ડેંગ્યૂથી આ રીતે બાળકોને બચાવો

મોનસૂન પછી એમ પણ બીમારીનું જેાખમ સૌથી વધારે રહે છે, કારણ કે આ ગાળો બદલાતી ઋતુનો હોય છે. વાતાવરણમાં બાફ વધારે હોય છે. આ સમયમાં મચ્છર વધારે હોય છે, જેા ડેંગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયા જેવી બીમારી પેદા કરે છે. બીજી તરફ કપડાં, દીવાલો અને હવામાં રહેલા ભેજના લીધે બેક્ટેરિયા વધવા લાગે છે. આ સ્થિતિમાં હાઈજીન અને મચ્છરોથી સુરક્ષિત રહેવું જરૂરી બની જાય છે, તેમાં ખાસ તો નાના બાળકોની કાળજી રાખવી જેાઈએ, કારણ કે તેમની બીમાર પડવાની શક્યતા વધારે રહે છે. આ વિશે માઈલો એક્સપર્ટ શ્વેતા ગુપ્તા જણાવે છે કે મચ્છર ભગાડવામાં કોઈલ અને સ્પ્રે જેવી વસ્તુનો ઉપયોગ ઈફેક્ટિવ રહે છે, પરંતુ બાળકોને હેલ્થ સંબંધિત સમસ્યા થવાની શક્યતા વધે છે. તેથી આ ગાળામાં બાળકોનું ધ્યાન રાખવા અહીં તમને કેટલાક સૂચન જણાવીએ છીએ :
૬ માસથી નાની ઉંમરના બાળકને મચ્છર અને જીવજંતુથી સુરક્ષા આપવા માત્ર શરીર ઢંકાય તેવા જ કપડાં અને મચ્છરદાની કે બેડ નેટનો ઉપયોગ કરો.
હંમેશાં બાળકને ઊંચકતા પહેલાં હાથ સારી રીતે સ્વચ્છ કરો. હાથને થોડાથોડા સમયે ધોતા રહો. આમ પણ નાના બાળકની ઈમ્યૂનિટી કમજેાર હોય છે, જેથી તે જલદી બીમાર પડે છે, સાથે બાળકના હાથ સાફ રાખો, કારણ કે બાળક જે કોઈ વસ્તુ જુએ છે તેને તરત મોંમાં નાખવાની કોશિશ કરે છે. આ સ્થિતિમાં બાળકના હાથની સફાઈ મેડિકેટેડ સાબુથી કરવી જેાઈએ, કારણ કે તેની સ્કિન ખૂબ નાજુક હોય છે.
બાળકને કોટનના એવા ઢીલા કપડાં પહેરાવો, જે તેમના હાથ-પગને સારી રીતે કવર કરે, જેથી મચ્છર તેમની સ્કિન સુધી ન પહોંચી શકે અને તેમની સ્કિનને હવા પણ મળેે, પરંતુ ધ્યાન રાખો કે બાળકને કપડાં પહેરાવતા પહેલાં તેનું શરીર સંપૂર્ણ સુકાયેલું હોવું જેાઈએ, કારણ કે ભીની સ્કિન પર બેક્ટેરિયા ઊછરતા હોય છે, જેનાથી સ્કિન પર ફંગલ ઈંફેક્શન થાય છે.
મચ્છરને દૂર રાખવામાં મોસ્કિટો રેપલેન્ટ ખૂબ ઈફેક્ટિવ છે. તેમાં નેચરલ પદાર્થમાંથી બનેલા રેપલેન્ટ હોય છે અને તે સરળતાથી મચ્છરને દૂર ભગાડી શકે છે. જેાકે તેનો વધારે ઉપયોગ કરવાથી ફોલ્લી, મેમરી લોસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા થાય છે. તેથી બાળકની સુરક્ષા માટે ડીઈઈટી ફ્રી અને લેમનગ્રાસ, સિટ્રોનેલા, નીલગિરિ અને લવન્ડર જેવી વસ્તુમાંથી બનેલા રેપલેન્ટનો ઉપયોગ કરો.
આ જ રીતે મોસ્કિટો પેચીસ પણ મચ્છરને દૂર રાખવામાં ઈફેક્ટિવ રીતે કામ કરે છે. તમે તેને બાળકના કપડાં, ક્રિબ, બેડ અને સ્ટ્રોલર પર લગાવી શકો છો.
બાળકના સ્ટ્રોલર, કરિયર અથવા ક્રિબને મચ્છરદાનીથી કવર કરો, જેથી મચ્છર તમારા બાળક સુધી ન પહોંચેે. ઘરની અંદર અને બહાર જતા તમે મચ્છરદાનીનો ઉપયોગ કરી શકો છો.
ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. એસીના પાણીની ટ્રે, છોડવાના કૂંડાનું પાણી વગેરે જગ્યાએ પાણીને જમા થવા ન દો. ત્યાં સુધી કે વોશરૂમમાં ડોલ કે ટબમાં પાણી ભરીને ન રાખો. જે નળ કે પાણીની પાઈપ વગેરેમાંથી પાણી લીક થતું હોય તો તેને સમયસર રિપેર કરાવો. હકીકતમાં, જમા થયેલા પાણીમાં મહદ્ અંશે મચ્છર અને જીવજંતુ વધારે ઊછરતા હોય છે.
ભલે ને તમારું ઘર ગમે તેટલું સાફ કેમ ન હોય, પરંતુ તમે તમારા બાળકને કોઈ પણ વસ્તુને મોંમાં મૂકવાથી નથી અટકાવી શકતા. તેથી જરૂરી છે કે તમારા બાળકના સંપર્કમાં આવતી દરેક વસ્તુ સાફ જ હોય, તેમાં પણ ખાસ તો રમકડાં. નક્કર રમકડાને તમે સાબુની મદદથી સાફ કરી શકો છો, જ્યારે સોફ્ટ રમકડાં વોશિંગ મશીનમાં ધોઈ શકો છો.
બેબી વાઈપ્સ સાથે એવા સાબુનો ઉપયોગ કરો, જે તમારા બાળકની નાજુક સ્કિનને અનુકૂળ હોય. ન્યૂ બોર્ન બેબી માટે આલ્કોહોલ ફ્રી અને પાણી પર આધારિત વાઈપ્સનો ઉપયોગ કરો, કારણ કે આ પ્રકારના વાઈપ્સ બાળકની સ્કિનને ખાસ પોષણ આપે છે.
જેા તમારા બાળકને ડેંગ્યૂ થઈ જાય, તો તેના લક્ષણ પર નજર રાખો, જેથી તેને યોગ્ય ટ્રીટમેન્ટ આપી શકાય. તાવ, ઊલટી, માથામાં દુખાવો, મોં સુકાઈ જવું, ઓછો પેશાબ થવો, રેશીસ અને ગ્રંથિમાં સોજેા આવવો વગેરે. સામાન્ય લક્ષણો છે. આ બધા લક્ષણને નજરઅંદાજ ન કરવા જેાઈએ. જે બાળકમાં આમાથી કોઈ પણ લક્ષણ દેખાય, તો તરત ડોક્ટરનો સંપર્ક કરી લેવો જેાઈએ.
આ નાની ઉંમરમાં બાળકો પોતાનું ધ્યાન નથી રાખી શકતા. બીમારીથી બચવા માટે તેમને ખાસ કેરની જરૂર પડે છે, તેથી આ મોનસૂનમાં તમે અહીં જણાવેલી બધી ટિપ્સ ફોલો કરીને તમારું અને તમારા પરિવારનું વધારે સારી રીતે ધ્યાન રાખી
શકો છો.
– સોમા ઘોષ.

વંધ્યત્વ ઉપાય છે ને

જ્યારે ગર્ભનિરોધક વિના ૧ વર્ષ સુધી પ્રયાસ કર્યા પછી પણ સ્વાભાવિક રીતે કોઈ પરિણીત યુગલ ગર્ભધારણ કરવામાં સફળ નથી થતું ત્યારે તેને વંધ્યત્વ કહેવામાં આવે છે. ભારતમાં ૧૦ થી ૧૫ ટકા યુગલ વંધ્યત્વથી પીડિત છે. આ સ્થિતિ અનેક કારણસર થઈ શકે છે જેમ કે ડાયાબિટીસ, હાઈ બીપી, થાઈરોઈડ, સ્થૂળતા, હોર્મોનલ સમસ્યા અને પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ પીસીઓએસ.
તે ઉપરાંત અયોગ્ય લાઈફસ્ટાઈલની ટેવો જેમ કે તમાકુ, દારૂ, અયોગ્ય ભોજનનું સેવન અને શારીરિક મહેનત વિનાનું જીવન જીવવાના પરિણામસ્વરૂપ આ સ્થિતિ ઊભી થાય છે. અહીં એ વાતનું ધ્યાન રાખવું મહત્ત્વનું છે કે વંધ્યત્વના કુલ કેસમાંથી એક તૃતીયાંશ કેસમાં મહિલા સાથી, એક તૃતીયાંશ કેસમાં પુરુષ સાથી અને બાકીના કેસમાં બંને સાથી સમસ્યા માટે જવાબદાર જેાવા મળે છે. તેથી એ વાત સમજવી જરૂરી છે કે વંધ્યત્વ માત્ર મહિલા સંબંધિત મુદ્દો નથી, જેવું સમાજ આજે પણ વિચારે છે.
મોટાભાગે જેાવા મળે છે કે પુરુષસાથીમાં પણ અનેક સમસ્યા જેમ કે ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન એટલે નપુંસકતા અને એજેસ્પર્મિયા એટલે કે શુક્રાણુની ગેરહાજરી હોય છે, જેનાથી વંધ્યત્વની સમસ્યા થાય છે. કેટલાક યુગલ સમસ્યાના મૂળમાં પહોંચ્યા વિના બાળક પેદા કરવાનો પ્રયાસ કરે છે. તેમાંથી કેટલાક તો બાળકોનો સંપર્ક કરતા હોય છે અને બાબાઓ સમસ્યાના ઉકેલ માટે ઝાડફૂંકનો સહારો લે છે.

સર્વોત્તમ સમાધાનનો વિકલ્પ
વંધ્યત્વ એક મેડિકલ સમસ્યા છે અને તેને દૂર કરવા માટે મેડિકલ સારવારની જરૂર પડે છે. વિશ્વમાં ૨૫ જુલાઈ, ૧૯૭૮ ના રોજ પહેલી ‘ટેસ્ટ ટ્યૂબ બેબી’, ‘લુઈસ બ્રાઉન’ જન્મી હતી. લુઈસનો જન્મ ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશન એટલે કે આઈવીએફ પ્રક્રિયાથી થયો હતો. ‘ઈનવિટ્રો’ શબ્દનો અર્થ છે ‘કોઈના શરીરની બહાર’ છે અને ફર્ટિલાઈઝેશન અથવા નિષેચન એક એવી પ્રક્રિયા છે જ્યાં મહિલાનું ઈંડું અને પુરુષના શુક્રાણુને જીવન બનાવવા માટે એકસાથે ફ્યૂઝ કરવામાં આવે છે. આ રીતે ઈંડું અને શુક્રાણુ શરીરની બહાર મહિલાના ગર્ભાશયના બદલે એક લેબમાં મળે છે અને તેને પાછળથી ગર્ભાશયમાં મૂકવામાં આવે છે.
અહીંથી અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી એટલે કે એઆરટીનો જન્મ થયો. આઈવીએફ, એઆરટીની અનેક વિધિમાંથી માત્ર એક પ્રક્રિયા છે. છેલ્લા ૪૪ વર્ષમાં દુનિયા ટેક્નિકલ રીતે ખૂબ પ્રગતિ કરી ચૂકી છે જેનાથી બીજા પણ ઘણા બધા એઆરટી વિકલ્પ ઉપલબ્ધ થયા છે, જેમાં ઈંટ્રાસાઈટોપ્લાઝમિક સ્પર્મ ઈંજેક્શન (આઈસીએસઆઈ) અને ઈંટ્રાયુટરાઈન ઈનસેમિનેશન (આઈયૂઆઈ) સામેલ છે.
આવો આ મેડિકલ સારવારને સમજીએ, જેથી પરિણીત લોકો પોતાની વંધ્યત્વની સમસ્યાના સર્વોત્તમ સારવારના વિકલ્પને પસંદ કરી શકે.
જ્યારે કોઈ દંપતી ૧ વર્ષથી વધારે સમયથી સ્વાભાવિક રીતે બાળક પેદા કરવામાં અસમર્થ રહે તો સૌપ્રથમ તેમણે કોઈ સારા ફર્ટિલિટી વિશેષજ્ઞની સલાહ લેવી જેાઈએ. જેાકે અહીં એ વાતનું ધ્યાન રાખવું મહત્ત્વનું છે કે કેટલાક યુગલો પોતાની મરજીથી પાછળથી ગર્ભધારણ કરવા ઈચ્છતા હોય છે, તેથી ૧ વર્ષનો સમયગાળો બધા યુગલોને લાગુ નથી પડતો. કાઉન્સેલિંગ દરમિયાન દંપતી સાથે તેમના મેડિકલ ઈતિહાસ બાબતે ચર્ચા કરવામાં આવે છે. અહીં એ વાત જાણવી જરૂરી છે કે વંધ્યત્વની સારવાર ૧૦૦ ટકા સફળતાની ગેરન્ટી નથી આપતી, તેથી યુગલોએ આ પ્રક્રિયાના કોઈ પણ જેાખમ અને દુષ્પ્રભાવને પહેલાંથી જાણી લેવા જેાઈએ.

બ્લડ ટેસ્ટ અલ્ટ્રાસાઉન્ડ
બીજા સ્ટેપમાં પરિણીત દંપતીની સમસ્યાના મૂળને સમજવા માટે બ્લડ ટેસ્ટ તથા સ્કેન કરવામાં આવે છે, જેથી ડાયાબિટીસ હાઈ બ્લડપ્રેશર અથવા થાઈરોઈડ જેવી કોઈ પણ પહેલાંની સ્થિતિ સમજી શકાય. હોર્મોનના સ્તર અને અલ્ટ્રાસાઉન્ડની તપાસ માટે બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવે છે, જેથી તપાસી શકાય કે મહિલાના ગર્ભાશય અને અંડાશયમાં પીસીઓએસ, ફાઈબ્રોઈડ્સ અથવા એન્ડોમિટ્રિઓસિસ જેવી કોઈ વૃદ્ધિ છે કે નહીં. આમ કરવાથી એ વાત જાણવામાં મદદ મળે છે કે શું મહિલાના અંડાશયમાં ઈંડા છે, જેનો ઉપયોગ સારવાર માટે કરી શકાય.

વીર્ય વિશ્લેષણ
વીર્ય તરલ પદાર્થ છે, જેમાં શુક્રાણુ હોય છે. શુક્રાણુઓની સંખ્યા, તેનો આકાર અને તેમની ગતિની તપાસ માટે પુરુષ સાથીના વીર્યનું વિશ્લેષણ કરવામાં આવે છે, કારણ કે આ ત્રણેય કોઈ પણ યુગલની પ્રજનનક્ષમતા માટે ખૂબ જરૂરી હોય છે.

ફોલોઅપ કંસલ્ટેશન
આ તમામ પરીક્ષણના પરિણામ જાહેર થયા પછી વિશેષજ્ઞ સાથે ફોલોઅપ કંસલ્ટેશન ફિક્સ કરવામાં આવે છે. તેમાં તારણો પર ચર્ચા કરવામાં આવે છે અને ત્યાર પછી સારવાર પર ચર્ચા થાય છે. તેમાં કોઈ સામાન્ય ચિકિત્સક અથવા એન્ડોક્રાઈનોલોજિસ્ટ સાથે ફોલોઅપ સામેલ થઈ શકે છે, જેમાં કોઈ પણ વર્તમાન બીમારીની દવા શરૂ કરવા માટે જે પ્રજનનમાં અડચણ પેદા કરી રહી હોય તેની પર ચર્ચા કરવામાં આવે છે.
આ એટલે કરવામાં આવે છે, કારણ કે કેટલાક કેસમાં બીજી બીમારી ઠીક થવાથી દંપતી યુગલ સ્વાભાવિક રીતે ગર્ભધારણ કરી લે છે, નહીં તો દર્દીની સાથે એઆરટી ઉપચાર યોજના પર ચર્ચા કરવામાં આવે છે. તેમની સહમતી લેવામાં આવે છે અને ત્યાર પછી સારવાર શરૂ થતી હોય છે. કેટલાક કેસમાં દર્દીઓને વધારે પરીક્ષણ કરાવવાનું કહેવામાં આવી શકે છે.

અંડાશય ઔષધિ પ્રયોગ
સારવાર અંતર્ગત મહિલાસાથીને હોર્મોનલ ઈંજેક્શન લેવાની જરૂર પડે છે. એક સામાન્ય પીરિયડચક્રમાં દર મહિને એક નિશ્ચિત સંખ્યામાં ઈંડા નીકળતા હોય છે, કારણ કે એઆરટી પ્રક્રિયા માટે વધારે ઈંડાની ઉપલબ્ધતાની જરૂર પડે છે, તેથી હોર્મોનલ ઈંજેક્શનથી દવાનો પ્રયોગ એ વાતને સુનિશ્ચિત કરે છે કે ઘણા બધા ઈંડા વિકસિત થાય. મહિલા સાથીને નિયમિત લોહીની તપાસ અને અલ્ટ્રાસાઉન્ડની મદદથી જેાવામાં આવે છે કે દવાઓએ તેને કેવી રીતે અસર કરી છે. પછી એક ટ્રિગર ઈંજેક્શન આપવામાં આવે છે, જેથી ઈંડા પરિપક્વ થાય.

ઈંડાં સંગ્રહ/ એગ પિક/ વીર્ય સંગ્રહ
ઈંડાના સંગ્રહ દરમિયાન મહિલાને એનેસ્થેસિયા અંતર્ગત રાખવામાં આવે છે. ઈંડાની કલ્પના કરવા માટે યોનિના માધ્યમથી એક અલ્ટ્રાસાઉન્ડ રોડ નાખવામાં આવે છે, ત્યાર પછી તેને સોયની સાથે એકત્ર કરવામાં આવે છે. તે જ દિવસે પુરુષ સાથી પોતાના વીર્યનો નમૂનો આપે છે અને તેની ગુણવત્તાની તપાસ કરવામાં આવે છે અને બીજા તબક્કા માટે સર્વશ્રેષ્ઠ વીર્યનો ઉપયોગ કરવામાં આવે છે.

ફર્ટિલાઈઝેશન અને ભ્રૂણ સ્થળાંતરણ
આઈવીએફ અને આઈસીએસઆઈમાં ફર્ટિલાઈઝેશનની પ્રક્રિયા અલગઅલગ હોય છે. આઈવીએફમાં ઘણા બધા ઈંડા અને શુક્રાણુઓના ફર્ટિલાઈઝેશન માટે એક ઈનક્યૂલેટરમાં રાખવામાં આવે છે.
આઈસીએસઆઈમાં એક સારા શુક્રાણુને ઈંડામાં નાખવામાં આવે છે. કોઈ પણ પ્રક્રિયામાં આ પ્રકારે બનેલા ભ્રૂણને ૫-૬ દિવસ એટલે કે ત્યાં સુધી વિકસિત થવા દેવામાં આવે છે, જ્યાં સુધી તે બ્લાસ્ટોસિસ્ટ નામક તબક્કા સુધી નથી પહોંચી જતા. આ બ્લાસ્ટોસિસ્ટ્સને પ્રીઈંપ્લાંટેશન જેનેટિક ટેસ્ટિંગ (પીજીટી) નો ઉપયોગ કરીને તેના આનુવંશિક ચેકઅપ માટે તપાસવામાં આવે છે જે કોઈ પણ આનુવંશિક રીતે અસામાન્ય બ્લાસ્ટોસિસ્ટને દૂર કરવામાં મદદ કરે છે.
આવું જ એક બ્લાસ્ટોસિસ્ટ ભ્રૂણ સ્થળાંતરણ નામક પ્રક્રિયાની મદદથી ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે એકસાથે ઘણા બધા ભ્રૂણ સ્થળાંતરિત ન થાય, નહીં તો તે ગર્ભાવસ્થાની મુશ્કેલીનું કારણ બની શકે છે.

ગર્ભાવસ્થા પરીક્ષણ
સ્થળાંતરણના ૧૨ દિવસ પછી ગર્ભાવસ્થા પરીક્ષણ કરવામાં આવે છે, જેથી જાણી શકાય કે આ પ્રક્રિયાના પરિણામસ્વરૂપ ગર્ભાવસ્થા થઈ છે કે નહીં.
ઈંટ્રાયૂટરાઈન ઈનસેમિનેશન (આઈયૂઆઈ) આઈવીએફ અને આઈસીએસઆઈ માટે આઈયૂઆઈ તબક્કો યોગ્ય છે. જેાકે આઈયૂઆઈ માટેની પ્રક્રિયા થોડી અલગ છે. અંતર્ગર્ભાશયી ગર્ભાધાન એવી પ્રક્રિયા છે, જેમાં ઈંડાને નિષેચિત કરવા માટે સર્વોત્તમ ગુણવત્તાવાળા શુક્રાણુઓને ગર્ભાશયમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. અહીં ઉદેશ્ય શુક્રાણુઓને શક્ય તેટલા ઈંડાની નજીક લાવવાનો છે. જેાકે આ પ્રક્રિયા આઈવીએફ અને આઈસીએસઆઈથી અલગ છે, કારણ કે અંડકોષ અને શુક્રાણુ બંનેને બાહ્ય વાતાવરણમાં સાચવવામાં આવે છે.
આઈયૂઆઈ સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે છે, જ્યારે મહિલા સાથીને એંડોમિટ્રિઓસિસ ગ્રીવા સંબંધિત સમસ્યા હોય છે, પુરુષ વંધ્યત્વનો અનુભવ કરતો હોય અથવા યુગલ અસ્પજીકૃત વંધ્યત્વનો અનુભવ કરે છે. અહીં વીર્યનો નમૂનો લેવામાં આવે છે, જેને સર્વોત્તમ ગુણવત્તાવાળા શુક્રાણુની પસંદગી કરવા અને ગંદકી તથા વીર્યના પ્રવાહીને દૂર કરવા માટે ધોવામાં આવે છે.
ઓવ્યૂલેશનનો સમય (જ્યારે દર મહિને મહિલાના અંડાશયમાંથી ઈંડું નીકળે છે) અલ્ટ્રાસાઉન્ડ અને બ્લડ ટેસ્ટની મદદથી મહિલા સાથીની બારીકાઈથી દેખરેખ રાખવામાં આવે છ. કેટલાક કિસ્સામાં દર્દી પ્રક્રિયાને પ્રોત્સાહિત કરવા માટે પ્રજનનક્ષમતાની દવા પણ લઈ શકે છે. સ્થળાંતરણના ૧૨ દિવસ પછી એક ગર્ભાવસ્થા પરીક્ષણ કરવામાં આવે છે, જેથી જેાઈ શકાય કે તેના પરિણામસ્વરૂપ ગર્ભાવસ્થા થઈ છે કે નહીં.

સેલ્ફ સાઈકલ તથા ડોનર સાઈકલ
જ્યારે એઆરટી પ્રક્રિયા મહિલા અને પુરુષ ભાગીદારોના ઈંડા અને શુક્રાણુની મદદથી કરવામાં આવે તો તેને સેલ્ફ સાઈકલ કહેવામાં આવે છે. કેટલાક યુગલોમાં એક અથવા બંને સાથી પર્યાપ્ત શુક્રાણુ અથવા ઈંડાનું ઉત્પાદન નથી કરી શકતા. આવા કિસ્સામાં ડોનરની જરૂર પડે છે. અહીં ઈંડા અથવા શુક્રાણુ અથવા બંને ડોનર પાસેથી લેવામાં આવે છે. જેવો કેસ હોય, તે પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે છે. આ એક ડોનર સાઈકલ છે. આ તમામ વિકલ્પો પર વંધ્યત્વના વિશેષજ્ઞ દ્વારા પીડિત સાથે ચર્ચા કરવામાં આવે છે અને સારવાર શરૂ કરતા પહેલાં દર્દીની સહમતી પણ લેવામાં આવે છે.
– ડો. ક્ષિતિજ મુર્ડિયા.

૫ ટિપ્સ ફેસ્ટિવલમાં ફિટ રાખે

ફિટનેસ ફ્રીક સૌમ્યા પૂરું વર્ષ સ્ટ્રિક્ટલી ડાયટ ફોલો કરે છે અને સ્વયંને મેઈન્ટેન રાખે છે, પરંતુ દિવાળી સમયે જ્યારે તે રજાઓમાં મા પાસે આવે છે ત્યારે બધું ભૂલી જાય છે. ભાઈબહેન અને સાહેલી સાથે ધૂમ મચાવવા અને મસ્તી કરવાની સાથે માના હાથની સ્વાદિષ્ટ મીઠાઈ દરમિયાન તેની ફિટનેસ જર્ની થંભી જાય છે. દર વર્ષે ફેસ્ટિવલ સીઝનમાં તે થોડું વેટ ગેન કરી લે છે, પરંતુ તે વાતનો તેને પસ્તાવો નથી થતો. આ ગાળા દરમિયાન તે પોતાની મસ્તી અને મીઠાઈમાં કોઈ કમી રાખવા નહોતી ઈચ્છતી.
આ વખતે તેની સાહેલીના દીકરાનું મુંડન હતું અને તેમાં તેણે ડાયટને અનફોલો કર્યું. ૨ દિવસ પહેલાં તેના કઝીન આવી ગયા હતા, જેથી ફેસ્ટિવલ ધામધૂમથી ઊજવવામાં આવે. પૂરા દિવસની દોડધામ દરમિયાન તે સ્વયંને અને પોતાની હેલ્થને ભૂલી જ ગઈ. દિવાળીના દિવસે પણ ઘર અને બહારની મીઠાઈ ખાધી.
પરિણામે, દિવાળીના બીજા દિવસે તેની તબિયત બગડી ગઈ. લૂઝ મોશનની સાથે ફીવર પણ આવી ગયો. કેટલાય દિવસ સુધી તે ડોક્ટરના આંટાફેરા મારતી રહી ત્યારે જઈને તબિયત સારી થઈ. ૧ મહિના સુધી શરીરમાં કમજેારી રહી. તેણે સ્વયંને વાયદો કર્યો કે તે ફેસ્ટિવલ સીઝન દરમિયાન હેલ્થને નજરઅંદાજ નહીં કરે, કારણ કે તેનું પરિણામ મોંઘું પડે છે.
ઠંડીની સાથે તહેવારનો સિલસિલો શરૂ થાય છે. દરેક લોકો તહેવારની રાહ જુએ છે, કારણ કે પૂરા વર્ષમાં આ સમય જ હોય છે જ્યારે આપણે પરિવાર સાથે મળીને સમય પસાર કરીએ છીએ અને મીઠાઈનો આનંદ માણીએ છીએ, પરંતુ આ દરમિયાન લોકો ઓવરઈટિંગના શિકાર થાય છે, જેની અસર આપણી ફિટનેસ પર થાય છે. મીઠાઈ, ડેરી પ્રોડક્ટ અને ઓઈલી ફૂડ વધારે ખાવાથી શરીરમાં ફેટ અને શુગરનું પ્રમાણ વધી જાય છે. પરિણામે આપણું વજન વધી જાય છે અને વર્ષ દરમિયાન હેલ્થ માટે કરેલી મહેનત પર પાણી ફરી જાય છે. હકીકતમાં, ફેસ્ટિવલ સીઝન એન્જેય કરવાની સાથે ફિટનેસનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. રોજિંદી દિનચર્યામાં કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તમે બોડીમાંથી એક્સ્ટ્રા ફેટ રિમૂવ કરી શકો છો. તેનાથી તમારા ફેસ્ટિવલ એન્જેયમેન્ટ પર પણ અસર નહીં થાય અને તમારી ફિટનેસ સારી રહેશે.

બોડીને ડિટોક્સ કરો
ભારતમાં તહેવાર લોકોના જીવનનો અભિન્ન ભાગ છે. કોઈ ગમે તેટલું અનુશાસિત જીવન કેમ ન જીવે તહેવારમાં બનતા સ્વાદિષ્ટ પકવાન જેાઈને ખાવાનું મન થઈ જાય છે. તેમ છતાં ખાવાનો સ્વાદ લેતા ફિટ રહેવાની કોશિશ કરી શકો છો. અયોગ્ય ખાણીપીણી પછી પણ જેા તમે તમારી બોડીને ડિટોક્સ કરશો તો તેનાથી લાભ થાય છે. હકીકતમાં, ફેસ્ટિવ સીઝન દરમિયાન મીઠાઈ અને ઓઈલી વાનગી ખાવાથી બોડીમાં વધારે પ્રમાણમાં ઝેરી પદાર્થ એકત્રિત થાય છે અને તેને શરીરમાંથી બહાર કાઢવા માટે બોડીને ડિટોક્સ કરવું વધારે જરૂરી થઈ જાય છે.
બોડીને ડિટોક્સ કરવા માટે તમારે ૧ લીંબુનું શરબત લઈને એક ગ્લાસ પાણીમાં નાખો અને સવારે ઊઠીને પી લો. તેના ૧ કલાક પછી કંઈ જ ખાવાનું નથી. જેા જરૂર લાગે તો તમે તેમાં અડધી ચમચી શુદ્ધ મધ મિક્સ કરી શકો છો. શરીરમાંથી ફેટ બર્ન કરવા માટે તમે ગ્રીન ટીનો સહારો લઈ શકો છો. ગ્રીન ટી શરીરને ડિટોક્સ કરે છે અને શરીરમાંથી હાનિકારક તત્ત્વો બહાર કાઢવામાં મદદ કરે છે. દિવસમાં ૨ વાર ગ્રીન ટીનું સેવન કરો. ગ્રીન ટી પીતા પહેલાં યાદ રાખો કે તેને ભોજન સાથે ન લો. ભોજન કરવાના ૧ કલાક પછી તેનું સેવન કરો.
ગરમ પાણી પીવું શરીર માટે ફાયદાકારક છે. તેનાથી બોડી ડિટોક્સ થાય છે, સાથે બ્લડ સર્ક્યુલેશનને સુચારુ રાખવામાં મદદ કરે છે, તેથી હંમેશાં ખાધા પછી ગરમ પાણીનું સેવન કરવું જેાઈએ. તેથી ગેસની સમસ્યા નથી રહેતી અને પાચનક્રિયાને ઠીક રાખે છે. શરીરમાંથી ફેટ બર્ન કરવા માટે પીવામાં ગરમ પાણી લેવું જેાઈએ. તે શરીરમાંથી ઝેરી પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે.

ખાણીપીણીમાં સંતુલન રાખો
એક વારમાં થોડુંથોડું ખાવું, થાળીમાં ભોજન અથવા મીઠાઈ એક જ વાર લેવા, ઓછી ફેટની વસ્તુ લેવી અને રાતે સાદું ભોજન રાખવું જેવા કેટલાક ઉપાય અજમાવવાથી ઓવરઈટિંગથી બચી શકાય છે. પૂરા દિવસમાં થોડું અને ઓછા અંતરાળે ઓછામાં ઓછું ૬ વાર ખાઓ. સંતુલિત ભોજનનો અર્થ છે કે તેમાં દરેક પ્રકારના ખાદ્યપદાર્થ ઉપલબ્ધ હોય જેમ કે કાર્બોહાઈડ્રેટેડ, ફેટ્સ, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ડેરી પ્રોડક્ટ.
ભોજન બનાવવા માટે તેલનો પણ અલગઅલગ પ્રકારનો ઉપયોગ કરો, જેમ કે કેટલાક ખાદ્યપદાર્થ માટે સરસવના તેલનો ઉપયોગ કરો તો કેટલાક માટે ઓલિવ, સનફ્લાવર, ગ્રાઉન્ડનટ તેલનો ઉપયોગ કરી શકો છો. સ્નેક્સ સમયે એવા સ્નેક્સ લો, જેમાં ફાઈબર અને પ્રોટીન વધારે હોય. વચ્ચેવચ્ચે થોડું હળવું ખાવા માટે સ્ટીમ અથવા રોસ્ટ કરેલા સ્પ્રાઉટ્સ, તાજા ફળો અથવા કાકડી, ગાજરનું રાયતું લઈ શકો છો.
પૂરો દિવસ ઓઈલી ભોજન કરવાના બદલે ફળો અને કાચા શાકભાજીનું સેવન કરો, જેથી તમારા શરીરને તમામ જરૂરી તત્ત્વો મળી શકે. તે ઉપરાંત તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગશે. તમે શાકમાંથી તૈયાર થયેલા સૂપ લઈ શકો છો. તમારા દિવસની શરૂઆત હંમેશાં સેલડ અને સૂપથી કરો. પાણી, શાક અથવા ફળ મગજને પેટ ભરેલું હોવાનો અહેસાસ અપાવે છે, જે પણ ખાઓ તેમાં ધ્યાન રાખો કે તમે કેટલું ખાઓ છો.
શરીરની ફેટને બર્ન કરવા માટે ડાયટમાં ડેરી ફૂડ સામેલ કરો, જેમાં કેલ્શિયમનું પ્રમાણ જેાવા મળે છે. તેનું સેવન ફેટ બર્ન કરવામાં મદદ કરી શકે છે.

એક્સર્સાઈઝ કરો
ફેસ્ટિવલ સમયે કેટલાય લોકો જંક ફૂડ ખાતા હોય છે, પરંતુ તે દિવસોમાં કોઈ શારીરિક એક્ટિવિટી નથી કરતા, જેથી તેમનું વજન વધી જાય છે. તમારે ધ્યાન આપવાની જરૂર છે કે તમે ફેસ્ટિવલ દરમિયાન વધારે એક્સ્ટ્રા શુગરનું સેવન કર્યું છે. તેથી તમારી કેલરી ઈનટેક પણ વધી ગઈ છે. જેા તમે વર્કઆઉટ કરશો તો તમને કેલરી બર્ન કરવામાં મદદ મળી શકે છે. તેથી રનિંગ, સ્ટ્રેંથ ટ્રેનિંગ, કાર્ડિયો વગેરે વર્કઆઉટ નિયમિત કરતા રહો. તમે સામાજિકતા નિભાવવા અથવા તહેવારની ખરીદીમાં એટલા વ્યસ્ત છો કે વર્કઆઉટ માટે સમય નથી મળતો તો તમે શોપિંગ સમયને જ વર્કઆઉટમાં બદલીને કેલરી બર્ન કરી શકો છો એટલે શોપિંગ કરતી વખતે વધારે ચાલવું, સીડી ચડવી અને વજન ઉઠાવવું સામેલ છે. આ રીતે ૨૦ મિનિટનો એવો વર્કઆઉટ રૂટિન સેટ કરો, જેને તમારા બેડરૂમમાં કરી શકો જેમ કે ૧૦ સિંપલ એક્સર્સાઈઝ પસંદ કરો અને દરેક એક્સર્સાઈઝને ૨ મિનિટ આપો.

મીઠાઈથી દૂર રહો
તહેવારમાં મીઠાઈ ન ખાઓ તો મજા અધૂરી રહી જાય છે, પરંતુ મીઠાઈ ખાવાની લાલચમાં તમારી ફિટનેસ પર કરેલી મહિનાઓની મહેનત વ્યર્થ જાય છે. તેથી કંઈ પણ ખાતા પહેલાં ધ્યાન રાખો કે તમે જે ખાઈ રહ્યા છો તેનાથી હેલ્થ પર શું અસર થશે. શરીરમાં ફેટ વધારવામાં મીઠાઈ ઝડપથી કામ કરે છે. મીઠાઈ ખાવાનું મન થાય તો તેના માટે ઘરે બનેલું જ ખાઓ. તહેવારમાં ઘરમાં તમે વિવિધ પ્રકારની મીઠાઈનું સેવન કરો છો, જેમ કે ઘરે બનેલી ખીર, મીઠાઈ, પરંતુ તેનું સેવન ઓછા પ્રમાણમાં કરો, જેથી ફિટનેસ પર અસર ન થાય.

શરીરને હાઈડ્રેટેડ રાખો
આ વાત બિલકુલ સાચી છે કે પાણીનું પ્રમાણ વધારવાથી તમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. હકીકતમાં, પાણી પીવાથી તમારું પેટ ભરેલું રહે છે અને તમે વધારે ખાવાનું નથી ખાતા. ઘરમાં ફેસ્ટિવલ દરમિયાન વધારે દોડધામના લીધે તમે ઓછું પાણી પીઓ છો. તેથી તમારા ડાયટને ક્લીન કરવા દરમિયાન પાણીનું પ્રમાણ વધારો.
પાણીથી શરીરને ભેજ મળશે અને બોડી ડિટોક્સ થશે. તમે તમારા શરીરમાં સંતુલન જાળવી રાખવા અને શરીરને સ્લિમ રાખવા માંગો છો તો પૂરા દિવસમાં ૯-૧૦ ગ્લાસ પાણી પીઓ. તેનાથી ન માત્ર રક્ત પ્રવાહ પ્રભાવિત થાય છે, પરંતુ મેટાબોલિઝમને દુરસ્ત રાખે છે.
– ગરિમા પંકજ.

તો લગ્નમાં રહેશો ફિટ એન્ડ ફાઈન

અપવાદને બાદ કરતા દરેક યુવક અથવા યુવતીને વર કે વધૂ બનવાની તક માત્ર એક વાર મળતી હોય છે. આ પ્રસંગે મોટાભાગના યુવક વરુણ ધવન અથવા આદિત્ય ધારની જેમ સ્માર્ટ અને યંગ તેમજ યુવતીઓ યામી ગૌતમની જેમ બ્યૂટિફુલ દેખાવા ઈચ્છતી હોય છે. આમ તો લગ્ન પ્રસંગે, લગ્નના આયોજનની સંપૂર્ણ જવાબદારી પરિવારજનો પર હોય છે, જ્યારે વરવધૂની જવાબદારી માત્ર લગ્નસમારંભ સમયે પોતાના ડ્રેસ પસંદ કરવા, મિત્રોને આ સમારંભમાં ભાગ લેવા આમંત્રણ આપવું અને પોતાની ફિટનેસ વિશે વિચારવા પૂરતી જ હોય છે. આ પ્રસંગે મોટાભાગના યુવકયુવતી સુંદર દેખાવા માટે ફિટનેસ મેળવવામાં લાગી જાય છે. ફિટનેસ મેળવવા આ દિવસોમાં તેમણે ખૂબ મહેનત કરવી પડે છે.

સંતુલિત આહાર અને નિયમિત એક્સર્સાઈઝ
સ્વરાજના લગ્ન નક્કી થઈ ગયા હતા, પરંતુ લગ્ન ૨ મહિના પછી થવાના હતા. આ ટૂંકા સમયગાળામાં સ્વરાજ પોતાના શરીરમાં એવો સુધારો ઈચ્છતો હતો કે લોકો તેના સાસરિયાને કહે કે તમે છોકરો ભણેલોગણેલો પસંદ કર્યો છે, સાથે હેન્ડસમ પણ છે.
બીજા લોકો પાસેથી પોતાના વ્યક્તિત્વના વખાણ સાંભળવા માટે સ્વરાજે જિમ જેાઈન કરી લીધું અને ત્યાં ભરપૂર પરસેવો પાડ્યો.
સ્વરાજને પૂછવામાં આવ્યું કે પોતાના શરીરને સુંદર બનાવવાની વાત તેના મનમાં પહેલા કેમ ન આવી અને હવે લગ્ન સમયે ફિટ બોડી કેમ યાદ આવી ગઈ? જવાબમાં તેણે કહ્યું, ‘‘મને મારા મિત્ર ગૌતમના લગ્નની ઘટના યાદ છે. મારા મિત્રના ફેરા સમયે તેની ભાવિ પત્ની પ્રિયાની ઘણી બધી સાહેલીઓ ગણગણી રહી હતી કે પ્રિયાના પરિવારજનોએ છોકરાનું માત્ર પદ અને પરિવાર જેાયો છે. આ છોકરો પ્રિયાનો લાઈફ પાર્ટનર ઓછો અંકલ વધારે લાગી રહ્યો છે. પ્રિયાના પરિવારજનોએ કાશ પ્રિયા માટે યોગ્ય છોકરો જેાયો હોત તો કેટલું સારું રહેતું. આ જેાડી બિલકુલ નથી જામતી.
‘‘તેથી શ્રીમાન મને અને મારી પત્નીને જેા કોઈ એમ કહે કે આ જેાડી બિલકુલ પણ નથી જામતી, આ શબ્દો મારે બિલકુલ નથી સાંભળવા. મને પૂરો વિશ્વાસ છે કે લગ્ન પહેલાં હું એવી ફિઝિકલ ફિટનેસ મેળવી લઈશ કે લોકો પણ એમ કહેશે કે વાહ કેવી સુંદર જેાડી છે. જેટલી સુંદર બેગમ એટલો જ સુંદર બાદશાહ.’’
માત્ર યુવક જ નહીં, લગ્ન પહેલાં આજે યુવતીઓ પણ ફિટ બોડી મેળવવા માટે તનતોડ મહેનત કરતી હોય છે.
સ્મૃતિ વ્યવસાયે જ્વેલરી ડિઝાઈનર છે. તેને પોતાના કામથી કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવું પડે છે, તેથી તે થોડી ઓવર વેટ થઈ ગઈ છે.
સ્મૃતિ વિચારે છે કે લગ્ન પછી હનીમૂન પર જતી વખતે તેના વેટના લીધે કોઈ તેને તેના પાર્ટનરની દીદી કે આંટી ન સમજી લે, તેથી તે પોતાના લગ્ન પહેલાં નિયમિત જિમ જાય છે. તે વાતથી હવે ખુશ પણ છે કે સંતુલિત આહાર અને નિયમિત એક્સર્સાઈઝથી તે પહેલાંની તુલનામાં વધારે યુવાન અને તાજગીસભર દેખાય છે.

જિમ જેાઈન કરવાની જરૂર કેમ
આ પ્રશ્નના જવાબમાં મધુનું કહેવું છે, ‘‘પ્રત્યેક યુવતીનો બોડી શેપ અલગઅલગ હોય છે. કોઈ યુવતીને પોતાના બ્રેસ્ટ શેપ, કોઈને પોતાની થાઈઝ અને હિપ્સને લઈને પ્રોબ્લેમ હોય છે. આ પ્રોબ્લેમનું સમાધાન માત્ર નિયંત્રિત આહાર, ડાયટિંગ અથવા સ્વયં પોતાની મરજીથી એક્સર્સાઈઝ કરવાથી નથી આવી શકતું. હું જે જિમમાં જાઉં છું ત્યાં લેડી ઈંસ્ટ્રક્ટર તેમજ ડાયેટિશિયન પણ છે. ઈંસ્ટ્રક્ટરની મદદથી એક તરફ પ્રભાવિત ભાગને શેપમાં લાવવામાં મદદ મળે છે, જ્યારે બીજી તરફ ડાયેટિશિયનની મદદથી સંતુલિત તથા પૌષ્ટિક આહાર લેવાની ગાઈડલાઈન મળતી રહે છે.’’
રત્ના પાસે જિમ જવા અને તૈયાર થવાનો સમય નથી, તેથી તેણે પોતાના ઘરે ટ્રેડમિલ મંગાવી લીધું છે. હવે તે ટ્રેડમિલ મશીનના માધ્યમથી પોતાના ઘરે લાંબું અંતર ચાલવાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે.

લગ્ન પહેલાં સાજ-શણગાર કરવાનો લાભ આજે પણ છે
લગ્ન પહેલાં સાજ-શણગારનો લાભ લગ્ન પ્રસંગે મળે છે, પરંતુ ૧૦-૨૦ વર્ષ પછી જ્યારે તમે તમારા લગ્નનો વીડિયો જુઓ છો ત્યારે એક સુખદ અહેસાસ પણ થાય છે. આ સમયે પુરુષો વિચારતા હોય છે કે તે કેટલો સ્માર્ટ હતો તે દિવસોમાં. ત્યારે કેટલા ભરાવદાર વાળ હતા માથા પર, ત્યારે ન તો પેટ બહાર હતું કે ન આંખ પર આજની જેમ મોટા ચશ્માં ચઢાવેલા હતા.
જ્યારે મહિલાઓ વિચારતી હોય છે કે કેવી યુવાન, સુંદર કન્યા હતી હું તે સમયે. જે કોઈ જેાતા તે બસ જેાતા જ રહી જતા. તેથી એક્સર્સાઈઝની ટેવ આપણા જીવનનો અનિવાર્ય ભાગ હોવી જેાઈએ. જેા ટેવ ન હોય તો પણ લગ્નના થોડા સમય પહેલાંથી આ ટેવ પાડવી જેાઈએ અને લગ્ન પછી તેને પોતાના નાના ભાઈને સમજાવતા એક્સર્સાઈઝ કરવા ઉત્સાહિત કરતા રહેવું જેાઈએ, જેથી તેમને પણ પોતાના લગ્ન સમયે પોતાની ફિટનેસ માટે વધારે મહેનત કરવાની જરૂર ન પડે.
– રવિ શોરી નીના.

જીવલેણ સાબિત થતી કોસ્મેટિક સર્જરી

૧૦ મે, ૨૦૨૨ ના રોજ બેંગલુરુમાં ચેતના રાજના એક ક્લિનિકમાં દુખદ મૃત્યુ ત્યારે થયું જ્યારે તે વજન ઘટાડવા માટે લાઈપોસક્શન માટે ગઈ. તે કન્નડ સિરિયલમાં એક્ટિંગ કરતી હતી અને ફેટ રિમૂવ કરાવવા માટે સાહેબગૌડા શેટ્ટીના ક્લિનિકમાં ગઈ હતી.
ડોક્ટરોએ તેની હાલત બગડતા બીજી મોટી હોસ્પિટલમાં જવાની મંજૂરી ન આપી. ફેટ ફ્રી પ્લાસ્ટિક સર્જરી આમ તો ઘણી સેફ છે, પણ દરેક સર્જરીનું પોતાનું જેાખમ હોય છે અને ડોક્ટર સર્જરીથી બચવાની સલાહ આપે છે. તેમ છતાં યુવતીઓ સર્જરી કરાવે છે.
ચેતના પોતાના માતાપિતા અથવા કોઈ નજીકના સંબંધીને જણાવ્યા વિના સર્જરી કરાવવા પહોંચી હતી, જેથી તેના પાતળા થવાનું રહસ્ય લોકો ન જાણી શક્યા. સર્જરી દરમિયાન તેના લંગ્સમાં પાણી ભરાઈ ગયું, જેથી તેનું મૃત્યુ થયું.
ફેટ ફ્રી સર્જરીમાં હિપ્સ, થાઈઝ, આર્મ્સ વગેરે પરથી ફેટ કાઢી નાખવામાં?આવે છે. બદલાતા સમયની સાથે લોકો સ્વયંને સજાવવા લાગ્યા છે. લોકો સેલિબ્રિટી જેવા દેખાવા માંગે છે. તે માટે તેઓ કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર થાય છે. કોસ્મેટિક સર્જનનું કહેવું છે કે અનેક વાર લોકો એવી ડિમાન્ડ કરે છે કે જેને પૂરી કરવી અમારા વશની વાત નથી હોતી. જેાકે બહારના દેશોમાં કોસ્મેટિક સર્જરી સામાન્ય છે.

રિસ્ક હોવા છતાં ક્રેઝ
પ્લાસ્ટિક સર્જરી હંમેશાં સફળ થાય એ જરૂરી નથી. આ સર્જરીથી તમને મનપસંદ સુંદરતા મળી જાય તે પણ જરૂરી નથી આ એક રિસ્ક જ છે. કેટલીક વાર મનપસંદ સુંદરતા મળી જાય તો કેટલીક વાર તેના ભયાનક પરિણામ પણ ભોગવવા પડે છે. કેટલીક સેલિબ્રિટીએ તો સર્જરી પછી અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો. કેટલાકની સર્જરી નિષ્ફળ રહી અને તેમના ચહેરા બગડી ગયા તો કેટલાકે ઈંફેક્શનનો સામનો કરવો પડ્યો. કોસ્મેટિક સર્જરી મૃત્યુનું કારણ બની શકે છે, તેમ છતાં લોકોમાં તેનો ક્રેઝ રહ્યો છે. ચહેરા પર સર્જરી ઉપરાંત મહિલાઓમાં બ્રેસ્ટ સર્જરી વધારે લોકપ્રિય છે. નોનસર્જિકલમાં બોટોક્સ સૌથી વધારે પ્રચલિત છે.

સામાન્ય લોકોમાં પણ લોકપ્રિય
પહેલા ચેતના રાજ જેવા ગ્લેમર વર્લ્ડના ગણતરીના લોકો જ પ્લાસ્ટિક સર્જરી કરાવતા હતા, પરંતુ હવે મનપસંદ ચહેરો મેળવવા માટે સામાન્ય લોકોમાં પણ તે ખૂબ પ્રચલિત થઈ રહી છે. કોસ્મેટિક સર્જન જણાવે છે કે ફેટ ઓછી કરવા માટે લાઈપોસક્શન કરાવનારની સંખ્યા પુરુષ અને મહિલા, બંનેમાં ઝડપથી વધી છે. કોલેજ જતી સામાન્ય છોકરીઓમાં બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટેશન સર્જરી, લાઈપોસક્શન અને પુરુષોમાં લાર્જ મેલ બ્રેસ્ટ રિડક્શન સર્જરી, રાઈનોપ્લાસ્ટિના કિસ્સા પણ વધ્યા છે.
પરસેવો વધારે થવાની સમસ્યા દૂર કરવા માટે છોકરાછોકરીઓમાં લેસર હેર રિમૂવલ અને બોટોક્સનો ક્રેઝ પણ ખૂબ વધ્યો છે. ૩૦ થી ૩૫ વર્ષની ઉંમરના લોકોમાં આ વધારે પ્રચલિત છે. હવે કોલેજગોઈંગ સ્ટુડન્ટ, પ્રોફેશનલ અને સામાન્ય લોકો વધારે આવે છે, જે પોતાની શારીરિક રચનાથી સંતુષ્ટ નથી હોતા. કોસ્મેટિક સર્જરી કરાવનાર મોટાભાગની મહિલાઓ ૩૫ થી ૫૦ વર્ષની હોય છે.

કોસ્મેટિક સર્જરી હંમેશાં સફળ નથી થતી
એવી કેટલીય હસ્તીઓ છે, જેમણે પોતાની સુંદરતા વધારવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી, પરંતુ તેનું પરિણામ વિપરીત મળ્યું. પોતાની સુંદરતા જાળવી રાખવાના ચક્કરમાં મિસ આર્જેન્ટિના રહી ચૂકેલી સોલેગ મેનનેનોનું મૃત્યુ થયું. સોલેગ જેાડિયા બાળકની મા હતી. પ્રસવ પછી દરેક મહિલાની જેમ તેના શરીરમાં પણ કેટલાક પ્રાકૃતિક બદલાવ આવ્યા. જેથી તે ખુશ નહોતી. એવામાં પહેલાં જેવી કાયા મેળવવામાં તેણે થાઈને શેપમાં લાવવાની સર્જરી કરાવી. તેમાં તેને જે ઈંજેક્શન આપવામાં આવ્યું, તેમાંથી લિક્વિડ તેના ફેફસા અને મગજમાં ગયું. સર્જરી પછી અચાનક થયેલી સમસ્યાના લીધે હોસ્પિટલમાં એડમિટ કરાવવી પડી, જ્યાં ૨ દિવસ પછી તેનું મૃત્યુ થયું.

સર્જરી મોંઘી પડી
હોલીવુડ અભિનેત્રી પેરિસ હિલ્ટને પણ પોતાની સુંદરતા વધારવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. તેણે રાઈનોપ્લાસ્ટી, લિપ્સ ઈનહેંસમેન્ટ અને બ્રેસ્ટની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. તેને તેનો નવો લુક કેટલો ગમ્યો એ તો તે જ જાણતી હશે, પરંતુ કેટલાય લોકોને તેનું નાક પહેલાંથી વધારે ખરાબ લાગે છે. લોકોનું કહેવું છે કે પામેલા એંડરસન સુંદર અને આકર્ષક હતી, પરંતુ કોણ જાણે તેને શું સૂઝ્યું જે નાક, ગાલ, હોઠ અને બ્રેસ્ટની સર્જરી કરાવી. હવે તેનું આ ફિગર નિષ્ફળ સર્જરીનું પરિણામ છે.
બોલીવુડ એક્ટ્રેસ કોયના મિત્રા પર પણ પોતાના નાકની સર્જરી કરાવવાની ધૂન સવાર થઈ, પરંતુ તેને આ સર્જરી મોંઘી પડી. અચાનક તેના ગાલ ફૂલી ગયા, જેથી હસવામાં પણ તકલીફ થવા લાગી. ત્યાર પછી ૫ મહિના સુધી ઈંજેક્શન લેવા પડ્યા અને તે દરમિયાન ૨ ફિલ્મથી હાથ ધોવા પડ્યા.

સ્ટાર્સમાં પ્લાસ્ટિક સર્જરીનો ક્રેઝ
કેટલાય નાનામોટા સ્ટાર્સે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. પોપ સિંગર માઈકલ જેક્સન આ બાબતમાં જાણીતા થયા. તેમણે ગોરા રંગ માટે પોતાની સ્કિનની સર્જરી કરાવી હતી. નામની પણ કેટલીય વાર સર્જરી કરાવી હતી. ઘણા સમય સુધી તે ઈંફેક્શનથી પરેશાન રહ્યા. પછી તેમને સ્કિન કેન્સર થઈ ગયું.
અમેરિકન અભિનેત્રી અને સિંગર ગાયિકા બ્રિટની મર્ફી કોસ્મેટિક સર્જરીની દીવાની હતી. બીજી બાજુ એંજલીના જેાલી, પામેલા એંડરસન, પેરિસ હિલ્ટન, વિક્ટોરિયા બેકહેમ જેવા તમામ સ્ટાર્સે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.
એવામાં બોલીવુડ અભિનેત્રીઓ પણ પાછળ કેવી રીતે રહેતી. લોકોનું કહેવું છે કે ઐશ્વર્યા રાયની બ્યૂટિ ફેક બ્યૂટિ છે. બીજી બાજુ કરીનાની સુંદરતા નિખારવામાં પણ કોસ્મેટિક સર્જરીની મહત્ત્વની ભૂમિકા રહી છે. કરીનાએ નાક અને ચીકબોંસની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, તો પ્રિયંકા ચોપરાએ પણ સ્કિન લાઈટનિંગ ટ્રીટમેન્ટ કરાવી છે, જેથી સ્કિનનો કલર સાફ થયો છે. રાણી મુખર્જીએ પણ પોતાના નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.
ગ્લેમરસ અભિનેત્રી સુષ્મિતા સેન પહેલી અભિનેત્રી છે, જેણે સ્વીકાર્યું કે તેણે સિલિકોન ઈમ્પ્લાંટ કરાવ્યું છે. શિલ્પા શેટ્ટી, સુષ્મિતા સેન, કરીના, બિપાશા, મલ્લિકા શેરાવત, શ્રુતિ હાસન, રાખી સાવંત, કંગના રાણાવત વગેરે અભિનેત્રી પણ કોસ્મેટિક સર્જરી કરાવી ચૂકી છે.

કોસ્મેટિક સર્જરીના નુકસાન
કોસ્મેટિક સર્જરી દ્વારા સુંદરતા વધારવા માટે સર્જરી અને તબીબી પદ્ધતિનો સહારો લેવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે સર્જરીની હાનિકારક અસર નથી થતી, પરંતુ કેટલીક સામાન્ય અસર જેમ કે ઈજા થવી, ડાઘ પડવો વગેરે થઈ શકે છે. તેને હેમાટોમા કહેવાય છે. તેમાં રક્તનળીની બહાર લોહી જામી જાય છે. તે ઉપરાંત સેરોમા જેવો દુષ્પ્રભાવ થઈ શકે છે.
– પ્રતિનિધિ.

ક્યાંક હેલ્થ તો નથી બગાડતી લાઈટિંગ

શું તમારે ઘરમાં આળસ અને થાકની જગ્યાએ ખુશી તેમજ સકારાત્મકતાનો અહેસાસ કરવો છે? શું આપણી રોજબરોજની જિંદગીમાં લાઈટ વધારે મહત્ત્વની છે? શું આપણે આપણા ઘરમાં યોગ્ય લાઈટ એરેન્જમેન્ટ કરાવવી જેાઈએ? જવાબ જેા હા હોય તો પછી કેમ? આવો, જાણીએ આ બાબતમાં સીઈઓ એન્ડ ફાઉંડિંગ પાર્ટનર, લાઈટ ડોક્ટર પ્રાચી લાડ જેાડે :
ઘરના કોઈ પણ ખૂણામાં જ્યારે તમે ભરપૂર સકારાત્મકતા અને ઊર્જનો અનુભવ કરો છો ત્યારે તમારો મૂડ સારો રહે છે અને તમે સ્વયંને રિફ્રેશ પણ અનુભવો છો. તે સમયે મનમાં પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આવું કેમ થાય છે? પરંતુ જ્યારે તમે સમજી નથી શકતા ત્યારે તમારા આ અનુભવને સકારાત્મક ઊર્જા સાથે જેાડી દો છો, પરંતુ હવે જ્યારે બીજી વાર તમે આવો અનુભવ કરો તો રૂમના પ્રકાશનું નિરીક્ષણ અચૂક કરો.

સારા અને ખરાબ પ્રકાશની અસર
આપણે બધા જાણીએ છીએ કે અપૂરતી લાઈટમાં જેાવાનો પ્રયત્ન કરવાનો અર્થ છે આંખો પર દબાણ થવું, જ્યારે બીજી તરફ વધારે પડતો પ્રકાશ આંખોેને નુકસાન પહોંચાડીને તમને અંધ બનાવી શકે છે. બંને પરિસ્થિતિ આપણી નજરને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરે છે અને જેા આ પ્રકારની ખામીયુક્ત લાઈટ એરેન્જમેન્ટ ડિઝાઈન ઘરમાં લાંબા સમય સુધી જળવાઈ રહે, તો તે આપણી હેલ્થ માટે ક્યારેય ભરપાઈ ન થનારી ખોટનું કારણ બની શકે છે. આ જ કારણસર આપણા ઘર તથા વર્ક એરિયામાં પ્રોપર લાઈટની જરૂર રહે છે.

એક ઘરમાં લાઈટની કેટલી આવશ્યકતા
લાઈટની માત્રાને લેક્સમાં માપવામાં આવે છે અને એક ઘરમાં દરેક રૂમમાં ખાસ લેક્સ સ્તરની જરૂર પડે છે. પછી દિવસ હોય કે રાત બંને સમયે વિભિન્ન સમય સીમામાં આપણે આપણા ઘરે જેા કામકાજ કરીએ છીએ, તેના આધારે ખાસ ખૂણા અથવા ક્ષેત્રમાં યોગ્ય પ્રમાણમાં લાઈટ અરેન્જમેન્ટ કરવાની જરૂર પડે છે.

લાઈટ એરેન્જમેન્ટ શું છે
જ્યારે આપણે લાઈટ એરેન્જમેન્ટ વિશે વાત કરીએ છીએ ત્યારે લાઈટ એરેન્જમેન્ટના વિવિધ વિકલ્પ આપણી સામે હોય છે, જેમ કે લોકો વધારે પ્રકાશિત લાઈટ એરેન્જમેન્ટમાં માને છે, પરંતુ દરેક સમયે તેનાથી યોગ્ય રિઝલ્ટ મળશે જ એવું જરૂરી નથી હોતું, પરંતુ આપણે તેને અનુભવી નથી શકતા કે પછી આસપાસ કરવામાં આવેલી લાઈટ એરેન્જમેન્ટને પૂરતું મહત્ત્વ નથી આપતા, પરંતુ યાદ રાખો કે લાઈટ એરેન્જમેન્ટ આપણી માનસિક સ્થિતિ, સ્વાસ્થ્ય, દષ્ટિ અને આપણા સામાન્ય જીવન પર પણ જબરદસ્ત પ્રભાવ પાડે છે. યોગ્ય લાઈટ એરેન્જમેન્ટ ડિઝાઈન એ વાતને સુનિશ્ચિત કરે છે કે તમે જે કાર્ય કરવા ઈચ્છો છો, તેને કરવા માટે તમે કોઈ પણ સમયે પૂરતી લાઈટ એરેન્જમેન્ટ મેળવી શકો.

લાઈટ એરેન્જમેન્ટને ડિઝાઈન કરવી
ઘર માટે લાઈટ એરેન્જમેન્ટ ડિઝાઈન કરવી એક કલા છે. લાઈટ એરેન્જમેન્ટ ડિઝાઈન માત્ર ઘરના દરેક ખૂણે લાઈટ લગાવવા સંબંધિત નથી, પરંતુ તે શેડો અને લાઈટનો ખેલ છે. ઘરની લાઈટિંગની લેરિંગ સૌથી વધારે અસરકારક હોય છે. પ્રથમ લેયરને એંબિએંટ લાઈટ કહેવામાં આવે છે, જેને સામાન્ય અથવા પ્રકાશને આસપાસ ફેલાવતી લાઈટ પણ કહેવામાં આવે છે. તેને ડાઉનલાઈટ્સ, લીનિયર લાઈટ્સ અને કોવ લાઈટ્સ લગાવીને મેળવી શકાય છે. રસોઈ બનાવતા તેમજ સાફસફાઈ જેવા રોજના કાર્યમાં સામાન્ય ફેલાયેલી પ્રકાશ વ્યવસ્થાની જરૂર પડે છે. તે આપણને ટેબલ ટોપ, દીવાલ, છત અને ફરસ જેવી સપાટ જગ્યા પર પણ વિખેરાઈને પ્રકાશ આપવામાં મદદ કરે છે.
બીજું લેયર એક્સેંટ લાઈટનું હોય છે. તેનો ઉપયોગ કલાકૃતિ, દીવાલની ખાસ રચના જેવી ખાસ વિશેષતાને હાઈલાઈટ કરવા માટે કરવામાં આવે છે. આ જ રીતે ટાસ્ક લાઈટિંગ એક વધારે ફોકસ્ડ એરેંજમેન્ટ છે, જે વાંચન, લેખન જેવા અનેક કામને સરળ બનાવે છે. આપણામાંથી ઘણા બધા લોકોને પોતાને ગમતી જગ્યાએ વાંચન અથવા લેખનની ટેવ હોય છે. વયસ્કો માટે તે એક સ્ટડી કોર્નર અથવા પથારી હોઈ શકે છે, કારણ કે કેટલાક લોકોને ઊંઘતા પહેલાં વાંચન ગમતું હોય છે. બાળકો માટે તે તેમનું સ્ટડી ડેસ્ક હોઈ શકે છે. આપણી સ્વસ્થ દષ્ટિ માટે યોગ્ય પ્રકારની અને યોગ્ય પ્રમાણમાં લાઈટ એરેન્જમેન્ટની જરૂર પડે છે. વાંચન અથવા લેખન દરમિયાન પોતાની આંખોને તાણથી સુરક્ષિત રાખવા માટે કોઈ પણ વ્યક્તિએ ગ્લેર ફ્રી લાઈટિંગ એરેન્જમેન્ટનો ઉપયોગ કરવો જેાઈએ.

વાર્મ અને કૂલ કલર્સનું સંયોજન
આપણા ઘરમાં વાર્મ અને કૂલ કલર્સની લાઈટિંગનું સંયોજન હોવું જેાઈએ. આપણો આપણા લિવિંગરૂમ અને બેડરૂમમાં વાર્મર કલર ફોન ડેકોરેટિવ લાઈટિંગ ફીચર્સ લગાવીને એક શાંત વાતાવરણ બનાવી શકીએ છીએ. કિચન જેવી જગ્યા માટે કૂલર રંગીન પ્રકાશ વ્યવસ્થાને પસંદ કરવામાં?આવે છે, જ્યારે બાથરૂમમાં આપણે મિક્સ કલર ટોન રાખવો જેાઈએ. જેાકે પથારીમાં ઊંઘતા પહેલાં કૂલર કલરની લાઈટિંગ સ્વિચ ઓન કરવાથી બચવું જેાઈએ. વિભિન્ન અભ્યાસ અનુસાર, કૂલર કલર લાઈટિંગ આપણા મગજમાં મેલાટોનિન હોર્મોન્સના સ્તરને દબાવવામાં મદદ કરે છે, જે આપણને વધારે સક્રિય બનાવે છે, પરંતુ પથારીમાં જતી વખતે તેને સારી ન કહી શકાય. આ દષ્ટિકોણથી જેાઈએ તો સારી લાઈટિંગ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે હેલ્થને સુદઢ બનાવી રાખવામાં આપણને મદદરૂપ થાય છે.
– પારૂલ ભટનાગર.

સતત બદલાતી જીવનશૈલી વધતી બીમારીનું પરિબળ

મધ્ય પ્રદેશના છિંદવાડામાં રહેતા ૪૦ વર્ષના આનંદ પટેલ એક પ્રાઈવેટ કંપનીમાં જેાબ કરતા હતા. એક દિવસ તે ઓફિસથી ઘરે આવ્યા ત્યારે થોડો થાક અનુભવવા લાગ્યા. ફ્રેશ થઈને આરામ કરવા માટે પથારી પર જઈને ઊંઘી ગયા. થોડા સમય પછી તેમને છાતીમાં બળતરા થવા લાગી અને શરીર પર ખૂબ પરસેવો થવા લાગ્યો. થોડા સમયમાં આનંદ બેભાન થઈ જતા ઘરના લોકો તરત તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે તપાસ કરીને જણાવ્યું કે હાર્ટએટેકના લીધે તેમનું મૃત્યુ થયું છે. નાની ઉંમરમાં હાર્ટએટેકનો આ કિસ્સો એકલા આનંદ સાથે નથી બન્યો. આપણા દેશમાં આ પ્રકારના કિસ્સા અવારનવાર જેાવા મળી રહ્યા છે. ડોક્ટર્સ તે માટે જવાબદાર પરિબળ તરીકે લોકોની બદલાયેલી જીવનશૈલીને માને છે. કેન્દ્ર સરકારે બિનચેપી રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં પ્રદેશના ૨.૯૮ કરોડ લોકોમાંથી ૬૫ ટકા લોકોના સ્ક્રીનિંગનું લક્ષ્ય નક્કી કર્યું હતું. મધ્ય પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગે ૧.૬૮ કરોડ વ્યક્તિનું સ્ક્રીનિંગ કરીને લક્ષ્ય પૂરું કર્યું ત્યારે કેન્દ્ર સરકારે તેને વધારીને ૩.૧૫ કરી દીધું હતું. જેાકે અત્યાર સુધીમાં ૨ કરોડ લોકોનું સ્ક્રીનિંગ થઈ ગયું છે. તે પરથી સામે આવ્યું છે કે રાજ્યમાં લગભગ ૮ લાખ, ૫૦ હજાર લોકો હાઈપરટેન્શનની ઝપેટમાં છે. ૪ લાખ ૬૧ હજાર લોકોને ડાયાબિટીસે જકડી લીધા છે. આ રિપોર્ટ અનુસાર, છિંદવાડા જિલ્લામાં સૌથી વધારે ૬૪,૨૪૬ લોકો હાઈપરટેન્શનની ઝપેટમાં જેાવા મળ્યા છે. ઈન્દોરમાં સૌથી વધારે ૨૪,૭૫૦ વ્યક્તિમાં ડાયાબિટીસની બીમારી જેાવા મળી છે.

એનએચએમના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. નમિતા નીલકાંતના જણાવ્યા અનુસાર, ઈન્ડિયા હાઈપરટેન્શન કંટ્રોલ ઈનિશિએટિવ-૨૦૧૮ માં શરૂ થયું હતું. સૌપ્રથમ મધ્ય પ્રદેશના ૬ જિલ્લા પસંદ કરવામાં આવ્યા હતા, પાછળથી ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, બેતૂલ, નીમચ, બડવાની, રતલામ, સાગર, ગુના, પન્ના, છિંદવાડા, નરસિંહપુર અને સિહોર સહિત ૧૭ જિલ્લા પણ સામેલ કરવામાં?આવ્યા હતા. આ પ્રોગ્રામ અંતર્ગત ૩૦ વર્ષથી વધારે ઉંમરના લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવવાનું હતું. નાની ઉંમરમાં હાર્ટએટેક જેવા ગંભીર કિસ્સાને જેાતા મધ્યપ્રદેશ સરકારે તેમાં ૧૮ વર્ષથી વધારે ઉંમરના લોકોને સામેલ કર્યા હતા. તે અંતર્ગત હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સારવાર માટે આવતા દર્દીઓ ઉપરાંત ઘરેઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં દર્દીઓના બ્લડપ્રેશરનું સ્તર ૧૪૦/૯૦ થી ઉપર જેાવા મળ્યું હતું. શહેરોમાં રહેતા વયસ્કોની લગભગ ૫૦ ટકાથી વધારે વસ્તી ડાયાબિટીસની ઝપટમાં જેાવા મળી હતી. જેાકે તેનું કારણ આનુવંશિક છે, તે સિવાય જીવનશૈલી પણ એક મહત્ત્વપૂર્ણ કારણ રહ્યું છે. જેમ કે કંફર્ટેબલ લાઈફ, અધિક ફાસ્ટફૂડનું સેવન, શરીરમાં કેલરીનું અસંતુલન તેમજ સ્થૂળતાના લીધે ડાયાબિટીસની બીમારી થાય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે દર્દીએ નિયમિત રીતે સ્ક્રીનિંગ કરાવવું જેાઈએ અને ડાયટનું સંતુલન જાળવી રાખવું જેાઈએ. તે ફળ અને શાકભાજીથી દૂર રહો, જેને ખાવાથી ડાયાબિટીસ લેવલ વધે. નિયમિત એક્સર્સાઈઝની સાથેસાથે ડોક્ટરની સલાહ લો અને તેનું પાલન કરો.

હાર્ટના પેશન્ટ વધી રહ્યા છે
પહેલાંના સમયમાં મોટી ઉંમરના લોકો હૃદય રોગથી પીડિત રહેતા હતા, પરંતુ હવે નાની ઉંમરમાં પણ હાર્ટએટેકનું જેાખમ વધી ગયું છે. ૪૫થી વધારે ઉંમર, હરવાફરવા ન જવું, એક જગ્યાએ બેસીને કલાકો સુધી મોબાઈલ જેાવો, હાઈ કોલેસ્ટ્રોલયુક્ત ભોજન અને ડાયાબિટીસ, બ્લડપ્રેશરની બીમારી પણ હૃદયના સ્વાસ્થ્યને જેાખમમાં મૂકી શકે છે.
હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. ડી. એસ. ચૌધરી જણાવે છે કે તેલ, ઘી, માખણનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાની સાથે તાજા શાકભાજી, ફળ શક્ય તેટલા વધારે ખાવા જેાઈએ. મટન અને ઈંડામાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે, તેથી તેના સેવનથી દૂર રહો.
મોટાભાગે જેાવા મળ્યું છે કે તે લોકો જેમનો ઊઠવાથી લઈને, નહાવા, ખાવા અને ઊંઘવા સુધીનો સમય અનિશ્ચિત રહેતો હોય છે તે હંમેશાં અસ્તવ્યસ્ત રહેવાથી તાણગ્રસ્ત રહેતા હોય છે. પરંતુ જે વ્યક્તિની દિનચર્યા યોગ્ય અને નિયમિત હોય છે, તેમનું જીવન સુખ અને સંતોષથી ભરેલું હોય છે, જ્યારે દિનચર્યા વ્યવસ્થિત ન હોય તો એક તરફ મનમાં અશાંતિ પેદા થાય છે, બીજી તરફ સમગ્ર શારીરિક ક્રિયા પણ ખરાબ થવા લાગે છે અને વ્યક્તિ શારીરિક તથા માનસિક રોગથી પીડિત બની જાય છે. નિયમિત દિનચર્યાથી આપણા કામકાજ ન માત્ર ક્રમબદ્ધ અને સુનિયોજિત બને છે, પરંતુ સમાજમાં બીજા લોકો પર તેનો સકારાત્મક પ્રભાવ પડે છે. તેથી જીવનને સ્વસ્થ અને સુખી બનાવવા માટે દરરોજ સવારે સમયસર ઊઠી જવું અને સમયસર ઊંઘી જવું નિયમિત દિનચર્યાનું પહેલું સૂત્ર છે. સવારે ૧-૨ કિલોમીટર ચાલવા જવું અને રાત્રિના ભોજન પછી લગભગ એક હજાર પગલાં ચાલવું તમારા તનને સ્વસ્થ અને તંદુરસ્ત રાખશે.

મહિલાની દિનચર્યા
ઘરેલુ મહિલાની દિનચર્યા સામાન્ય રીતે સૌથી વધારે અનિયમિત હોય છે. પોતાના પતિ તથા બાળકોની દિનચર્યાને નિયમિત રાખવાના ચક્કરમાં તેમની પોતાની દિનચર્યા ખરાબ થઈ જાય છે. બાળકોને સ્કૂલે અને પતિને કામ પર મોકલ્યા પછી બપોરે ૨ થી ૩ વાગ્યા સુધીમાં તે પોતાનું ખાવાનું ખાઈ શકે છે. આ રીતે દિનચર્યા અનિયમિત રહેવાથી મહિલાઓનો સ્વભાવ ગુસ્સેલ તેમજ ચીડિયો થઈ જાય છે. નેશનલ હોસ્પિટલ, જબલપુરના ડોક્ટર સુભદા તિવારીનું માનવું છે કે કામની વ્યસ્તતાથી મહિલાઓની દિનચર્યા અસ્તવ્યસ્ત રહે છે, યોગ્ય આહાર ન લેવાથી તે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપી શકતી. આ સ્થિતિમાં મહિલાઓમાં અનિંદ્રા, તાણ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને થાઈરોઈડ જેવી બીમારી સામાન્ય બની ગઈ છે, પરંતુ તમારી જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન લાવીને તેમજ રોજિંદી દિનચર્યાને નિયમિત બનાવીને મહિલાઓ સ્વસ્થ તથા ખુશ રહી શકે છે.
– વેણીશંકર પટેલ ‘વ્રજ’

ગાયનેકોલોજિસ્ટને આ રીતે જણાવો પોતાની સમસ્યા

સફળ ગાયનેકોલોજિસ્ટ એ છે જેના દર્દી તેની સાથે પોતાની પારિવારિક સમસ્યા, જીવનસાથી સાથેની પોતાની યૌન સમસ્યા તેમજ પતિપત્ની વચ્ચેના સંબંધ વગેરે વિષય પર ખૂલીને વાતચીત કરી શકે. સેક્સ્યુઅલ એજ્યુકેશન એન્ડ પેરન્ટહુડ માટે ‘વર્લ્ડ એસોસિયેશન ઓફ હેલ્થ એન્ડ કાઉન્સિલ’ પણ બનાવવામાં આવી છે, કારણ કે યૌન વિજ્ઞાનની સમસ્યા બાબતે દરેક જગ્યાએ, દરેક નર્સિંગહોમમાં એક જ છતની નીચે યૌન અને પ્રજનન બંનેની જાણકારી મળી શકે. સેક્સ્યુઅલ મેડિસિનમાં યૌન સમસ્યાની સાથે બધી અંગત સમસ્યા પર વાતચીત જરૂરી છે. લોકોને સંકોચ વિના પોતાની અંગત સમસ્યા પર વાત કરવાની તક મળવી જેાઈએ, જેથી તેઓ જાણી શકે કે તેમની યૌન સમસ્યા પણ બીજી બીમારી જેવી છે જે શરીર સાથે જેાડાયેલ હોવાથી પીડા આપે છે. ખાસ વાત એ છે કે યૌન સમસ્યાને પ્રાઈવેટ અથવા ગંદી સમજવી ખોટું છે.

તપાસ અને સારવાર
આજકાલ ડિલિવરીમાં નવીનવી શોધો થઈ રહી છે અને તેનાથી ઘણા બધા લાભ થયા છે. બીજા ક્ષેત્રોની જેમ હવે પ્રસૂતિ વિજ્ઞાન અને સ્ત્રીરોગ વિજ્ઞાનમાં પણ ટેક્નોલોજીની પ્રગતિ જેાઈ શકાય છે. ઉત્તમ દવા, નવાનવા મેડિકલ મશીનો તપાસ કરવામાં અને લેબોરેટરી ઈન્વેસ્ટિગેશનમાં મદદરૂપ બની રહ્યા છે. ગર્ભાવસ્થાની નાજુક પરિસ્થિતિ જેમ કે બ્લડ કેન્સર, ડાયાબિટીસ વગેરેમાં ટેક્નોલોજીએ કરેલી પ્રગતિની મદદથી બાળકને બચાવી શકાય છે. ન્યૂ બોર્ન ઈન્ટેન્સિવ કેર યૂનિટ દરેક નર્સિંગહોમમાં હોવા જરૂરી છે. ૮૦૦, ૯૦૦ ગ્રામ વજનવાળા જન્મેલા બાળકોને બચાવવા હવે સંભવ છે. કેટલાક કારણોસર ઘણા બધા દંપતી બાળક પ્રાપ્ત નથી કરી શકતા, પરંતુ હવે નવી મેડિકલ શોધોથી તમને મદદરૂપ બનવાની ઘણી બધી તક ઉપલબ્ધ બની જાય છે. આજે ઘણા બધા પ્રકારની તપાસો અને સારવાર કરી શકાય છે. જેા નવા સાધનોથી પણ તેઓ પ્રેગ્નન્ટ ન બની શકે અથવા ચાન્સ ઓછા દેખાતા હોય તો ડોનર સીમન, ડોનર ઈંડા આપનાર તેમજ સરોગેટ મધર દ્વારા મદદ કરી શકાય છે.

સાચી સલાહ કેમ જરૂરી
કેટલાક દંપતીને ડોક્ટર પણ મદદ નથી કરી શકતા, આ સ્થિતિમાં તેમના મનમાંથી બાળકને દત્તક લેવા સંબંધીની ખોટી ધારણાને દૂર કરીને તેમને બાળક દત્તક લેવાની સલાહ આપવામાં આવે છે. જેાકે આ બાબતે આપણા કાયદા ખૂબ સખત છે, જેથી બાળક દત્તક લેનારને વર્ષો સુધી રાહ જેાવી પડે છે. કેટલાક હવે ગેરકાનૂની રૂપે ખરીદતા હોય છે. આમ કરીને તેઓ માતૃત્ત્વ તથા પિતૃત્વનો સુખદ અહેસાસ પ્રાપ્ત કરતા હોય છે અને બાળકને પણ એક સારું જીવન મળી જાય છે. તાણભરી જિંદગી, પર્યાવરણ, પ્રદૂષણ, કેમિકલ સ્પ્રેથી પકવેલા શાકભાજી, અનાજ, ફળ વગેરે શારીરિક અસંતુલન લાવે છે. હોર્મોન્સની સમસ્યા, અંડકોષના નીકળવાની સમસ્યા, વ્યવસાયિક તાણ, પૈસાની તંગી આ બધા કારણોસર પણ સીમન પ્રભાવિત થાય છે. આ બધાના લીધે વંધ્યત્વનો દર વધી રહ્યો છે. સરોગેટ મધરની જરૂર ત્યારે પડે છે જ્યારે યૂટરસનો યોગ્ય વિકાસ ન થયો હોય. ગર્ભાશયના નિષ્કાસન, મહિલાને તોડી નાખે તેવી બીમારી જેમ કે કેન્સર, હૃદયરોગ વગેરેમાં દંપતીના અંડાણુ અને વીર્યને બીજી મહિલાના ભ્રૂણમાં વિકસિત કરવામાં આવે છે. આ કાર્ય કરનાર મહિલાને ‘સરોગેટ મધર’ કહેવામાં આવે છે. તેની જવાબદારી ગર્ભધારણ કરવાથી લઈને ડિલિવરી સુધીની હોય છે અને ડિલિવરી થયા પછી તેને આ બાળકને દંપતીને આપી દેવું પડે છે. આ રીતે ‘સરોગેટ મધર’ દંપતીના જીનને વિકસિત કરવામાં તેમને મદદ કરે છે. જેાકે એ વાતથી પણ ઈન્કાર ન કરી શકાય કે અમુક હદ સુધી આ વાત પ્રસૂતિના વેપારીકરણનું નેતૃત્ત્વ કરી રહી છે. ભારતમાં આ બાબતે જે નિયમકાયદા બનાવવામાં આવ્યા છે તે જ તેને બ્લેકમાર્કટમાં ધકેલી રહ્યા છે.

સમસ્યા પેદા થવાના ઓછા ચાન્સ
આ વાત મેડિકલ ટૂરિઝમમાં ખૂબ સહાયક છે. વિદેશમાં સરોગેટ મધરની વ્યવસ્થા કરવી ખૂબ મોંઘી પડે છે, તેથી વિદેશીઓ અહીં પણ આવે છે અને ગરીબ લોકો જેઓ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોય છે તેમાંની મહિલાઓ આવી ‘સરોગેટ મધર’ બનવા માટે તૈયાર થાય છે. જેાકે વિદેશીઓને બાળકને પોતાની સાથે લઈ જવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. આમ તો આ પ્રક્રિયામાં દેશી માતાને પણ બર્થ સર્ટિફિકેટ મુશ્કેલથી મળતું હોય છે. બીજી તરફ સગાંસંબંધી અને મિત્રો પણ કટાક્ષ કરવાથી દૂર નથી રહેતા.
હવે સીમન બેંક ખૂબ સારું કામ કરી રહી છે. આ બેંકોમાં સારા નમૂના ઉપલબ્ધ હોય છે. સીમનદાતાઓના સીમનને આ બેંકોમાં પ્રિઝર્વ કરીને રાખવામાં આવે છે અને તે એવા પુરુષો માટે ઉપયોગી હોય છે જેઓ સીમનની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય છે. તે કૃત્રિમ ગર્ભધાનમાં પણ સહાયક છે. સીમન બેંક પ્રાપ્ત કરેલ નમૂનાની તપાસ કરે છે, તેથી સમસ્યા પેદા થવાના ચાન્સિસ ખૂબ ઓછા રહે છે. બીજી તરફ આપણા દેશમાં ઓછી જાણકારી હોવા છતાં પરિવાર નિયોજનમાં સારો એવો સુધારો થયો છે. કોંટ્રાસેપ્ટિવ પિલ્સે પોતાના ૫૦ વર્ષ પૂરા કરી લીધા છે. આજે બજારમાં ઓછા હોર્મોન્સ અને ઓછી સાઈડ ઈફેક્ટવાળી દવાઓ ઉપલબ્ધ છે, તેથી તેના નિષ્ફળ જવાનો દર ખૂબ ઓછો છે. હવે સુરક્ષિત રહેવાનો નવો માર્ગ છે. ઈમર્જન્સી કોંટ્રાસેપ્ટિવ સ્ત્રી કોન્ડોમ.

લગ્ન પછીની મુશ્કેલી
સાધારણ બીમારીમાં સ્ત્રીરોગ નિષ્ણાતોને મહિલાઓમાં થતી યૂરિન ઈંફેક્શનની સમસ્યાની સારવાર વધારે પ્રમાણમાં કરવી પડે છે. યૂરિન ઈંફેક્શન થવાની સંભાવના પુરુષો કરતા વધારે મહિલાઓમાં થાય છે. તેથી તેમના માસિકધર્મ, ડિલિવરી અથવા ગર્ભધારણના સમયે ઈંફેક્શન થવાનો ડર રહે છે. મહિલાઓમાં લગ્ન પછી તેમના પહેલા સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ દરમિયાન પણ ઈંફેક્શન થઈ શકે છે. સામાન્ય રીતે ઓછો લિક્વિડ ડાયટ લેવા પર ઈંફેક્શન થઈ શકે છે અને જ્યારે મૂત્રાશયના વિકાસની સારવાર, પથરી (સ્ટોન) વગેરે હોય ત્યારે પણ પરેશાની થઈ શકે છે. ઘણી બધી સ્કૂલો અને કોલેજેામાં શૌચાલયની સારી સુવિધા ન હોવાથી છોકરીઓને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. પેશાબને રોકવાથી પણ ઈંફેક્શન થાય છે. વિદેશોમાં ખૂબ ઓછા અંતરે ફૂડ આઉટલેટ્સ જેાવા મળે છે. ત્યાં ખાણીપીણીની અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ હોય છે, પરંતુ આપણા દેશમાં જે લોકો લાંબી યાત્રા પર જતા હોય છે તેમને સુવિધાની અછતના લીધે ખૂબ સારી સમસ્યાનો સામનો કરવો પડે છે. બસ કે પ્રાઈવેટ વાહનોમાં યાત્રા કરવા દરમિયાન ઓછામાં ઓછું ૨ કે ૩ વાર રોકાવું જેાઈએ અને સરકારે પણ હાઈવે પર સારા શૌચાલયની સુવિધા નિશ્ચિત અંતરે ઊભી કરવી જેાઈએ.

વિશેષજ્ઞનું હોવું કેમ જરૂરી
આજકાલ છોકરીઓને ૯ વર્ષની ઉંમરમાં પીરિયડ થવા લાગે છે. આ સમયે તેઓ ઘણી બધી માહિતીને જાણવાનો પ્રયત્ન કરે છે અને તેમની જાણકારીનું સ્તર વધવા લાગે છે. આ ઉત્તેજક પ્રક્રિયા મગજમાં ખૂબ ઝડપથી થવાથી હોર્મોન્સ બનવા લાગે છે. પર્યાવરણીય પ્રદૂષણથી ફેલાતા કેમિકલ શરીરમાં હોર્મોન્સને પ્રભાવિત કરે છે, તેના લીધે છોકરીઓમાં જલદી મેચ્યોરિટી આવી જય છે. નાની ઉંમરમાં પીરિયડને મેનેજ કરવું સમસ્યારૂપ બની જાય છે. માતાપિતા પણ આ વાતથી ચિંતિત રહેતા હોય છે. પીરિયડની શરૂઆત થતા કુદરત શરીરને પ્રજનન માટે તૈયાર કરી દે છે, પરંતુ પીરિયડનો સમય ઓછો થઈ રહ્યો છે અને લગ્નની ઉંમર વધી રહી છે. લગ્ન કર્યા વિનાના અવાંછિત સેક્સ્યુઅલ રિલેશન, અવાંછિત ગર્ભ, ગર્ભપાત તથા લગ્ન પહેલાં ગર્ભધારણ કરી લેવાથી ઘણી બધી સમસ્યા પેદા થાય છે. આ સમસ્યા સ્ત્રીરોગ વિશેષજ્ઞને સ્ત્રીના જીવનમાં જરૂરી બનાવે છે. આ સ્થિતિમાં તેમની સાથે સેક્સ્યુઅલિટી પર ખૂલીને વાતચીત કરવાની ખૂબ આવશ્યકતા રહે છે. પરંપરગત રૂપે ઘરના વડીલો આ વિષય પર છુપાઈને વાત કરતા હોય છે. બાળકો સામે આવી વાત કરવામાં નથી આવતી, જ્યારે બીજી તરફ ફિલ્મો અને મીડિયા દ્વારા તેનો ખુલાસો કરવામાં આવે છે. પછી બાળકો દ્વિધામાં પડી જાય છે કે આખરે બેમાંથી સાચું શું છે? સેક્સની અધૂરી તથા ખોટી જાણકારી બાળકોને ઉત્તેજિત કરતી હોય છે.

ઉપયુક્ત જાણકારીની આવશ્યકતા
જરૂરી છે કે બાળકોને તેમની ઉંમરના હિસાબે ઉપયુક્ત જાણકારી, યૌન શિક્ષણ આપવું જેાઈએ. જે આ માહિતી તેમને તેમના ઘરમાંથી મળવું શરૂ થાય અને આગળ સ્કૂલકોલેજમાં પણ મળે તો તેઓ લગ્ન માટે, માતૃત્વ અને એક સારા નાગરિક બનવા માટે તૈયાર થશે, પરંતુ સમાજમાં એક મોટી ખોટી ધારણા પ્રવર્તે છે કે સેક્સ એજ્યુકેશન તો ઈન્ટરકોર્સનું એજ્યુકેશન છે. બાળકોને થોડા સમજણા થાય કે તરત નાની ઉંમરથી તેમનો માનસિક અને શારીરિક વિકાસ, યૌવન, સ્ત્રીપુરુષના સંબંધ, લિંગ સમાનતા, લિંગ ભેદ, એકબીજા સાથેનો પ્રેમ વગેરેની જાણકારી આપવામાં આવવી જેાઈએ. આ બધું યૌન શિક્ષણનો ભાગ છે. તેથી નાની ઉંમરથી તેમને તેનું શિક્ષણ મળવું જરૂરી છે અને તેના માટે ગાયનેકોલોજિસ્ટ સૌથી વધારે ઉપયોગી આ વિષયે બની શકે છે.
લગ્ન પહેલાંનું કાઉન્સેલિંગ ઈન્ટરકોર્સ અને તેની સાથે જેાડાયેલ સમસ્યાના વિષયમાં ફેલાયેલી ખોટી માન્યતા દૂર કરે છે. કેટલાક કિસ્સામાં સેક્સ સંબંધ વિષયક યોગ્ય જાણકારીના અભાવના લીધે લગ્નનો પ્રથમ દિવસ યુગલ માટે અંતિમ દિવસ બની જાય છે અને ત્યાર પછી થોડા સમયમાં તેમના ડિવોર્સ થઈ જાય છે. આજના આધુનિક જમાનામાં લોકોના ઘણા બધા લોકો સાથે વૈકલ્પિક સંબંધ બનતા રહે છે અને ભલે ને તે કોઈ ને કોઈ રીતે લગ્નવ્યવસ્થાને પ્રભાવિત કરે, પરંતુ તેને બંધ નથી કરી શકાતા. જ્યારે કોઈ પુરુષ અને મહિલા સાથે કામ કરતા હોય અથવા નજીક રહેતા હોય કે પછી સાથે ભણતા હોય ત્યારે તેઓ બંને એકબીજાને વધારે સાથ આપવાનું પસંદ કરશે. કેટલાક લોકો ભાડું બચાવવા માટે એક જ મકાન શેર કરવા લાગે છે. આ સ્થિતિમાં બંનેએ પોતાના સેક્સ સંબંધમાં ઘણી બધી સાવચેતી રાખવી પડે છે અને તેમાં ગાયનેકોલોજિસ્ટની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહે છે.
– પ્રતિનિધિ.

DNA ટેસ્ટ ખોલે છે અનેક રહસ્ય

૨૦૦૮માં રોહિત એનડી તિવારી વિરુદ્ધ અદાલત પહોંચ્યા હતા. રોહિતે દાવો કર્યો હતો કે તે પૂર્વ કોંગ્રેસ નેતા અને તેની મા ઉજ્જ્વલા શર્માનો દીકરો છે. એનડી તિવારીએ દિલ્લી હાઈકોર્ટમાં આ મામલાને રદબાતલ કરવાની વિનંતી કરી હતી. જેાકે કોર્ટે ૨૦૧૦ માં તિવારીની આ વિનંતીને રદબાતલ કરી દીધી હતી. ૨૩ ડિસેમ્બર, ૨૦૧૦ ના રોજ હાઈકોર્ટે વાસ્તવિકતા જાણવા માટે બંનેને ડીએનએ ટેસ્ટ કરાવવા આદેશ આપ્યો. જેાકે એનડી તિવારીએ તેની વિરુદ્ધ ખૂબ હાથપગ માર્યા અને સુપ્રીમ કોર્ટ પણ ગયા, પરંતુ ત્યાંથી ખાલી હાથ આવવું પડ્યું હતું. ત્યાર પછી તેણે બ્લડ તો આપ્યું, પરંતુ તેના પરિણામને જાહેર ન કરવાની રિક્વેસ્ટ કરી હતી, જે કોર્ટે ન સ્વીકારી અને રોહિતનો દાવો સાચો નીકળ્યો. ડીએનએ ટેસ્ટ પછી રોહિતને દીકરાનો હક મળ્યો, પરંતુ કમનસીબે ૩૯ વર્ષની ઉંમરમાં રોહિતનું હાર્ટએટેક થવાથી મૃત્યુ થયું. તે ઉપરાંત એક વાર છત્તીસગઢના મુસાબનીમાં એક દીકરાને પિતાની ઓળખ જાણવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડ્યો, કારણ કે પોલીસને એકસાથે ૨ શબ છત્તીસગઢના મુસાબનીમાં મળ્યા હતા. પરિવારજનો તેને ઓળખી નહોતા શકતા. તે જાણવા માટે પોલીસે મેજિસ્ટ્રેટ સામે ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને પછી સંબંધિત શબ પરિવારને સોંપ્યો.

શોધ કરી
ફ્રેડરિક મિશરે ૧૮૬૯ માં ડીએનએની શોધ કરી હતી અને તેમણે તેનું નામ ન્યૂક્લિન રાખ્યું. ત્યાર પછી ૧૮૮૧ માં અલ્બ્રેક્ટ કોસેલે ન્યૂક્લિનને ન્યૂક્લિક એસિડ તરીકે મળ્યું. ત્યારે તેને ડીઓક્સિરાઈબોઝ ન્યૂક્લિન એસિડ નામ આપવામાં આવ્યું હતું અને તેને જ ડીએનએનું ફુલફોર્મ કહેવામાં આવે છે.

સંરચના
ડીએનએ જીવિત કોશિકાઓના ગુણસૂત્રોમાં જેાવા મળતા તંતુ જેવા અણુને ડીઓક્સિરાઈબોન્યૂક્લિક એસિડ અથવા ડીએનએ કહેવાય છે. તેમાં જેનેટિક કોડ નિબદ્ધ રહે છે. ડીએનએ અણુની સંરચના ગોળ સીડી જેવી હોય છે.

ડીએનએ તપાસથી ડરો નહીં
આ બાબતે મુંબઈના અપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલની જનરલ ફિઝિશિયન ડો. છાયા વજ કહે છે કે હકીકતમાં કોઈ પણ બીમારીને શોધવા માટે કેટલાય પ્રકારની તપાસ કરવામાં આવે છે. તેમાં ડીએનએ તપાસનું નામ સાંભળીને ભલભલા લોકો ડરી જાય છે. આ એક એવું ટેસ્ટલ છે, જે આપણા જીન્સ વિશે જાણકારી આપે છે. બદલાતા જમાનામાં હત્યા અને બળાત્કાર જેવા અનેક ગુના ઉકેલવા માટે ડીએનએ પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી મોટાભાગના લોકો તેના વિશે થોડુંઘણું જાણે છે.

ડીએનએ શું છે
ડોક્ટર છાયા કહે છે કે દરેક વ્યક્તિનો ડીએનએ અલગ હોય છે. ડીએનએમાં ૪ ઘટક હોય છે. એડેનિન (એ), થાયમિન (ટી), ગ્વાનિન (જી) અને સાઈટોસિન (સી). આ ડીએનએ તપાસ કરવા માટે હોય છે. એક અપરાધી શોધવા અને માતાપિતા પોતાના છે કે નહીં તે જાણવા માટે આ તપાસ કરવી પડે છે, કારણ કે બાળકોનો ડીએનએ તેના માતાપિતાથી બને છે, પરંતુ બાળકો અને તેના માતાપિતાનો ડીએનએ સમાન નથી હોતો, પરંતુ થોડો અંશ મળતો હોય છે. એક ડીએનએ તપાસ દ્વારા પિતૃત્વ પરીક્ષણ કરવામાં આવે છે અને તે લગભગ ૧૦૦ ટકા ચોક્કસ હોય છે કે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના બાળકનો પિતા છે કે નહીં. ડીએનએ ટેસ્ટમાં ચીક સ્વેબ અથવા બ્લડ ટેસ્ટનો ઉપયોગ કરી શકો છો. જેા તમને કાનૂની કારણસર પરિણામની જરૂર છે, તો તમારે ચિકિત્સા સેટિંગમાં પરીક્ષણ કરાવવું જેાઈએ. પ્રસવ પહેલાં પિતૃત્વ પરીક્ષણ, ગર્ભાવસ્થા દરમિયાન પિતૃત્વનું નિર્ધારણ કરી શકો છો.

ડીએનએ શું છે
ડીએનએ એક સાયન્ટિફિક ટર્મ છે. તેથી તેને સરળ ભાષામાં સમજાવે છે. વ્યક્તિના શરીરમાં એક ડીએનએ કોડિંગ હોય છે અને આ કોડિંગ જે રીતે થાય છે, શરીર તે પ્રમાણે બને છે અથવા કોડિંગ નક્કી કરે છે કે બાળકની આંખનો રંગ કેવો હશે, તેની સ્કિનનો રંગ કેવો હશે, લંબાઈપહોળાઈ કેવી હશે, મસલ્સ કેટલા મજબૂત હશે, વાળ કેવા હશે, છાતી કેટલા ઈંચની હશે અને બાળક ભવિષ્યમાં કોઈ શારીરિક કે માનસિક બીમારીનો શિકાર થઈ શકે છે કે નહીં વગેરે.

પિતૃત્વનું નિર્ધારણ
પિતૃત્વનું પરીક્ષણ બાળકના જન્મ પછી કરવામાં આવે છે, પરંતુ ગર્ભાવસ્થામાં પણ આ તપાસ કરી શકાય છે. તેની ૩ અલગઅલગ રીત છે :

ગેર-ઈનવેસિવ પ્રીનેટલ પિતૃત્વ પરીક્ષણ (એનઆઈપીપી) : આ પરીક્ષણ પ્રથમ ત્રિમાસિક દરમિયાન ગર્ભવતી મહિલાના રક્તમાં જેાવા મળતા ભ્રૂણના ડીએનએ પરથી કરવામાં આવે છે. તેને તપાસવા માટે પિતાના ચિક સેલના નમૂનાને ભ્રૂણના ડીએનએ સાથે મેચ કરવામાં આવે છે.

કોરિયોનિક વિલસ સેંપલિંગ (સીવીએસ) : આ પ્રક્રિયા માતાની ગર્ભાશય ગ્રીવા અથવા પેટના માધ્યમથી થાય છે. તેની તપાસ માટે માતા અને પિતાનો ડીએનએ મેચ કરવામાં આવે છે. સીવીએસ સામાન્ય રીતે એક મહિલાના છેલ્લા માસિકધર્મના ૧૦ થી ૧૩ અઠવાડિયા વચ્ચે થાય છે. આ પ્રક્રિયામાં ગર્ભપાત અથવા ગર્ભાવસ્થાના નુકસાનનું થોડું રિસ્ક હોય છે.

એમનિયોસેંટેસિસ : એમનિયોસેંટેસિસ દરમિયાન એક્સપર્ટ થોડાક પ્રમાણમાં એમનિયોટિક ફ્લૂઈડ કાઢે છે. આ ટેસ્ટ માટે પ્રેગ્નન્ટ માતાના પેટમાં એક નીડલ નાખવામાં આવે છે. પછી પ્રયોગશાળામાં આ ફ્લૂઈડના સેંપલને માતા અને પિતાના ડીએનએ સાથે મેચ કરવામાં આવે છે. એમનિયોસેંટેસિસ ગર્ભધારણના ૧૫ થી ૨૦ અઠવાડિયા વચ્ચે કરવામાં આવે છે. આ ટેસ્ટથી મિસ્કેરેજની શક્યતા વધી જાય છે. સમય ડીએનએ રિપોર્ટ આવવાનો તપાસ કરાવવાના લગભગ ૧ અઠવાડિયા પછી ડીએનએનો રિપોર્ટ આવે છે અને કોઈ બીમારીની તપાસમાં લગભગ ૨ થી ૩ અઠવાડિયાનો સમય લાગે છે.
– સોમા ઘોષ.

બ્રેન બ્લીડથી હાર્ટએટેકનું જેાખમ

સેરેબ્રલ હેમરેજ એક પ્રકારનો સ્ટ્રોક છે, જેમાં મગજને લોહી પહોંચાડતી બ્લડ વેસલ ફાટી જાય છે, જેનાથી મગજના ટિશ્યૂની ચારેય બાજુ રક્તસ્રાવ થવા લાગે છે. આવું ટ્રોમા, હાઈ બ્લડપ્રેશર, બ્રેન ટ્યૂમર અથવા લોહી પાતળું કરતી દવાના લીધે થઈ શકે છે. જ્યારે મગજમાં આ રીતે રક્તસ્રાવ થાય છે ત્યારે મગજના ટિશ્યૂને ઓક્સિજનની આપૂર્તિ બરાબર રીતે નથી થતી, જેથી મગજને નુકસાન પહોંચે છે અને દર્દીનું મૃત્યુ સુધ્ધાં થઈ શકે છે.

સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવવો ગંભીર સમસ્યા છે. તેનું જેાખમ ખાસ તો એ લોકો પર વધારે રહે છે જેમને પહેલાંથી હૃદય સંબંધિત બીમારી, જેમ કે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અથવા હાઈકોલેસ્ટ્રોલથી પીડિત હોય છે. એક અભ્યાસમાં જેાવા મળ્યું છે કે સેરેબ્રલ હેમરેજના દર્દીમાં ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતા અન્ય લોકોની સરખામણીમાં વધારે રહે છે. આ અભ્યાસમાં એ વાતની પણ જાણ થાય છે કે સેરેબ્રલ હેમરેજ થયા પછીના શરૂઆતના થોડાક મહિનામાં આ સ્થિતિનું જેાખમ વધારે હોય છે. જેમનામાં સેરેબ્રલ હેમરેજ નથી થયું હોતું. આ પરિબળોના લીધે પણ હૃદય સંબંધિત બીમારી, જેમ કે ઈસ્કેમિક સ્ટ્રોક અને હાર્ટએટેકની શક્યતા વધી જાય છે.

અહીં એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતા માત્ર એ લોકો સુધી સીમિત નથી રહેતી, જેમનામાં હૃદય સંબંધિત બીમારીનો (કાર્ડિયોવાસ્ક્યુલર રોગ) ઈતિહાસ હોય. બ્રેન બ્લીડિંગ પછી કોઈ પણ વ્યક્તિ આ સમસ્યાનો શિકાર બની શકે છે, ખાસ કરીને જે બ્લીડિંગ ખૂબ ગંભીર હોય. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતાને ઘટાડવાની અનેક રીત છે. એક રીત એ છે કે હૃદયની બીમારીને પેદા કરતા પરિબળો, જેમ કે હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસથી સુરક્ષિત રહો. તેના માટે જીવનશૈલીમાં પરિવર્તન લાવો, સ્વસ્થ આહાર લો, નિયમિત એક્સર્સાઈઝ કરો, ધૂમ્રપાન ન કરો તેમજ દારૂનું સેવન સીમિત પ્રમાણમાં કરો. બીજી રીત એ છે કે જેા ઉપર જણાવેલી બાબતમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત ડોક્ટરની સલાહ લો.

ઈસ્કેમિક સ્ટ્રોકના લક્ષણ
અચાનક કમજેારીનો અનુભવ થવો, ચહેરો, ખભા અથવા પગ સુન્ન થવા, તેમાં પણ ખાસ તો શરીરના એક ભાગમાં સુન્નપણાનો અનુભવ થવો, અચાનક ભ્રમિત થવું, બોલવા અથવા સમજવામાં મુશ્કેલી, એક અથવા બંને આંખે જેાવામાં સમસ્યા, અચાનક ચાલવામાં પરેશાની, ચક્કર આવવા, સંતુલન જાળવવામાં મુશ્કેલી, અચાનક માથામાં તીવ્ર દુખાવો.

હાર્ટએટેકના લક્ષણ
છાતીમાં દુખાવો અથવા અસહજતાનો અનુભવો થવો, શરીરના ઉપરના ભાગ, બાવડા, પીઠ, ગરદન, જડબા અથવા પેટના ઉપરના ભાગમાં દુખાવો અથવા સારું ન લાગવું, શ્વાસ લેવામાં તકલીફ, વધારે પરસેવો થવો, ઊલટી આવવી, ચક્કર આવવા અથવા સામાન્ય થાક લાગવો. અહીં એ વાત પર ધ્યાન આપવું જેાઈએ કે જરૂરી નથી કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના દરેક કિસ્સામાં ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવે. જેાકે તેનાથી બચવા માટે જરૂરી પગલાં લેવા ખૂબ જરૂરી છે. કુલ મળીને સેરેબ્રલ હેમરેજના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવવો ઘણા બધા લોકો માટે ગંભીર સમસ્યા હોઈ શકે છે. આ જેાખમ ખાસ એ લોકોમાં વધારે રહે છે જેમનામાં હૃદય સંબંધિત બીમારીનો ઈતિહાસ રહ્યો હોય, પરંતુ બ્રેન બ્લીડિંગથી પીડિત કોઈ પણ વ્યક્તિમાં આવું થઈ શકે છે. તેથી જરૂરી છે કે એ પરિબળોથી સુરક્ષિત રહો, જેનાથી હૃદયની બીમારી થતી હોય. તેની સાથે ઈસ્કેમિક સ્ટ્રોક કે હાર્ટએટેકના લક્ષણ દેખાતા ડોક્ટરનો સંપર્ક કરો.

એન્ટિપ્લેટલેટ થેરપિ
આ થેરપિમાં દર્દીને એવી દવા આપવામાં આવે છે જે બ્લડ ક્લોટ અટકાવે છે. એન્ટિપ્લેટલેટ થેરપિથી તે લોકોમાં ફરીથી સ્ટ્રોક શક્યતા ઓછી થઈ જાય છે જેમને પહેલા સેરેબ્રલ હેમરેજ થયું હોય છે.

એન્ટિકોગ્યુલેશન થેરપિ
આ થેરપિમાં એવી દવા આપવામાં આવે છે જે બ્લડ ક્લોટને બનવા અથવા મોટા થતા અટકાવે છે. આ થેરપિની સારવાર બ્લડ ક્લોટ ઘટાડવા, એટ્રિયલ ફાઈબ્રિલેશન માટે કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં સેરેબ્રલ હેમરેજની સારવાર માટે પણ આ થેરપિનો ઉપયોગ કરવામાં આવે છે. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના કેટલાક કિસ્સામાં સર્જરીની જરૂર પડે છે. તેમાં ફાટેલી બ્લડ વેસલનું રિપેરિંગ કરવામાં આવે છે. ઘણી વાર બ્રેન ટ્યૂમરને દૂર કરવા અને બ્લીડિંગના લીધે મગજ પર પડતા દબાણને ઘટાડવા પણ સર્જરી કરવામાં આવે છે. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના ઠીક થયા પછી રીહેબિલિટેશન પણ જરૂરી છે. મગજને કેટલું નુકસાન પહોંચ્યું છે, તેને ધ્યાનમાં રાખીને દર્દીને ફિઝિકલ થેરપિ, ઓક્યુપેશનલ થેરપિ, સ્પીચ થેરપિ અથવા જરૂર મુજબની બીજી કોઈ થેરપિ આપવામાં આવે છે, જેથી દર્દીના ફંક્શન ફરીથી સામાન્ય થાય અને તેના જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે.

અહીં એ વાત પર ધ્યાન આપવું પણ જરૂરી છે કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની સારવાર અને વ્યવસ્થા મુશ્કેલ બને છે. તેને દર્દીની વ્યક્તિગત જરૂરિયાત અનુસાર નક્કી કરવામાં આવે છે. તેથી દર્દીએ સત્વરે ડોક્ટરનો સંપર્ક કરવો જેાઈએ.
ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતાને ઘટાડવા માટે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના જેાખમથી બચવું જેાઈએ. હાઈ બ્લડપ્રેશર, ધૂમ્રપાન, દારૂનું વધારે પડતું સેવન અને લોહી પાતળું કરવાની દવા વગેરે એવા પરિબળ છે, જેથી સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની શક્યતા વધી જાય છે. જીવનશૈલીમાં બદલાવ લાવીને અને કેટલીક દવાની મદદથી સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની શક્યતા ઘટાડી શકાય છે. નિયમિત રીતે શારીરિક એક્સર્સાઈઝથી પણ સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની શક્યતામાં ઘટાડો કરી શકાય છે અને હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકાય છે. તેનાથી ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય સંબંધિત બીમારીથી બચાવી શકાય છે.
– પ્રતિનિધિ.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો