હોવી જેાઈએ. વાતવાતમાં તમારે તમારી જરૂરિયાત પણ પાર્ટનરને કહેવી જેાઈએ.
– સ્નેહા સિંહ.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો